________________
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ શ્રાવણ વદી ૩ બુધવાર
પ્રાર્થના મહિલ જિન બાલ બ્રહ્મચારી, “કુંભ' પિતા પરભાવતી’ મૈયા
તિનકી કુમારી, મહિલ જિન બાલ બ્રહાચારી. શ્રી મલિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનામાં વિવિધ પ્રકારના ભાવે ભરેલાં છે. જે સમયે જે ભાવો ઉપર દષ્ટિપાત કરવામાં આવે છે તે સમયે તે ભાવ હૃદયમાં આવી પ્રકાશ આપે છે. આ ઉપરથી એમ વિચારવું જોઈએ કે, જ્યારે મારી દષ્ટિ જે ભાવ ઉપર પડે છે ત્યારે તે ભાવને પ્રકાશ મારા હૃદયમાં ફેલાય છે, તે પરમાત્માની પ્રાર્થનામાં એવાં કેટલાં બધાં પ્રકાશ આપનારાં ભાવે ભરેલાં હશે ! હીરાના એક કિરણના પ્રકાશથી જ્યારે એક પદાર્થ પ્રકાશિત થાય છે ત્યારે હીરામાં બધાં કિરણોનો કેટલો બધે પ્રકાશ હે જોઈએ ! આ જ પ્રમાણે જ્યારે એક ભાવ ઉપર દષ્ટિપાત કરવાથી તે ભાવ હૃદયમાં પ્રકાશ આપવા લાગે છે તે પછી આત્મામાં કેટલાં ભાવો હોવા જોઈએ ! કયો ભાવ હૃદયમાં આવે છે અને બધાં ભાવેને પ્રકાશ કેમ મળતું નથી એ વાત ક્ષાયક ભાવ સાથે સંબંધ ધરાવે છે ! જેમને ભાવ ક્ષાયક હશે તેને બધાં ભાવાના પ્રકાશ મળશે. એટલા માટે ૫રમાત્માની પ્રાર્થનામાં આવેલાં ભાવે ઉપર તમારી શક્તિને વિચાર કરે. જ્યારે તમે તમારી શક્તિનો વિચાર કરશે ત્યારે તમને તમારામાં અદભૂત શકિત જણાશે.
આજે આ વિષય ઉપર વિશેષ સમય ન લેતાં કેવળ એટલું જ કહું છું કે, જેમને પરમાત્માની સાચી ભક્તિ કરવી હોય તેમણે ભગવાન મલ્લિનાથની આ પ્રાર્થના ઉપર વિશેષરૂપે ધ્યાન આપવું જોઈએ ! આ પ્રાર્થનામાં સગુણ અને નિર્ગુણ બનેય પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે. જેમનામાં ઓછી શક્તિ છે, તેઓ સગુણ પ્રાર્થના કરી શકે છે અને જેમનામાં વિશેષ શક્તિ છે તેઓ નિર્ગુણ પ્રાર્થના કરી શકે છે ! સગુણ અને નિર્ગુણ એ બન્નેય ભક્તિનાં અંગ છે. ભક્તિસૂત્રમાં કહ્યું છે કે –
“તp વિષથત્યાત રચાઇ ” અર્થાત–સંગને ત્યાગ કરે અને વિષયને ત્યાગ કરવો એ જ ભક્તિ છે. સંગને ત્યાગ કરવાથી અને વિષને ત્યાગ કરવાથી ભક્તિ માર્ગ ઉપર જઈ શકાય છે. જેમની સંગતિ ખરાબ છે તે ભક્તિ માર્ગ ઉપર જઈ શકતા નથી. જે એવો દુસંગી માણસ ભક્તિ માર્ગે જશે તે તે વધારે ખરાબી જ પેદા કરશે. જેઓએ વિષયવાસનાને ત્યાગ કર્યો નથી તે લેકે જે ભક્તિમાર્ગે જાય છે તો તેઓ ત્યાં પણ પિતાના વિષયવાસનાના પોષણને જ ઢગ ફેલાવે છે, અને એ રીતે પોતે પાપમાં પડવાની સાથે બીજાને પણ પાપમાં પાડે છે.
ભગવાન મહિલનાથની પ્રાર્થનામાં એ જ કહ્યું છે કે, પરમાત્માની ભક્તિ કરવા માટે વિષયેચ્છાને ત્યાગ કર આવશ્યક છે. છ રાજાઓએ જ્યારે વિષયેચ્છાને ત્યાગ કર્યો
૨૭