________________
શુદ ૫] રાજકોટ–ચાતુર્માસ
[૧૯ કામગ કી લાલસાજી, થિરતા ને ધરે મન,
પિણ તુમ ભજન પ્રતાપથી, દાઝે દુમિત વન, પ્રભુ હે! પ્રભો ! જ્યારે કામ, ક્રોધ, લોભ, મેહ, મદ મત્સરની ધારા વહે છે ત્યારે એના પ્રવાહમાં નિર્બલ પ્રાણીઓ તણાઈ જાય છે. તેમને એ પ્રવાહમાંથી પાર જવું મુશ્કેલ જણાય છે. જે પ્રમાણે પાણીના પ્રવાહમાં પગ લપસી જવાથી તે માણસ પ્રવાહમાં તણાઈ જાય છે અને પછી તેને પત્તો લાગ કઠીન જણાય છે; તે જ પ્રમાણે કામ, ક્રોધ આદિના પ્રવાહમાં તણાઈ જનાર પ્રાણીઓને પત્તો મેળવો મુશ્કેલ થઈ પડે છે. અને એ કારણે તે પ્રાણીઓની દશા દયાપાત્ર બની જાય છે. તેમની દયનીય દશા જોઈ કોનું હૃદય દ્રવિત નહિ બને? પાણીના પ્રવાહમાં તણાતાં લેકિને જોઈ
ક્યા દયાળુનું હૃદય દ્રવિત નહિ થાય અને યથાશક્તિ પ્રમાણે તેમને બચાવવા પ્રયતન નહિ કરે? આ જ પ્રમાણે જ્ઞાનીજનોને પણ કામ-ક્રોધના પ્રવાહમાં તણાતાં લેકોને જેઈ કરુણા આવે છે અને તેઓ કહે છે કે, “હે ! પ્રભો! તારા જેવા ત્રિભુવનનાથ હોવા છતાં પણ આ લેકો તારા શરણે ન આવતાં, કામ, ક્રોધાદિના પ્રવાહમાં શા માટે તણાઈ જાય છે?” આ પ્રમાણે જ્ઞાનીજને કામ-ક્રોધાદિના પ્રવાહમાં તણુતાં પ્રાણીઓ પ્રત્યે કરૂણ ભાવ બતાવે છે. તેઓ બધા પ્રાણીઓને આત્મતુલ્ય માને છે, અને તેમને કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી બચાવવાનો પ્રયત્ન પણ કરે છે. તેઓ કહે છે કે, જો કે કામ-ક્રોધાદિને પ્રવાહ કાંઈ ઓછા નથી પણ એથી કાંઈ ગભરાઈ જવાની જરૂર નથી. આ પ્રવાહમાંથી અનેક લેકે અવલંબન લઈ બહાર નીકળી પણ શક્યા છે. આ જ પ્રમાણે કામ ક્રોધાદિના પ્રવાહમાંથી બચવા માટે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેવામાં આવે તે કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકાય છે.
જે તમે એમ માનતા છે કે, પરમાત્માની પ્રાર્થનાના અવલંબનથી કામ-ક્રોધાદિના પ્રવાહમાંથી નીકળી ભવપાર જઈ શકશે, તે પરમાત્માની ભક્તિને જીવનમાં વણે. અહીં તે ભક્તિનો કેવળ ઉપદેશ આપવામાં આવે છે પણ એના વ્યવહાર તે સંસારનાં કામકારા જ થઈ શકે છે. અહીં તે પરમાત્માની ભક્તિ બતાવો અને બહાર જઈ પરમાત્માને ભૂલી જાઓ અને એમ સમજવા લાગો કે, અમે ગમે તે કરીએ તેને અહીં કે| જુએ છે ! પણ આમ ટૅગ કરવો એ તે અવલંબનને છોડી દઈ કામક્રોધાદિના પ્રવાહમાં તણાઈ જવા જેવું છે. એટલા માટે જ્યારે તમારા ભક્તિમાર્ગની વચ્ચે કામ, ક્રોધ, લોભ, મેહને પ્રવાહ આડે આવે ત્યારે જે તે વખતે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લેશો તે પ્રવાહમાંથી નીકળી સામે પાર જઈ શકશો.
મતલબ કે, ભક્તએ કામ-ક્રોધાદિને વિકાર માન્યા છે અને એ વિકારે ઉપર વિજય મેળવવા માટે જ પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લીધું છે. તમે પણ કામ-ક્રોધાદિ વિકારને જીતવા માટે પરમાત્માની પ્રાર્થનાનું અવલંબન લે; અને પરમાત્માને ભૂલી ન જાઓ, આ પ્રમાણે પરમાત્માના નામનું અવલંબન લેશે તે કામક્રોધાદિના પ્રવાહમાંથી પાર જઈ શકશે. પણ એમ થવું ન જોઈએ કે પરમાત્માના નામને કામક્રોધાદિના પ્રવાહમાં ડુબાડી દે.
જેમકે, તમે જે ખોટો દાવો કરે અને પરમાત્માને કહે કે આ ખોટા દાવામાં હું જીવું તે તમારી શક્તિ જાણું. કેઈને બેટે માલ આપીને પરમાત્માને એવી પ્રાર્થના કરે