________________
૩૭૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા જીવનપ્રાણ છે. એટલા માટે તેને શી ઉપર ચડાવે નહિ. બસ! અમારી. એ જ પ્રાર્થના છે. અમારી આ પ્રાર્થનાને સ્વીકાર કરી શેઠને શૂળીની શિક્ષા માફ કરી આપે.” : પ્રજાની વાત સાંભળી રાજા ઘણે પ્રસન્ન થયા અને પ્રજાને કહેવા લાગ્યો કે, “નગરજને ! મને પણ સુદર્શન પ્રતિ પ્રેમ છે, પણ હું શું કરું? તે તે આ ઘટના વિષે કાંઈ બોલતા પણ નથી. એવી દશામાં એને નિર્દોષ કેમ માની શકાય ? હું તમને લોકોને જ પંચ બનાવું છું. જે શેઠ એમ કહી દે કે, મેં કાંઈ અપરાધ કર્યો નથી તે તે નિરપરાધી છે. તમે લકે જ એના મુખે એમ કહેવડાવી દે.” પ્રજા કહેવા લાગી કે, એ વાત ઠીક છે. શેઠ એમ શા માટે નહિ બોલે? અમે હમણું જ તેમની પાસે જઈને વાત કરીએ છીએ. રાજાએ કહ્યું કે, ઠીક છે. તમારી સાથે મારે આ વકીલ આવે છે. શેઠ એમ પિતાના મોઢે કહી દે કે, “હું નિર્દોષ છું” તે હું તેને નિર્દોષ તરીકે માનવા તૈયાર છું.
સુદર્શન શેઠની પાસે જવા માટે પ્રતિષ્ઠિત પ્રજાજનું પંચ નિયુક્ત કરવામાં આવ્યું. હવે તે પંચ સુદર્શન શેઠની પાસે કેવી રીતે જાય છે અને તેમની સાથે શું વાતચીત થાય છે તે વિષે હવે પછી આગળ વિચાર કરવામાં આવશે.
–-
– વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૨ ગુરુવાર
? : : : : : પ્રાર્થના
શ્રી જિન અજિત નમે જ્યકારી, તુ દેવન દેવજી;
2 “જિતશત્રુ રાજા ને “વિજયા રાણી કે, આતમજાત ત્વમેવજી. '
૧ i ' - ગા જિન અજિત નમે જયકારી.
–વિનયચંદ્રજી કુંભટ વીશી. શ્રી અજિતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. કે પરમાત્માના નામમાં જ કેઈ એવી શક્તિ છે કે જેથી ભકતને પરમાત્માનું નામ બહુ જ પ્રિય લાગે છે. ભક્તો પરમાત્માના નામસ્મરણમાં જ પિતાના કલ્યાણનું દર્શન કરે છે. " ભગવાન અજિતનાથનું નામ ગુણનિષ્પન્ન છે; અર્થાત ગુણની અનુસાર તેમનું નામ છે. એ નામ તો એવું હોય છે કે જે કેવળ નામ માત્રનું હોય છે અને તેમાં નામ પ્રમાણે ગુણ હોતાં નથી, ત્યારે બીજું નામ એવું હોય છે કે જેમાં નામ પ્રમાણે ગુણ પણ હોય છે. ભગવાન અજિતનાથનું નામ ગુણનિષ્પન્ન છે. જેમને કઈ છતી ન શકે, જેમને કઈ પરાભવ કરી ન શકે તે “અજિત' કહેવાય છે. ભગવાન અજિતનાથ કામ, ક્રોધ, મદ, મત્સર આદિ ૧૮ પ્રકારના દેથી અપરાજિત છે; અર્થાત એ દેષએ ભગવાન અજિતનાથ ઉપર જય મેળવ્યું નથી પણ ભગવાને તેમને જીતી લીધા છે અને એટલે જ તેમનું અજિતનાથ નામ સાર્થક થયું છે.'