________________
૩૦૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સગ્રહ
[પ્ર૦ ભાદરવા
સંકલ્પ કરવાને હાય છે, તે સકલ્પ સમજ્યા વિના કરવામાં આવે તે ભવિષ્યમાં હાનિ થવાના સંભવ રહે છે.
લગ્નના સમયે નાતને શા માટે મેલાવવામાં આવે છે ? એટલા માટે નાતને ખેલાવવામાં આવે છે કે લમ કરતી વખતે જે પ્રતિજ્ઞા-સ'કલ્પ કરવામાં આવે છે તે વખતે નાતની પણ સાક્ષી છે. પહેલાંના લેાકેા વર-કન્યાને જ્યારે વિવાહને ચેાગ્ય સમજતા ત્યારે જ સાક્ષી આપતા હતા; નહિ તેા વિવાહના કામમાં ભાગ પણ લેતા નહિ.
..
શેઠ રાણીની વાત સાંભળી, વિચારવા લાગ્યા કે, “ આ રાણીએ રાજાની સાથે યાવજીવન સ્નેહ સ’બંધ જાળવવાની પ્રતિજ્ઞા કરી છે અને રાજા પણ રાણીના આદરસત્કાર ખરાખર કરે છે; છતાં રાણી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવા તૈયાર થઈ ગઈ છે પણ હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ એને કેમ અપનાવી શકું'? મે' મનેરમાની સાથે એવી પ્રતિજ્ઞા કરી છે કે, “તારા સિવાય મારા માટે બધી સ્ત્રીઓ માતા બહેન સમાન છે.'' આ સંકલ્પ પ્રમાણે આ રાણી તે! મારા માટે માતા સમાન જ છે.
k
આ પ્રમાણે વિચાર કરી સુદર્શન મૌન જ રહ્યો, સુદર્શનને મૌન બેઠેલા જોઈ રાણી વિચારવા લાગી કે, શું આ મૂંગા છે કે આટલું મેલવા છતાં પણ તે એક શબ્દ પણ ખેલતા નથી? ભલે તે મૂંગા જડની માફક બેસી રહે, પણ મારે તો તેને સામ, દામ, 'ડ અને ભેદનીતિથી કાઇપણ રીતે વશ કરવા છે. મેં અત્યાર સુધી તેની સામે સામનીતિથી કામ લીધું પણ તેથી તે સમજ્યું નહિ. હવે મારે ભયનીતિથી કામ લેવું જોઇએ. આ પ્રમાણે વિચાર કરી તે લાલચેાળ આંખા કરી, પગ પછાડતી સુદનને કહેવા લાગી કે, “ હૈ શેઠે ! મેં અત્યારસુધી નમ્રતાપૂર્વક બધી વાત કહી પણ તે જાણે કાંઈ સાંભળ્યું જ ન હૈાય તેમ ધ્યાન પણ ન આપ્યું, પણ એટલું યાદ રાખજે કે આ શબ્દો કાઈ સામાન્ય સ્ત્રીનાં નથી. આ તા સિંહણુના શબ્દો છે.
રાણી આ પ્રમાણે કહી, વિકરાળ રૂપ ધારણ કરી ઉભી રહી. આવી અવસ્થામાં પોતાના વિચારમાં દૃઢ રહેવું એ કેટલું મુશ્કેલ છે. પણ જે, આવી વિકટ પરિસ્થિતિમાં પણ પેાતાના વિચારમાં દ્રઢ રહે છે અને શીલની રક્ષા કરે છે તેમને માટે શાસ્ત્રકારો કહે છે કેઃ—
देव दाणव गन्धव्वा, यक्खरकखस्स किन्नरा | बम्भवारीं नमस्सन्ति, दुक्करं जं करंति तं ॥
અર્થાત્—જે દુષ્કર શીલવ્રતનું સંકટના સમયે પણ સંરક્ષણ કરે છે તેમને દેવ, દાનવ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ વગેરે દેવા પણ નમસ્કાર કરે છે. લેાઢાનાં તીક્ષ્ણ બાણુને સહન કરનારા તે ધણા મળી આવે છે, પણ મવેધી વચનનાં ખાણાને સહન કરનાર બહુ ઓછા મળે છે.
સામાન્ય રીતે, લોકો તો ગાળેથી ગભરાઇ જાય છે પણ નાની લેાકેા તા ગાળામાંથી પણ સત્યની શોધ કરે છે. જ્ઞાની લોકો ગાળામાંથી પણ સત્યની શોધ કેવી રીતે કરે છે એ વાત એક ઉદાહરણુદ્વારા સમજાવું છું: