________________
=
૪૦૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
આ મારી ચાલાકી કાઈ ન જાણે તે તમારી શક્તિ જાણું. આ જ પ્રમાણે પરસ્ત્રીસેવનનું કઈ પાપ કરે અને એમ કહે કે, જે મારું પાપ પ્રકટ ન થાય અને દુનિયામાં હું સારે કહેવાઉં તે હું પરમાત્માની શક્તિ જાણું ! આ પ્રમાણે પિતે ઉન્માર્ગે ચાલે અને પછી પરમાત્માના નામને પણ કામક્રોધાદિના પ્રવાહમાં ઘસેડે છે તે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી, પરમાત્માના કેવળ નામનું અવલંબન લઈ બહાર નીકળી શકતા નથી. પરંતુ જે પરમાત્માના માર્ગે ચાલે છે તે માણસ પરમાત્માના નામનું અવલંબન લઈ અવશ્ય કામક્રોધાદિના પ્રવાહમાંથી બહાર નીકળી ભવપાર જઈ શકે છે.
- જે લોકો પરમાત્મા પાસે કામ, ક્રોધ, લોભની આશા કરે છે તેમની આશા પૂરી થાય એ સારું કે ખરાબ ? તમે એમ જ કહેશે કે એવા માણસની આશા પૂરી ન થાય એ જે સારું છે પણ આ વાત ઉપર દઢ રહેવું મુશ્કેલ છે. જે તમે આ વાતને હૃદયપૂર્વક સ્વીકારે છો, તે પરમાત્મા પ્રતિ એવી પ્રાર્થના કરે કે, “ હે! પ્રભો ! ધૂર્ત લેકોની આશા પૂરી ન થાય એ જ સારું છે અને જેઓ સાચા ભક્ત છે અને જેઓ કામક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જવા ચાહે છે તેમની આશા પૂરી થાય એ સારું છે.” - આ તે તમારા લોકોની વાત થઈ પણ અમે સાધુઓએ પણ કેવળ વેશમાં જ રહેવું ન જોઈએ. એમ થવું ન જોઈએ કે અમે કેવળ વેશ ધારણ કરી લોકોને નમાવવામાં જ રહીએ. અમારે ઉણ આત્મોદ્ધાર વિષે વિચાર કરવો જોઈએ. જે અમે કેવળ વેશ ધારણ કરી લોકોને નમાવવામાં જ રહીએ અને આત્મોદ્ધાર ન કરીએ તે અમારા માટે અનાથી મુનિ શું કહે છે તે જુઓ – અનાથી મનિને અધિકાર–૪૩
અનાથી મુનિ કહે છે કે, “હે! રાજન! કેટલાક માણસે ગૃહસંસાર છોડીને અને સંયમ લઈને પણ અનાથતામાં પડી જાય છે.” સંયમ લઈને પણ અનાથતામાં કેવી રીતે પડે છે અને પછી તેમની સ્થિતિ ફેવી ખરાબ થાય છે તે જુઓ –
इमा हु अण्णा वि अणाहया निवा, तमेगचित्तो निहुओ सुणेहि मे ।
नियंधम्म लहिया णिवो जहा, सोयन्ति एगे बहु कायरा नरा ॥३८॥ , , “હે ! રાજન ! એક અનાથતા બીજા પ્રકારની પણ છે તે તમે શાન્ત ચિત્તે સાંભળો. સનાથ બનાવનાર નિર્ચન્વધર્મને પ્રાપ્ત કરીને પણ ઘણું કાયર મનુષ્ય પતિત થઈ જાય છે અને નિગ્રંથપણામાં દુઃખ પામે છે.”
કેટલાક લોકો તે એમ કહે છે કે, અમે ગુરુઓ છીએ એટલે અમે જે કાંઈ કરીએ તે જ ઠીક છે પણ અનાથી મુનિ એમ કહેતા નથી. પણ તેઓ તે એમ કહે છે કે “કેટલાક સાધુઓ કાયર થઈને અનાથ બન્યા રહે છે અને નિર્ચન્થપણુમાં દુ:ખ પામે છે.”
અનાથી મુનિદ્વારા કરવામાં આવેલી આ ટીકાથી સંભવ છે કે, કેટલાક સાધુ-સાધ્વીઓ નારાજ, પણ થાય પણ જે વાત શાસ્ત્રમાં આવી છે તે વાત તે કહેવી જ પડે છે. જ્યારે બીજાની ટીકા કરવામાં આવે છે તે પોતાની ટીકાથી શા માટે ડરવું? આ ટીકા સાંભળીને સાધુએાએ તે એમ સમજવું જોઈએ કે, સંસારમાં જે પાપ થાય છે તેની જવાબદારી