________________
શુદી ૧૨].
રાજકેટ ચાતુર્માસ કૃષ્ણ ભૂજંગકો ઘાલ્ય રે મેં, દિયે મારણકે હાર
નાગ પીઠ ભઈ ફૂલકી માલા, મત્ર જપે નવકાર, નવકારમંત્રની શકિતનાં આવાં અનેક દાખલાઓ પણ મળે છે. કદાચ કોઈ કહે કે, આ દાખલાઓ તે જુનાં છે અને નવા દાખલાઓ આની વિરુદ્ધના પણ મળે છે. પરંતુ આ વિષે હું મારા અનુભવની વાત કહું છું કે, હું નાનપણમાં ભૂતપ્રેત આદિથી બહું ભય પામતે હતા પણ જ્યારથી નવકારમંત્રથી ભૂત ભાગી જાય છે એવી મારામાં દઢતા આવી ત્યારથી મારે ભૂતપ્રેતને ભય ઓછો થઈ ગયે. તમે પણ નવકારમંત્ર ઉપર દઢ વિશ્વાસ રાખે તે પછી ભૂતપ્રેત વગેરે કેાઈને ભય રહેવા ન પામે.
આ વિષે સાધ્વીઓ ઉપર વધારે જવાબદારી રહેલી છે. કારણ કે, સ્ત્રીઓનું આવવુંજવું તેમને ત્યાં વધારે હોય છે. સ્ત્રીઓને એવી ભાવના હેવી ન જોઈએ, તેમ તેમને એવી શિક્ષા પણ મળવી ન જોઈએ કે, આજે કાળી ચૌદશ છે એટલે આ મંત્ર જાપ કરવાથી આમ થશે અથવા આ મંત્રનો જાપ કરીશું તે આમ થશે,
કેટલાક લોકો સાધુ થઈને પણ આ પ્રકારની શિક્ષા આપે છે. એટલા જ માટે અનાથી મુનિ કહે છે કે, હે ! રાજા ! તું મહાનિર્ચન્વેના માર્ગે ચાલ. મહનિર્મના માર્ગ એક તે શ્રદ્ધારૂપે ચાલી શકાય છે અને બીજું સ્પર્શનારૂપે ચાલી શકાય છે. સ્પર્શનારૂપે તેમના માર્ગે ચાલી ન શકાય તે તે વાત જુદી છે પણ જે શ્રદ્ધારૂપે પણ ચાલતું નથી તે પતિતઃ થઈ જાય છે. શું તમે કોઈ નિર્ચન્થને જંત્ર-મંત્ર બતાવતા સાંભળ્યા જોયા છે ? સાચા નિર્ચ જંત્રમંત્રમાં પડતા નથી; તે પછી જંત્રમંત્રમાં પડવું એ કુશીના માર્ગે ચાલવા જેવું નથી શું? તમે પણ આ વાતને વિશ્વાસ રાખી કુશીના માર્ગે ન ચાલે પણ મહાનિર્ચના માર્ગે ચાલે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
કેમ . સુદર્શન ચરિત્ર-૬૩
કેવલી ભગવાનની વાણી અમેઘ હોય છે. સુદર્શન કેવલી ભગવાન દેને ઉપદેશ આપતાં કહેવા લાગ્યા કે, તમે મને અને હું તમને જોઈ રહ્યો છું પણ કેવળ ઉપરથી જ જોઈને અટકી ન જાઓ; પરંતુ અંદરથી એ જુઓ કે, તમે લેકે જેનો ઉત્સવ ઉજવી રહ્યા છો અને કોને જયકાર બોલી રહ્યા છે..
એક માણસ જે ઊંચે બેઠેલ છે તે જલ્દી અને દૂર જોઈ શકે છે પણ તેને આધાર તે નીચે જ હોય છે. જે તેને નીચેનો આધાર ન હોય તે તે ઉપરથી પડી જાય. આ જ પ્રમાણે તમે લેકે મારે જયકાર બોલે છે પણ મારી નીચે કેને પાય રહેલું છે તે જુઓ.
સુદર્શન મુનિના ઉપદેશને સાર, આખા જગતને એક કરવાની ભાવના છે. જો યુવકે તે કેવલ ત્રણ જ સમ્પ્રદાયને એક કરવા ચાહે છે પરંતુ અમે તે સકળ સંસારને એક કરવા ચાહિએ છીએ. શાસ્ત્રમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે, સમસ્ત છને પિતાના આત્માની સમાન માને, પણ આ કથનને વાસ્તવિક અર્થ શું છે તેને ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. જ્યારે બધા ને સમાન માનવાનું કહેવામાં આવ્યું છે તે પછી શું મનુષ્ય મનુષ્ય પણ એક થઈ શકે નહિ! શાસ્ત્ર એમ કહેતું નથી કે ક્રમ વિભાગને જમાડી