________________
•
પામ ઇ--
--
--
- અ
ય ક
ક કકમ
:
૨૮૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ પ્ર૦ ભાદરવા
વનમાં ગયા હતા ત્યારે સાથે શું લઈ ગયા હતા? છતાં તેઓ શું ભૂખ્યા રહ્યા હતા ?
જ્યારે સાધુએ ગૃહસંસારનો ત્યાગ કરે છે ત્યારે સાથે લઈને શું નીકળે છે ? રામ કુદરતના વિશ્વાસે રહ્યા હતા તે તેઓ પણ દુઃખી ન થયા અને સાધુઓ પણ કુદરતના વિશ્વાસે રહે છે તો તેઓ પણ દુઃખી થતા નથી. કુદરતના આશ્રયે રહેનારા લોકો દુઃખી થતા નથી, પણ આજકાલ તે લકે કુદરતની સાથે લડાઈ કરે છે, અને તેનું કટુફળ પરિણામે તેમને ભેગવવું પડે છે. ફકીર લેકે કુદરતના વિશ્વાસે જ રહે છે અને રહેવું જોઈએ.
ફકીર શબ્દમાં ત્રીજો અક્ષર “ર” છે. “ર” નો અથ અત્રે “રહેમ” કે “દયા’ થાય છે. જે બીજા ઉપર રહેમ-દયા કરે છે, અને બીજાને જરાપણ કષ્ટ પહોંચાડતું નથી તે જ ફકીર છે. જે એમ વિચારે કે, “હું દુઃખી લોકોનાં જેટલાં દુઃખો દૂર કરું છું તેટલો હું પરમાત્માની નજીક જાઉં છું તે સાચો ફકીર છે. તમે આ વાત એક કાનથી સાંભળી બીજા કાનેથી કાઢી ન નાંખો પણ એ વિષે ઊંડો વિચાર કરી દયાને જીવનમાં ઉતારવાને પ્રયત્ન કરે. : ફકીર શબ્દમાં ચોથે અક્ષર “યા છે. તેનો અર્થ “પરમાત્માનું ધ્યાન હમેશાં યાદ રહે એ થાય છે. જે હમેશાં ઈશ્વરને એકાગ્ર ચિત્તે યાદ કરે છે તે પોતે ઈશ્વરીય બની જાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે કે, જે ઈશ્વરમાં તન્મય રહે છે-જે હમેશાં ઈશ્વરનું જ ધ્યાન ધરે છે તે ઈશ્વરમય બની જાય છે.
કહેવાને ભાવાર્થ એ છે કે, સાચા ફકીર અને સાચા સાધુમાં શાબ્દિક અંતર ભલે હેય પણ ફકીરની ઉપર જે વ્યાખ્યા કરવામાં આવી છે તે વ્યાખ્યા પ્રમાણે સાધુ અને ફકીરમાં કાંઈ અંતર રહેલું નથી. સુદર્શન ચરિત્ર-૩૦
હવે એવા મહાપુરુષની કથા કહું છું કે, જે ગૃહસ્થ હોવા છતાં પણ સાચા ફકીરના જેવું જીવન ગુજારતો હતો. તે મહાપુરુષનું નામ સુદર્શન છે. આ સુદર્શન શેઠની કપિલાદ્વારા એકવાર તે પરીક્ષા થઈ હતી. હવે તેની બીજીવાર ધર્મપરીક્ષા થાય છે.
કામદેવકી કરી પ્રતિમા, મહેરાવ ખૂબ મંડાયા; બાહિર જાવે અંદર લાવે, સબ જનકે ભરમાયા છે ધન૦ ૪૬ કાતિક પૂર્ણિમા કામુદી મહત્સવ, નૃ૫ પુર બાહિર જ
સુદર્શનજી નૃપ આજ્ઞા સે, પૌષધશ્રત કે ઠાવે છે. ધન- ૪૭ રાણીએ સુદર્શનને ભ્રષ્ટ કરવાને કાર્યભાર પંડિતાને સોંપ્યો. પંડિતા કપટજાળ રચવામાં અને તેમાં બીજાને ફસાવવામાં હોશિયાર હતી. તેણે સુદર્શનના જેવી એક મૂર્તિ બનાવી. આ કામદેવની મૂર્તિ છે એમ પ્રસિદ્ધ કર્યું. રાણું પિતાની ઈષ્ટસિદ્ધિ સાધવા માટે એ મૂર્તિની પૂજા કરે છે.
પંડિતા દરરોજ સંધ્યાકાલના સમયે બીજી દાસીઓની સાથે તે મૂર્તિને મહેલની બહાર કાઢી વાજતે ગાજતે અહીંતહીં લઈ જતી અને રાતના સમયે પાછી તે મૂર્તિને