________________
પ૩૬ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
. - આસો મહાત્મા લેકે પવિત્ર હોય છે. તેઓ આવા કપટને જાણતા નથી; પણ જેમને આત્મા બલવાન હોય છે તેઓ ક્યાંય પણ ઠગાતા નથી. જે તેમને ઠગવા ચાહે છે. તે પોતે ભલે ઠગાઈ જાય; પણ તે મહાત્માઓ ઠગાતા નથી.
વેશ્યાનું કપટ ન જાણતાં મહાત્મા સુદર્શન તેના ઘેર ભિક્ષાર્થે ગયા; પણ જેવા તે ઘરમાં ગયા કે તરત જ પાછળથી ઘરનાં દ્વાર બંધ થઈ ગયાં. દ્વાર બંધ થઈ જવાથી મહાત્મા સમજી ગયા કે, અહીં ક્લટ છે, પણ તેઓ ગભરાયા નહિ, કિન્તુ ત્યાં યોગ્ય સ્થાન જોઈ ધ્યાનમાં એવી રીતે બેસી ગયા કે જાણે તેમણે ઈશ્વરભજનનું કવચ પહેર્યું હોય અને એ કારણે તેમને કોઈ પ્રકારને ભય રહ્યો ન હોય! મુનિને આ પ્રમાણે ધ્યાનારૂઢ થએલા જઈ વેશ્યા કહેવા લાગી કે, “ઠીક છે, તેમનું ધ્યાન ત્યાંસુધી જ સુરક્ષિત છે જ્યાં સુધી મેં મારું ચરિત્ર બતાવ્યું નથી. જ્યારે હું મારું ચરિત્ર બતાવીશ, ત્યારે ન જાણે તેમનું ધ્યાન ક્યાંય ચાલ્યું જશે.” આ પ્રમાણે વિચાર કરી તે શ્રૃંગાર સજી ગાવા-બજાવવાને સામાન લઈ મહાત્માનું ધ્યાન ચલિત કરવા પ્રયત્ન કરવા લાગી. તે નાચરંગ-હાવભાવ દ્વારા એવો પ્રયત્ન કરતી હતી કે જે પ્રયત્ન દ્વારા દેવતા પણ ડગી જાય. સમુદ્રને તરે, વિષને પચાવવું અને શસ્ત્રને આઘાત સહેવો તે સરલ કહી શકાય, પણ સ્ત્રીઓના ચંચલ નેત્રથી બચવું બહુ જ મુશ્કેલ છે. એક યોગીને માટે સાંભળ્યું છે કે, તે ૨૦ તેલા વિષ ખાઈને પચાવી ગયો અને દાક્તરો તે જોતા જ રહી ગયા. આ જ પ્રમાણે મેટરને રોકનાર, પત્થરને તેડનાર એવા યોગીઓ તો ઘણું જોવામાં આવ્યા હશે, પરંતુ એવા લેકે બહુ જ ઓછા જોવામાં આવ્યા હશે કે, જે હરિણી જેવી વેશ્યાના ચરિત્રથી પણ ડગ્યા ન હોય અને જેમ જેમ તે પિતાનું ચરિત્ર બતાવતી જાય તેમ તેમ ધ્યાન વધતું જાય !
હરિણી નાચરંગ બતાવતી થાકી ગઈ પણ મહાત્મા ધ્યાનથી વિચલિત ન થયા. ત્યારે હરિણી પંડિતાને કહેવા લાગી કે, આ તે જાણે પત્થર જેવો છે? પંડિતાએ કહ્યું કે, “મે તે એના વિષે પહેલેથી જ કહ્યું હતું. એ તે તમે જ કહેતા હતા કે, એ રાણી હતી પણ હું તે વેશ્યા છું એટલે એને હું વિચલિત કરીશ.” વેશ્યાએ કહ્યું કે, ઠીક છે. આ હજી અહીં જ બેઠો છે તે શું થયું પણ કડકડતી ભૂખ લાગશે ત્યારે તે ગભરાશે અને તે સમયે મારું કહ્યું માનશે જ. - સર આ પ્રમાણે વિચાર કરી વેશ્યા ભજન કરી પાછી મહાત્માને વિચલિત કરવાનો પ્રયત્ન કરવા લાગી. તે મહાત્માને કહેવા લાગી કે, આગળ જે થવાનું હશે તે તે આગળ જોવાઈ જશે, પણ આ ષસ ભજન જે તૈયાર છે તેનું આપ ભજન કરે. . . . . . - જે વેશ્યાનું કહેવું માની મુનિ ભજન કરી લેતા તે તે તેઓ પતિત થઈ જાત; પણ તે મહાત્મા પરમાત્માના ધ્યાનમાં એવા બેઠા હતા કે તેમને ભોજન કરવાનો ખ્યાલ જ ન હતે. આજને સંસાર ખાવાના લેભથી જ ડૂબ્યો છે. જોકે સુધારો કરવા માટે કહે છે કે,
અમારે આ સુધાર કરે છે પણ તેમને એ પ્રશ્ન પૂછો કે, તેઓએ પિતાની જીભને પણ વશમાં કરેલ છે ? જીભને વશ ન કરવાને કારણે ભલે ગમે તે થાય પણ અમારે તે લાડવાઓ જોઈએ એ કામ તે થઈ જાય છે. તે મહાત્મા આવ્યા હતા તે ભજનને જ માટે પણ તેમને પહેલાં ધર્મનું પાલન કરવું હતું. ભેજનને માટે ધર્મને જવા દેવા ચાહતા ન હતા.