________________
વદ ૦)) is
:: રાજકેટ-ચાતુર્માસ :
[ ૩૫૭
સંસારમાં અસ્તિત્વ જ રહેવા ન દે! જે હું એટલું પણ કરી ન શકી તો, તો કપિલાએ તારા માટે જે કાંઈ કહ્યું હતું તે સત્ય સિદ્ધ થશે.” . - it is se : : - અભયાએ કહ્યું કે, “જુઓ તે ખરા! તેને માટીમાં કેવી રીતે રગણું છું.” રાજા રાણીને મહેલમાં આઠ રાજા મહેલમાં આવે છે એ સમાચાર સાંભળતાં જ રાણી ઢોંગ કરી, કપડું. માથે ઓઢી : સુઈ ગઈ. રાજાએ મહેલમાં આવીને પૂછયું કે, “રાણી કયાં છે ?'' પંડિતા તે ત્યાં હાજર જ હતી. તેણીએ ઉત્તર આપ્યું કે, તે તે ઓઢીને પડી છે ! તેનું દુઃખ તે જોઈ શકાતું નથી.” - રાજારાણીની પાસે ગયા અને તેને ઉઠાડવા લાગ્યા, પણ તે ઢોંગ કરીને પડી હતી એટલે, ઝટ ઉઠે ખરી ? રાજાએ તેને હાથ પકડી બેઠી કરી, અને આમ કેમ સુતી પડી છે એમ પૂછયું. મેં તને ઉઠાડવા માટે આટલે બધા પ્રયત્ન કર્યો છતાં પણ કેમ ન ઊડી? રાજાનું આ કથન સાંભળી રાણી તાડુકીને કહેવા લાગી કે, મહારાજ! આપના રાજશંસનમાં અને આપના ક્ષાત્રત્વમાં ધૂળ પડી કે આપના નગરને એક સાધારણ વાણિયે આ લંપટ કે તે મહેલમાં ધુસી જાય ! તમારા રાજ્યશાસનના પ્રબંધમાં ધૂળ પડી કે, આટલું બધું અંધેર તમારા રાજ્યમાં ચાલે છે.
દે યહ મમ ગાત, વણિકને કે મારે હાથ; શીલ રખે મેં નાથ, ઔર તે બિગડી સારી બાત. . ધન ૮૨ મેં જવું યા શેઠ જીવેગા, નિશ્ચય 1 લે જાન છે
સુન નારીકે વચન રાયકે, મનમેં આઈ તાન. ધન ૮૩ રાણી રાજાને કહેવા લાગી કે, “મહારાજ! શું કહું ! વાત કહેતાં મારી જીભ ઉપડતી નથી. આ મારા શરીર ઉપર નજર કરી જુએ કે તેણે મારા શરીરની કેવી હાલત કરી છે? આ કપડાં જુઓ ! તેને પણ કેવાં તેડી ફાડી નાંખ્યાં છે ! વધારે શું કહું? ટૂંકામાં એટલું જ કહું છું કે, આપની અને પૂર્વજોની કૃપાથી જ હું મારા શીલની રક્ષા કરી શકી છું. જ્યારે એ નીચ વાણિયાએ મારી સાથે આ દુર્વ્યવહાર કર્યો તે વખતે મેં એવી પ્રતિજ્ઞા કરી કે, કાં તો આ વાણિયો છે અને કાં તે હું જીવું. કાં તે મને તલવારથી ઠાર કરે અને કાં તો એને દંડ આપ. બસ! મારી આ જ પ્રાર્થના છે.
રાણીની આ વાત સાંભળી રાજા વિચારવા લાગ્યું કે, મારે હવે શું કરવું ! શેઠ તો કાંઈ બોલતો નથી અને રાણી આમ કહે છે. હવે વાસ્તવિક વાત શું છે એને નિર્ણય કેવી રીતે કરવો ? સંભવ છે કે, આ બધી કપટજાળ આ રાણીએ બીછાવી હોય અને એ જ કારણે તે ટૅગ કરી મેળામાંથી પાછી આવી હોય અને પુતળાંને લઈ-મૂકી જવાના બહાને એ શેઠને ઉપાડી મંગાવ્યો હોય ! પણ શેઠ પિતાના વ્રતમાં દઢ રહ્યો હોય અને એ કારણે તેને પ્રાણ લેવા આ તૈયાર થઈ હોય ! સ્ત્રીઓ પિતાના થડા સ્વાર્થને માટે પણ સંસારનું અહિત કરી શકે છે; એટલે વાસ્તવિક વાત શું છે તે કોણ જાણે?
સ્ત્રીઓની માફક પુરુષો પણ પોતાના થોડા સ્વાર્થ માટે સંસારનું અહિત કરી બેસે છે. સ્ત્રીઓએ પુરુષે ઉપર કેટલા અત્યાચારો કર્યો અને પુરુષોએ સ્ત્રીઓ ઉપર કેટલાં