________________
-: :
પ
s
શુદ ૧૦ ]
રાજકેટ અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! ઘણા લોકો નિર્ચન્વધર્મને સ્વીકાર કરે છે પણ મહાવ્રતનું પાલન થઈ ન શકવાને કારણે પડી જાય છે. આવા લેકો અનાથ જ છે.” મહાવતેમાં કેવી રીતે સ્થિર રહી શકાય એને માટે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે
વિતવારે પ્રતિપક્ષમ ઉપર્યુક્ત કથનનો સરલ અર્થ એ જ છે કે, વિતને દૂર કરવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. વિતક શું છે અને પ્રતિપક્ષ ભાવના શું છે એ વિચાર ઘણો લાંબે છે, એટલે અત્રે એ વિષે સંક્ષેપમાં કહું છું.
વિતર્ક'ને અર્થ ઊલટે તર્ક થાય છે. જેમકે પાંચ મહાવ્રતાથી વિપરીત હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને લેભતૃષ્ણ છે. મહાવતે તે ધારણ કર્યો છે પણ તે ત્રતાથી વિપરીત હિંસાદિને વિતર્ક આડે આવે છે તે વખતે શું કરવું? એને માટે કહ્યું છે કે એ વિતર્કોને હટાડવા-દૂર કરવા. પણ એ વિતર્કોને કેવી રીતે દૂર કરવાં? એને માટે કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાધારા એ વિતર્કોને દૂર કરવા.
આ મહાવતે માટે કહેવામાં આવ્યું છે પણ અણુવ્રત વિષે પણ જ્યારે વિતર્ક ઊભાં થાય ત્યારે પ્રતિપક્ષી ભાવનાદ્વારા તેને પણ દૂર કરવા એમ સમજવું.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવતે છે. અહિંસાને સામાન્ય અર્થ હિંસા ન કરવી એ થાય છે. કેટલાક લોકો કહે છે કે, અહિંસા તે કાયરોની છે. પણ વાસ્તવમાં અહિંસા કાયની નહિ પણ વિરેની છે. જે સાચે વીર હશે તે જ અહિંસાનું પાલન કરી શકશે. સાચે અહિંસક એવો હોય છે કે તે ઇન્દ્રોને પણ હરાવી શકે છે. તે હમેશાં લડતે જ રહે છે. વિપક્ષને નાશ જ કરતે રહે છે. કદાચ તમે કહે કે, અહિંસકના હાથમાં તલવાર તે હેતી નથી તે પછી તે કેવી રીતે લડે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે તેમની પાસે તે જીવની રક્ષા કરવાનું સાધન જે રજોહરણ હોય છે, એ રજોહરણ જ અહિંસકની તલવાર છે. આ રજેહરણ પણ એક દ્રવ્ય ચિન્હ છે. અહિંસક પાસે સાચું શસ્ત્ર તે પિતાની ભાવના જ છે. અહિંસાના વિપક્ષને હટાડવાની જે ભાવના છે તે જ અહિંસકનું શસ્ત્ર છે. - મતલબ કે, વિપક્ષને હટાડવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. અહિંસાને વિતર્ક હિંસા છે. એ હિંસાને હટાડવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના-અહિંસાને અપનાવવી જોઈએ. અર્થાત હિંસાના વિતર્કને અહિંસાદ્વારા દૂર કરવો જોઈએ. હિંસાના વિતને દૂર કરવા માટે મૈત્રી, પ્રમેહ, કરુણા અને મધ્યસ્થ ભાવના ભાવવી જોઈએ. બાલભાષામાં પણ કહ્યું છે કે --
ગુણીજને કે વંદના, અવગુણ જાન મધ્યસ્થ;,
દુ:ખી દેખ કરુણા કરે, મિત્ર ભાવ સમસ્ત. આ ચાર ભાવના છે. પહેલી ભાવના પ્રમોદ ભાવના છે. અર્થાત ગુણીજનોને જોઈ વંદના કરી પ્રમોદ પામો. ગુણીજનોના ગુણોનો મતલબ વ્યવહારના ગુણોથી નથી. કારણ કે વ્યવહારના ગુણો જેટલા વધારે તેટલી વધારે ધમાલ થાય છે. વ્યવહારના ગુણેમાં તે સંસારમાં જે ગુણી છે તેથી વિશેષ ગુણ દેવ છે, દેવ ત્રણ જ્ઞાનના સ્વામી છે, પણ તેમને વંદના