________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
૪૩૨ ]
કરી શકાય નહિ. ગુણી તા તે લોકો જ છે કે જે પાલન કરે છે. આ પ્રમાણે સંયમગુણને ધારણ કરવી જોઈ એ.
[ બીજા ભાદરવા
ત્રણ ગુપ્ત અને પાંચ સમિતિનું કરનાર પ્રતિ પ્રમાદભાવના રાખી વંદના
ખીજી મધ્યસ્થ ભાવના છે. જે ખરાબ છે, જે હિંસક છે તેના પ્રતિ પણ મધ્યસ્થ ભાવના રાખી એમ વિચારવું કે, આ આત્મા હિંસા કરે છે. એટલે તે ખરાબ છે પણ જો તે હિંસાના ત્યાગ કરી અહિંસક બની જાય તે તે પણ મારા માટે વંદનીય—પૂજનીય બની શકે છે. અર્જુનમાલી હિંસક હતા, પણ જ્યારે ભગવાનના શિષ્ય બની તેણે હિંસાને ત્યાગ કર્યો ત્યારે તે પણ વંદનીય બની ગયા અને સુદર્શને તેમને વંદના પણ કરી. શું આવા અવગુણીને વંદના કરવી એ ઉચિત હતું? શેઠે તેને પણ ગુરુ માન્યા એ શું ઠીક હતું ? પણ જે ગુણના ગ્રાહક હેાય છે તે પહેલાંની વાતા ભૂલી જઈ ગુણાને જ ગ્રહણ કરે છે. આ પ્રમાણે જે લેા હિંસક છે તેએ અહિંસક બની જાય એવી જ ભાવના ભાવવી જોઇ એ. આમ છતાં જો તેની હિંસા છૂટે નહિ તેા તેમના પ્રતિ મધ્યસ્થ ભાવના તો અવશ્ય રાખવી જોઈએ. તેમના પ્રતિ ક્રોધ કરવા ન જોઈએ. કામદેવને ધર્માંથી ચ્યુત કરવા માટે દેવ પિશાચનું રૂપ ધારણ કરી તલવાર લઈ આવ્યા હતા, છતાં કામદેવે તેના ઉપર ક્રોધ ન કર્યા. કામદેવ
65
Ο
તો એમ જ વિચારતા હતા કે, “ મને પરમાત્મા તરફ પ્રેમભાવ છે કે નિહ તેની પરીક્ષા કરવા માટે આ દેવ આવ્યા છે. આ સિવાય તે દેવ મને ‘ અપત્યપથિયા ’ અને ‘ અવાંછનીય’ ની વાંના કરનાર કહે છે તેા તે ઠીક જ કહે છે, જે ચીજ અવાંછનીય છે તેની વાંછના ન કરવી જોઈએ. એ દેવ કહે છે તેા ઠીક, પણ તેના કથનમાં અંતર કેવળ એટલું જ છે કે, તે ધર્માંતે અવાંનીય માને છે અને હું પાપને અવાંછનીય સમજું છું. તે ધર્માંતે અવાંછનીય સમજે છે તા તેનું કેવું કષ્ટ ભોગવવું પડે છે! એ બિચારામાં એટલું બધું દુઃખ ભરેલું છે કે, તે દુઃખ તેના શરીરમાંથી નીકળી મારી પાસે આવી રહ્યું છે. તે બહુ જ દુ:ખી છે. એટલા માટે તેનાં ઉપર કરુણા કરવી જોઇએ. હે ! પ્રભા ! હું એ જ ચાહું છું કે, તેનું પણ કલ્યાણ થાઓ ! ” ઘણીવાર એવું બને છે કે, બીજામાં ખરાખી જોઈ પોતાનામાં પણ ખરાખી થાય તેવું કરવામાં આવે છે અને પેાતાનાં જે ગુણા હોય તે પણ છેાડી દેવામાં આવે છે. તમે એવું કૃત્ય કરી ન બેસા તેને ખ્યાલ રાખશે!. મહાપુરુષોના જીવનચિરત્રમાંથી એ જ શિક્ષા મળે છે કે, દુર્રાને સદ્ગુણાદ્વારા જીતી લેવા. સુદર્શોન શેઠે અર્જુનમાલીને પ્રતિપક્ષી ભાવનાદરા જ જીત્યા હતા. ભાવની વાત જુદી છે . પણ ઉપરના શ્રમ તે અર્જુનમાલીને જ વધારે પડયા હતા; છતાં પણ વિજય તા સુદર્શનને જ થયા. કામદેવને ધર્માચ્યુત કરવા માટે દેવને કેટલાં બધાં કષ્ટો સહન કરવાં પડયાં હતાં. તેને પિશાચરૂપ પણ ધારણ કરવું પડયું હતું. જેને જોવા માત્રથી ધૃણા પેદા થાય એવું ધૃણિત રૂપ પણ તેને ધારણ કરવું પડયું હતું. તેણે આસુરી પ્રકૃતિ અનુસાર બિભત્સ રૂપ ધારણ કર્યું હતું પણ જ્યારે આસુરી પ્રકૃતિ સામે દૈવી પ્રકૃતિ પ્રગટ થઈ ત્યારે દેવ પશુ પરાજિત થઈ ભાગી ગયા. દૈવી પ્રકૃતિના પ્રાગટ્યથી આસુરી પ્રકૃતિ પણ અદશ્ય થઈ ગઈ. એટલા માટે હિંસાની સામે અહિંસાની ભાવના ભાવવી જોઈ એ.
ત્રીજી કરુણા ભાવના છે. જે લોકેામાં કરુણા—ભાવના હેાય છે તે એમ કદાપિ વિચાર પણ ન કરે કે, “ ખીજો મરે છે તે! ભલે મરે, અમે તા મેાજમઝા માણીશું. કરુણા ભાવનાવાળા
k