________________
૫૭૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
દા. શાસ્ત્ર તા કહે છે કે, પગની જગ્યાએ પગ રહેશે અને મસ્તકની જગ્યાએ મસ્તક રહેશે. શરીરને તા પગ, નાક, કાન, મસ્તક વગેરે બધાની આવશ્યકતા રહે છે છતાં પગ તેા પગની જગ્યાએ જ રહેશે અને મસ્તક, મસ્તકની જગ્યાએ જ રહેશે. બધાં અંગેાને સમાન માનવાને એ અર્થ નથી કે, પગ અને મસ્તકને એક કરી દે. બધાં અંગે યથાસ્થાને ભિન્ન તા રહેશે જ, પણું સાથે સાથે શરીર એક હાવાથી અભિન્ન પણ થઈ શકે છે. અંગની ષ્ટિએ તે ભિન્નતા છે પણ શરીરની દૃષ્ટિએ ` અભિન્નતા છે. આ પ્રકારના વિવેક રાખીને જો સુધાર કરવામાં આવશે તે તે ઠીક છે નહિ તેા સુધાર થવાને બદલે ઊલટા વિગ્રહ થશે. સુદન ભગવાન કહે છે કે, તમે આ શરીરને આદર આપી રહ્યા નથી પણ ગુણાને આદર આપી રહ્યા છે. અને તે ગુણા આત્માનાં છે; એટલા માટે જે આત્માનાં ગુણા છે એ આત્માને તમે ભૂલી ન જાએ.
સંસારમાં જે કાંઈ પ્રિય લાગે છે તે આત્માને માટે જ પ્રિય લાગે છે. તે એટલે સુધી કે પરમાત્મા પણ આત્માને માટે પ્રિય લાગે છે. એટલા માટે આત્માને ભૂલી ન જાઓ. કાલે કહ્યું હતું કે,
• દેખ સખી. યહ બ્રહ્ન બિરાજત, યાકી ગતિ સમ યાહી કે સેહે. ’
આત્મા જ બ્રહ્મ છે. એ વાતની સાક્ષી માટે ભગવતી સૂત્રનું પ્રમાણ આપું છું. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યાં કે, ‘હું ! ભગવન્! જીવનાં કેટલાં નામ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, હે ! ગૌતમ ! જીવનાં વિષ્ણુ, કર્તા, વિકર્તા, પારંગત આદિ અનેક નામે છે. એ બધાં નામેામાં ઉપાધિકૃત ભેો તે છે પરંતુ ઉપાધિ મટી જવાથી બધાં નામે એક જ છે.'
- આ પ્રમાણે આત્માને માટે એમ કહેવામાં આવ્યું છે કે, હે ! સખી! આ આત્મા જ બ્રહ્મ છે. એને બગાડ નહિ. કાઈ મંદિરના પત્થરને તેડવા લાગે તે એ દેવની અવજ્ઞા માનવામાં આવશે, પણ કાઈ દેવળની તેા રક્ષા કરે પણ દેવને બચાડે તે। શું એ દેવની અવજ્ઞા થઈ નહિ ગણાય ? આ શરીર દેવળ છે અને એ દેવળમાં રહેનાર આત્મા દેવ છે. આ વાત કેવળ જૈતાં જ કહેતા નથી પરંતુ વેદાન્તીએ પણ એમ જ કહે છે. તેઓ પણ એમ કહે છે કેઃ— દો વાહય પ્રોો, કોયો યઃ સનાતનઃ । त्यजेत् अज्ञाननिर्माल्यं, सोऽहंभावेन पूजयेत् ॥
આ દેહ તે આત્મદેવનું મદિર છે, જે તેની અંદર રહે છે. એ આત્મદેની અવજ્ઞા કરવી શું ઉચિત છે ? તમે આડકતરી રીતે તે ગમે તે કડ઼ા, પણ એ વિષે ઊઁડે વિચાર કરવામાં આવે તે જણાશે કે, આ દેહમાં રહેનાર દેવને જ દ્રો કરવામાં આવે છે. કેાઈ મૃત સ્ત્રીને ખરાબ દૃષ્ટિએ જોવામાં આવતી નથી. આ જ પ્રમાણે કાઈ મૃત શરીરને મારવામાં આવતું નથી. જે કાંઈ ખરાબ કામ કરવામાં આવે છે તે જીવિતની સાથે જ કરવામાં આવે છે. આ પ્રમાણે એ આત્મદેવને જ બગાડવાને–ભ્રષ્ટ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે.
જીવની દશા જીવને માટે જ શાભા આપે છે. એની દશા ફાઈ જડ પદામાં શાભા આપી શકે નહિ. એ જીવ એકમાં તે એક છે અને અનેકમાં અને છે. આ વાત સાધારણ રીતે સમજમાં આવી શકશે નિહ પણ કાઈ : મહાપુરુષના શરણે જઈ સમજવામાં આવે તે સમજમાં આવી શકે!!