________________
શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ
[ ૫૩૫ સુદર્શન મુનિ ધ્યાનમાં તલ્લીન રહેતા હતા. તેઓ શહેરની બહાર જ ઉતરતા હતા. શહેરમાં તે કેવળ ભિક્ષાને માટે જ આવતા હતા. પંડિતાએ મુનિને આવતા જોયા અને વિસ્થાને ભરમાવી. એટલા જ માટે એમ કહ્યું છે કે –
સુરંગ: સર્વથા ચાક વીમોષોમમોદણતિનારઃ સર્વના: कारणत्वात् तरङ्गाइताऽपि मे संगात समुद्रायन्ति ।
જે તરંગ જેવડે પણ ક્રોધ, માન, કામ, લોભ, મેહ કે સ્મૃતિનાશ હોય તે તે દુરસંગથી સમુદ્ર જેવડો થઈ જાય છે. જે પ્રમાણે એક ચીનગારીથી ભયંકર આગ ફાટી નીકળે છે તે જ પ્રમાણે કુસંગથી ક્રોધાદિ વધવા પામે છે. હરિણી વેશ્યા હતી. તેનામાં જે દુર્ગણે હતાં તે સાધુસંતને કાંઈ પતિત કરવા માટે નહિ પણ પૈસા કમાવવા માટે જ હતાં; પૂરતુ પંડિતાની સંગતિથી તેના તરંગ જેવા દુર્ગુણો પણ સમુદ્ર જેવડાં થઈ ગયાં. એટલા માટે કુસંગ સર્વથા ત્યાજ્ય છે. આ વાતને ભક્તજનો મેંઢું ફાડીને વારંવાર કહે છે કે –
તજે રે મન પ્રભુ વિમુખનકે સંગ; જિનકે સંગ તે કુમતિ ઊપજે હેત ભજનમેં ભંગ. તજે. કાગહિ કાહ કપૂર ચુગાયે મરકટ ભૂષણ અંગ;
દૂધ પિલાયે હેત કાહ રે વિષ નહીં તજત ભુજંગ, તજે ભત લે કહે છે કે “જે તમે ભગવાનની ભકિતના રસિક છો તે દુર્સગને સર્વથા ત્યાગ કરે.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-વારંવાલે કુણાવાળા
અર્થાત-જે લેકે સમક્તિથી ભ્રષ્ટ થયા છે અને બીજા દર્શનમાં પડી ગયા છે તેમના સંગનો ત્યાગ કરે; નહિ તે તમારા ગુણો પણ ભ્રષ્ટ થઈ જશે; જેમકે હરિણીમાં સાધુને પતિત કરવાની ભાવના ન હતી પણ પંડિતાના સંગને કારણે તે એવું દુષ્કૃત્ય કરવાને માટે પણ તૈયાર થઈ ગઈ.
પંડિતાએ હરિણીને ખૂબ જેશ આપ્યો એટલે તે કહેવા લાગી કે, “હું વેશ્યા છું એટલે એને પતિત કરે એ શું મારે માટે મુશ્કેલ કામ છે? હું એને પતિત કરું તે જ મારું નામ હરિણી.” આ પ્રમાણે નિશ્ચય કરી હરિણી વિચારવા લાગી કે, સાધુને મારે ઘેર કેવી રીતે લાવવા? સાધુ લેકે વેશ્યાને ત્યાં ગોચરી આવતા નથી અને આ સાધુ તે નગરની બહાર રહે છે. એટલા માટે તેને ઘેર કેવી રીતે લાવવા! કારણ કે તેને ઘેર તેડી લાવ્યા વિના ઈચ્છિત કામ પાર પડી શકે એમ નથી. આખરે તેણીએ એક ઉપાય શોધી કાઢયો. તે શ્રાવિકા બની, તેણીએ શ્રાવિકા જેવો બાહ્ય દેખાવ કરે પણ શીખી લીધે. શ્રાવિકાનો ઢંગ કરી હરિણી,
જ્યારે મુનિ ગોચરી માટે બહાર નીકળ્યા ત્યારે તેમની સામે આવી, બે હાથ જોડી કહેવા લાગી કે, “આજે મારા સદભાગ્ય છે કે આપના દર્શન થયા. હવે આપ મારે ત્યાં ગોચરી માટે પધારે. મારે એ નિયમ છે કે, મહાત્માઓના દર્શન થયા બાદ તેમને દાન આપ્યા વિના ખાવું નહિ. એટલા માટે આપ મારે ત્યાં પધારે. આપના થેડા કષ્ટથી હું તરી જઈશ. કઈ મારા ઘરને વેશ્યાનું ઘર કહે તો પણ તમે તેનું ન માનશે. હું પહેલાં વસ્યા હતી પરંતુ હવે હું વેશ્યા નથી પણ શ્રાવિકા છું.”