________________
વદ ૧૧ ]
રાજકેટ-ચાતુર્માસ
[ ૫૭
છે. જે કામ તમારા મોટા મોટા સેનાપતિને પણ જીતી લે છે એ કામને જીતનાર તે વીરને પણ વીર છે. આ વાત તે બાળકથી પણ સમજાય એવી છે તે પછી તમે મારા ગુરુને કાયર કેમ કહો છે !'
ચેલના રાણીદ્વારા ગુરુમહાઓ સાંભળી રાજા શ્રેણિકે વિચાર કર્યો કે, આ એમ માનશે નહિ. માટે કોઈ વેશ્યાને એ સાધુ પાસે મોકલી ભ્રષ્ટ કરાવું તે જ તે માનશે ! આ પ્રમાણે વિચાર કરી તેણે ચેતનાને કહ્યું કે, ઠીક છે. ચેલના રાણી, રાજાને અભિપ્રાય સમજી ગઈ કે, રાજા જરૂર મારા ગુરુની પરીક્ષા લેશે; પણ તેને વિશ્વાસ હતો કે, પરીક્ષાનું પરિણામ સારું જ આવશે. એટલે તેણી બૈર્ય ધારણ કરી પરમાત્માની પ્રાર્થના કરવા લાગી કે, “હે પ્રભો ! મારી અને મારા ગુરુની લાજ રાખવી એ તારા હાથમાં છે ! હું તારા શરણે આવેલ છું, શરણાગતની રક્ષા કરજે” આ પ્રમાણે પ્રાર્થના કરી તે ધર્મધ્યાન કરવા બેસી ગઈ
રાજાએ એક વેશ્યાને બોલાવીને કહ્યું કે, “તું પિલા સાધુના સ્થાને જઈ તેને કોઈ પણ ઉપાયે ભ્રષ્ટ કરી પાછી અહીં આવ; જે તું મારું કામ પાર પાડીશ તે તું જે માંગીશ તે ઈનામમાં આપીશ'. વેશ્યા તે રાજાનું મફત જ કામ કરવા તૈયાર જ હતી, તેમ છતાં રાજાની સહાયતા અને ઈનામ મળવાની આશા મળતાં સાધુની પાસે જવા તેણે તરત જ હા પાડી. તે શંગાર સજી અને કામોત્તેજક બીજો સામાન લઈ સાધુના સ્થાને ગઈ. સાધુએ એ સ્ત્રીને જોતાં જ કહ્યું કે, “ખબરદાર ! રાત્રીના સમયે અમારા સ્થાને સ્ત્રીઓ આવી શકતી નથી. આ કોઈ ગૃહસ્થનું મકાન નથી, અહીં તે સાધુઓ રહે છે !” વેશ્યાએ કહ્યું કે, મહારાજ! “આપની વાત સાચી છે, પણ આપનું કહ્યું તે જ માની શકે કે, જે આપની આજ્ઞા માથે ચડાવતી હોય; પણ હું તો કોઈ બીજા જ કારણસર અત્રે આવી છું. હું આપને કોઈ પ્રકારનું કષ્ટ આપવા આવી નથી પણ આપનું મનોરંજન કરવા અને આનંદ આપવા માટે આવી છું.' આમ કહેતી તે વેશ્યા સાધના સ્થાનમાં ઘુસી ગઈ. સાધુ સમજી ગયા કે, મને ભ્રષ્ટ કરવાની બુદ્ધિએ આ આવી છે ! જો કે, હું મારા શીલવ્રત ઉપર દઢ છું પણ જ્યારે તે બહાર નીકળશે અને એમ કહેશે કે, “હું સાધુના શીલવતનો ભંગ કરીને આવી છું ત્યારે મારું કહ્યું કોણ સાંભળશે ?”
ચેલનાએ એ પહેલાંથી જાણી લીધું હતું કે, આ સાધુ લબ્ધિધારી છે, માટે કોઈ જાતને વાંધો આવશે નહિ !
મહાત્માએ તે વખતે પિતાની લબ્ધિદ્વારા વિકરાળ રૂપ ધારણ કર્યું. આ જોઈને વેશ્યા ગભરાઈ અને મહાત્માને કહેવા લાગી કે, “મહારાજ ! ક્ષમા કરે, મને નષ્ટ ન કરે ! મને તે શ્રેણિક રાજાએ મોકલી છે એટલે આવી છું. હું તો અહીંથી હમણાં જ ભાગી જાત, પણ શું કરું ! બહાર તાળું દીધેલ છે એટલે બહાર કેવી રીતે જઈ શકું? આપ મારી ઉપર દયા કરે !
તે મહાત્માએ પિતાનો વેશ જ બીજો બદલાવી લીધા હતા. શાસ્ત્રમાં કારણવશાત વેશપરિવર્તન કરવાનું કહેલ છે. સાધુલિંગને બદલવાનું શાસ્ત્રમાં અપવાદરૂપે બતાવવામાં