________________
૨૧૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ શ્રાવણ ત્યારે જ તેઓ ભક્તિમાર્ગ ઉપર જઈ શક્યા. આ પ્રમાણે વિષયેચ્છાને ત્યાગ કરવાથી જ પરમાત્માની ભક્તિ બરાબર કરી શકાય છે ! અનાથી મુનિને અધિકાર–૨૨
અનાથી મુનિએ શ્રેણિક રાજાને કહ્યું કે, “હે ! રાજન ! હું તને અનાથતાનું સ્વરૂપ સમજાવું છું. હું જે કાઈ કહું છું તે મારા સ્વાનુભવની વાત કહું છું. હું પોતે પણ અનાથ હતો. હું પણ અનાથતાની સ્થિતિ ભોગવી ચૂક્યો છું. જે અનાથતાની સ્થિતિ મેં ભેળવી છે તેના જ વર્ણન દ્વારા તેને અનાથતાનું સ્વરૂપ સમજાવું છું. માટે એકાગ્ર ચિત્તે મારું કથન સાંભળ !”
દુનિયાને એ નિયમ છે કે પિતાનું કામ સરે છે એટલે દુઃખ વિસરી જવાય છે. જ્યાં સુધી માથે દુઃખ હોય છે ત્યાં સુધી શેકો દુઃખનાં રોદણાં રુવે છે, પણ દુખ દૂર થતાં જ દુઃખને એવું ભૂલી જવામાં આવે છે, કે જાણે તેમણે કોઈ દિવસ દુઃખ ભેગવ્યું જ ન હોય ! અર્થાત લોકો પોતાના ભૂતકાળને ભૂલી જાય છે, પણ જે ભૂતકાળને લોકો ભૂલી ન જાય તે કોઈ પણ જીવ ઉપર તેમને ઘેણું થાય નહિ! કઈ દુઃખી જીવ તેમના જોવામાં આવશે તે તે એમ જ વિચારશે કે આવી દુઃખદ સ્થિતિ તે મારા આત્માએ પણ ભેગવી છે ! કોઈ કસાઈને જોઈ તમે કદાચ તેના તરફ તિરસ્કારની દષ્ટિએ જોશે, પણ જે જ્ઞાની હશે તે તે તે કસાઈ તરફ પણ મધ્યસ્થ દષ્ટિએ જશે. જ્ઞાની કે તે એમ જ વિચારે છે કે, મારા આત્માએ એવી સ્થિતિ ભોગવી નહિં હોય કે હું તેની ઘણું કરું? એ તે કર્મનું ફળ છે એમ જાણું મધ્યસ્થ દૃષ્ટિએ જોવું જોઈએ, ધૃણની દૃષ્ટિએ નહિ !
હે ! રાજન ! તું જે વસ્તુઓને લીધે પિતાને સનાથ સમજે છે એ વસ્તુઓને કારણે તું સનાથ છે કે અનાથ? તે તું મારા વૃત્તાન્ત ઉપરથી જાણી લે. મારી પાસે પણ એ બધી વસ્તુઓ હતી છતાં હું અનાથ હતો. હું અનાથ કેમ હતો તે ધ્યાનપૂર્વક સાંભળે –
कोसम्बी नाम नयरी, पुराण पुर भेयणी ।
तत्य आसी पिया मज्झं, पझ्यधणसंचयो ॥ १८ ॥ “હે રાજન! ભારતદેશમાં કૌશામ્બી નામની પ્રસિદ્ધ નગરી હતી. તે નગરી ઘણી પ્રાચીન હતી. પ્રાચીન અને નવીન નગરીમાં શું તફાવત હોય છે તે તે તમે જાણે જ છે. નવી ચીજે હોય તે ખરાબ જ હેય અથવા પુરાણું ચીજ હોય તે બધી સારી જ હેય એવું કાંઈ ધારણ નથી પણ પૂર્વાપર વિચાર કરવાથી પુરાણું ચીજની કીંમત નવી ચીજ કરતાં વધારે જણાશે. જેમ વૈજ્ઞાનિકનું એવું કહેવું છે કે, કોયલે અને હીરાનાં પરમાણુ એક જ હોય છે પણ કોયલાને જલ્દી ખોદી કાઢી લેવામાં આવતા હોવાથી તે કોયલો જ રહી જાય છે અને હીરો જલ્દી ખોદવામાં આવતો ન હોવાને કારણે જમીનમાં જ રહે છે અને એમ લાંબા સમય સુધી જમીનમાં દટાઈ રહેવાને કારણે તે કોયલો હોવા છતાં તેની કીંમત વધી જાય છે. આ જ પ્રમાણે મનુષ્યોમાં પણ જે વધારે અનુભવી હોય છે તેની કીંમત વધારે અંકાય છે. બીજી પણ એવી અનેક ચીજ હોય છે કે જે કેવળ જુની