________________
શુદ ૬] રાજકેટ ચાતુર્માસ
[ ૪૦૧ અમારી ઉપર જ છે. જે અમે સાધુઓ પવિત્ર સ્પીએ તે દુનિયાના બધાં પાયે ભસ્મીભૂત થઈ જાય. જે અમે સાધુઓ પિતાનામાં છુપાઈ રહેલાં પાપેમે રહેવા ન દઈએ તે પિતે પવિત્ર થઈ જઈએ અને બીજાને પણ પવિત્ર કરી શકીએ.
જે પ્રમાણે સફેદ ચાદરમાં પડેલ કાળા ડાંધ આંખને ખૂંચે છે તે જ પ્રમાણે સાધુઓ સનાતામાંથી નીકળી પાછા અનાથામાં પડે છે એ મહાપુરુષોને ખૂચે છે.
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન ! હવે હું તને એક જુદા પ્રકારની અનાથતા સંભળાવું છું તે તું એકાગ્ર અને નિશ્ચલ ચિત્તે સાંભળ:–
અનાથી મુનિએ આ પ્રમાણે રાજા શ્રેણિકને કહીં એક મહાન સિદ્ધાન્તની સૂચના કરી છે. એ સિદ્ધાન્ત-તત્વને ધ્યાનમાં લેવાની ખાસ આવશ્યક્તા છે.
લેકે કહે છે કે, અમે આટલે ઉપદેશ સાંભળીએ છીએ છતાં પણ અમને જ્ઞાન કેમ થતું નથી ! પણ ઉપદેશ સાંભળવામાં પણ ચિત્તને એકાગ્ર અને નિશ્ચલ રાખવું પડે છે. પરંતુ મન એકાગ્ર ન હોવાને કારણે ઉપદેશ શ્રવણનું ફળ મળતું નથી.
યોગી–મુનિઓનું ચિત્ત એકાગ્ર હોય છે. યોગશાસ્ત્રમાં ક્ષિપ્ર, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરોધ એમ ચિત્તની પાંચ વૃત્તિઓ બતાવવામાં આવેલ છે. આ પાંચ વૃત્તિઓનું વિવેચન કરવા માટે સમય જોઈએ પણ અત્યારે એ વિષે બહુ વિસ્તારથી ન કહેતાં સંક્ષેપમાં જે કહું છું
મનમાં રાગદ્વેષને વધારનારી જે રજોગુણથી યુક્ત વૃત્તિ હોય છે અર્થાત મને જ્યારે રાગદ્વેષવર્ધક રજોગુણમાં જ આનંદ માને છે ત્યારે મનની વૃત્તિ ક્ષિક હોય છે.
જે વૃત્તિ તમે ગુણ પ્રધાન છે તે મૂઢ વૃત્તિ છે. માદક પદાર્થોના સેવનમાં આનદ માન તે મૂઢ વૃત્તિ છે. કેટલાક લોકો ચિત્તને નિશ્ચલ કરવા માટે અફણ, ભાંગ-ગાંજા વગેરે માદક પદાર્થોનું સેવન કરે છે. આ પ્રમાણે તામસિક પદાર્થોના સેવાર ચિત્તને નિશ્વલ બનાવવું એ મૂઢ વૃત્તિ છે.
શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે ઇન્દ્રિના વિષયોમાં આનંદ માને એ ચિત્તની વિક્ષિપ્ત વૃત્તિ છે. શાસ્ત્ર કહે છે કે આ ત્રણે વૃત્તિઓ પછીની જે એકાગ્ર વૃત્તિ છે તે એકાગ્રવૃત્તિઓ ધર્મશ્રવણ કરવાથી શસ્ત્ર સંમજવામાં આવે છે.
આ એકાગ્ર વૃત્તિ જ યોગીની વૃત્તિ છે અને આ જ વૃત્તિમાં યોગ હોય છે. જ્યાં સુધી ચિત્ત એકાગ્ર થતું નથી ત્યાંસુધી શાસ્ત્રની વાત સમજવામાં આવતી નથી.
તમે અહીં શાસ્ત્રશ્રવણ કરવા માટે આવ્યા છતાં જો તમે રાગદ્વેષમાં પડે કે રૂપ, રસ, ગંધ, આદિની ઈછામાં પડો અથવી નિદ્રા લે છે તે તમારું ચિત્ત ક્ષિપ્ત, વિક્ષિત કે મૂઢ વૃત્તિમાં જ રહ્યું અને એ દિશામાં શાસ્ત્રશ્રવણ કરવા છતાં તમને જ્ઞાન કેવી રીતે થઈ શકે ? શાસ્ત્રની વાત સાંભળી જ્ઞાન છે ત્યારે જ થઈ શકે કે જ્યારે ચિત્ત એકાગ્ર હોય. કદાચિત શ્રેતાઓનું ચિત્ત એકાગ્ર હોય કે ન હોય પણ શાસ્ત્ર સંભળાવનાર વતાનું ચિત્ત તે એકત્ર હેવું જ જોઈએ. આજ કાલ અમારે સાધુઓ ઉપર પણ તમારી સિસ, મૂઢ અને વિક્ષિપ્ત ચિત્તવૃત્તિની અસર પડી રહી છે. અમને પણ એમ કહેવામાં આવે છે કે, ન્માન પ્રમાણે બોલવું–ચાલવું. પણ જે અમે જમાનાને જોઈ તમને ખુશ કરવા માટે સત્યને દબાવી રાખીએ તે તે અમે પણ પહેલી ત્રણ ચિત્તવૃત્તિઓમાં જ રહ્યા. અમારી ચિત્તવૃત્તિ પણ એકાગ્ર થઈ ન કહેવાય. અમારે સાધુઓએ તો ચિત્તને એકાગ્ર રાખી સત્ય હકીકત જ પ્રગટ કરવી જોઈએ.