________________
૫૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
રાજા શ્રેણિકને મહાનિન્થની પાસેથી અન્તે સમક્તિ રત્ન મળ્યું હતું. એટલા જ માટે તેણે વ્રત–પ્રત્યાખ્યાન ન કરવા છતાં ભવિષ્યમાં પદ્મનાથ તીર્થંકર થશે. જો કે તે ચાહતા હતા કે, ‘હું ધક્રિયા કરું' પણ તે કરી ન શક્યા!
તમે લેકે જે ધક્રિયા કરેા છે તે જો દૃઢ શ્રદ્દા રાખી તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક કરવામાં આવે તે બહુ જ લાભદાયક નીવડે, પણ શ્રદ્ધાપૂર્વક જો ધમક્રિયા કરવામાં ન આવે તે! તે આંકડા વિનાનાં મીડાં જેવી નિરર્થક નીવડે છે! માટે કષાયાને પાતળાં પાડી અન્તરાત્મામાં જાગ્રતિ લાવે અને ધર્મક્રિયા કરાતા આનંદ અને કલ્યાણ જ છે. જો કે શ્રેણિક ધર્મક્રિયા કરી ન શકયા પણ તે ધર્મતત્ત્વના જિજ્ઞાસુ તા હતા. તેની રાણી ચેલના ચેડા રાજાની પુત્રી હતી. ચેડા રત્નને સાત પુત્રી હતી અને સાતેય સતી હતી. ચેલનાની રગેરગમાં ધર્મ ભાવનાને પ્રવાહ વહેતો હતો. રાજા શ્રેણિકને ધર્મીમાં દ કરવા માટે ચેલના રાણી પ્રયત્ન કરતી હતી. “ મારા પતિ સમષ્ટિ અને ધાર્મિક અને અને હું એક ધર્માત્મા રાજાની પત્ની કહેવાઉં ” એવી ઉન્નત ભાવના તે ભાવતી હતી. જ્યારે શ્રેણિક રાજા એમ ચાહતા હતા કે, “ આ રાણી ધર્માંના ઢાંગ છેડી મારી સાથે મોજમઝા કરે તે કેવું સારું' !
.
,,
આ પ્રમાણે બન્ને જણા એક બીજા ઉપર પેાતાની ઇચ્છાનુસાર પ્રભાવ પાડવા ચાહતા હતા. રાજા શ્રેણિક, રાણી ચેલનામાં ધર્મભાવના કેવી છે તેની મીઠી પરીક્ષા હમેશાં કર્યાં કરતા, પણ ચેલના રાણી પેાતાની ધર્મભાવનાના પિરચય આપી તેના ઉપર ધર્મના પ્રભાવ પાડવા પ્રયત્ન કરતી. આ પ્રમાણે બન્ને જણા એક બીજાની પરીક્ષા લેતા હતા. બીજા ઉપર ધર્મના પ્રભાવ પાડવા માટે નમ્રતા અને સરલતાની બહુ જરૂર રહે છે. બળજબરીથી ધર્મા પ્રભાવ પડી શકતા નથી એટલા માટે પેાતાનું જીવન જ એવું ધાર્મિક બનાવવું પડે છે કે જેથી પોતાની ધાર્મિકતાના પ્રભાવ બીજા ઉપર પડે.
ધર્મની પરીક્ષા કરતાં કરતાં એક દિવસ રાજા શ્રેણિક હઠ ઉપર આવી ગયા ! એક વાર તેણે એક મહાત્માને મહેલની પાસેથી નીકળતા જોયા ત્યારે ચેલનાને ખેલાવી કહેવા લાગ્યા, કે, “જો, આ તારા ગુરુ નીચી નજર કરી ચાલ્યા જાય છે ! કાઈ તેને મારે છે તાપણુ કાંઈ કરી શકતા નથી ! જો કે મારા રાજ્યમાં એવા કાયદા છે કે, કોઈ કોઈ ને કષ્ટ આપે નહિ પણ આને તે કોઈ મારે છે તેા સામે મારતા નથી અને કરિયાદ પણ કરતા નથી એવા તે કાયર છે. આવા કાયર ગુરુ હાવાથી તારામાં પણ કાયરતા જ આવશે. આપણા ગુરુ તા વીર હાવા જોઈએ કારણ કે આપણે વીર છીએ, એટલા માટે ઢાલ-તલવાર બાંધનાર અને ઘેાડા ઉપર એસી કરનાર એવા આપણા ગુરુ હેવા જોઈ એ. '
..
ચેલના રાણીથી ગુરુનું અપમાન સહેવાયું નહિ. તેણીએ રાજાને કહ્યું કે, ‘“મહારાજ ! આપ કહેા છે. તેવા મારા ગુરુ કાયર નથી પણ વીર છે. હું કાયર ગુરુની શિષ્યા નથી. મારા ગુરુની વીરતા આગળ તમારા જેવા સા વીરે। પણ ટકી શકે નિહ ! તમારા મોટામાં મેાટા સેનાપતિઓ કે જેમના ઉપર કામે વિજય મેળવ્યેા છે એ વિજયી કામને પણ મારા ગુરુ જીતી લે છે. જે દસ લાખ સુભટા ઉપર વિજય મેળવે છે, તે વિજયી સેનાપતિને જીતનાર કામ ઉપર વિજય મેળવવા એ કાંઈ ઓછી વીરતા છે! મારા ગુરુ કામવિજયી