________________
વદી ૨]. રાજકેટ-ચાતુર્માસ
[ ૨૮૩ ભક્ત લેકે, પિતાની અનાથાવસ્થાને પવિતાવસ્થાનું નામ આપી કહે છે કે, મને પાવન કોણ કરશે ? મને સનાથ કોણ બનાવશે ? ધન, માતા-પિતા, ભાઈ-બહેન અને સ્ત્રી વગેરે મને પાવન કરી શકે નહિ તેમ મને સનાથ બનાવી શકે નહિ તે પછી મને પાવન કોણ કરશે ? અને કોણ મને સનાથ બનાવશે? આ સંસારમાં તે કપટજાળ પથરાએલી છે. એ કપટજાળમાંથી મુક્ત થવા માટે અને સનાથ બનવા માટે સાચો ભક્ત તે એમજ કહેશે કે, “હે પરમાત્મા ! તું જ પતિતપાવન છે, તે જ આ આત્માને સનાથ બનાવી શકે એમ છે. હે પ્રભુ ! મારા જેવો કઈ પતિતપાવન નથી. મારા જેવા પતિતને પાવન કરનાર તું જ છે.”
તમે લોકો અહીં આવ્યા છે, પણ શું લેવા આવ્યા છે ! અને અમે સાધુઓ તમને આશીર્વાદ સિવાય બીજું શું આપી શકીએ. પણ સાધુના આશીર્વાદ બહુ મેંઘા હોય છે. સાધુઓ તે ધર્મવૃદ્ધિના આશીર્વાદ આપી શકે. ધર્મવૃદ્ધિના આશીર્વાદ શિવાય ફકીર-સાધુઓની પાસે બીજું આપવાનું શું હોઈ શકે?
તમે ફકીરનું નામ સાંભળી વિચારતા હશે કે, ફકીર અને સાધુમાં તે ઘણું અંતર રહેલું છે પણ વિચાર કરવાથી એ કેવળ શાબ્દિક અંતર છે. તેમાં તાત્ત્વિક દષ્ટિએ કાંઈ અંતર રહેલું નથી. એક કવિએ ફકીર કોણ કહેવાય ! તે વિષે કહ્યું છે કે –
“ફેસ ફખ્ર કાફસે કુદરત, ૨ સે રહીમ ઔર યે સે યાદ; ચાર હરેફ હૈ “ફકીર” કે જે પહે, તે હે દિલ શાદ, “ફકીર હોના બહુત હી કઠિન હૈ, જિસમેં ફિકર કી હો ન બૂ ઓર કુદરત ભી ન રહે તે, એસી ફકીરી પર હૈ યૂ. “રહમ ન હો દિલ માંહે તે, દુનિયા વાડ ન હૈના ફકીર તું,
યાદ ઇલાહી જે કઈ કરે છે, તે ઉસકે ચરણે કે છુ.” આ કવિતામાં ફકીર કે સાધુનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. ફકીર કે સાધુ શબ્દ જે કે ત્રણ–ચાર અક્ષરને બનેલો છે પણ તેમાં ભાવની વ્યાપકતા રહેલી છે.
ફકીર શબ્દ ઉર્દૂને ચાર અક્ષરેને બનેલો છે. એ ચારેય અક્ષરને જુદા જુદા અર્થ બતાવવામાં આવે છે. સંસ્કૃતમાં આ પ્રમાણે પ્રત્યેક અક્ષરનો અર્થ બતાવવો તેને પદભંજન નિકિત' કહે છે.
ફકીર શબ્દમાં પહેલો અક્ષર “ફ” છે. અક્ષરને અર્થ એ છે કે “હે ! સાધુ! તારામાં કોઈ પ્રકારની ફિકર ન હોવી જોઈએ.’ કહ્યું પણ છે કે –
ફિકર સભીકે ખાત હૈ, ફિકર સભીકા પીર; ફિકર કા જો ફાકા કરે, તાકે નામ ફકીર.” અર્થાત-જે કોઈ પ્રકારની સાંસારિક ફિકર રાખતું નથી તે જ સાધુ કે ફકીર છે.
ફકીર શબ્દમાં બીજો અક્ષર “ક છે. જેનો અર્થ કુદરત થાય છે. કુદરત મનુષ્યાને સહાયતા આપે છે. કુદરતની સહાયતા વિના મનુષ્યજીવન ચાલી શકતું નથી. જ્યારે રામ