________________
શુદ ૩ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૩૮૩
ખરીદી શકે એમ નથી. એ તા કોઇ બહારના વેપારી આવે તે તે ખરીદી શકે. એટલા માટે તું આ હીરા પાછા ઘેર લઈ જા અને તારી માતાને આપી કહેજે કે, “ આ હીરાને બરાબર સાચવી રાખે. હું એ હીરાને સાચવી શકું એમ નથી. બાકી ખર્ચી માટે જે કાંઇ જોઈ એ તે તું મારે ત્યાંથી ખુશીથી લઇ જા. જો એમ જ તું પૈસા લઇ જવા ન ચાહે તે નામે લખાવીને પૈસા લઇ જા અને હીરા વેચાય ત્યારે એ પૈસા ભરી દેજે. પણ મારી એક વાત માન. તું મારી દુકાને આવતા જા. મારી દુકાનને તું તારી જ દુકાન સમજ.
,,
છોકરા ઘેર ગયા અને બધી હકીકત માતાને કહી. તેની માતા પ્રસન્ન થઈ અને વિચારવા લાગી કે, મારી પાસે એ હીરા છે. એક હીરા તા આ છે અને બીજો હીરા આ મારા પુત્ર છે. તે પછી મને કઈ વાતની ચિંતા છે? તે પતિના મિત્રને ત્યાંથી રૂપિયા મગાવી ધરના ખર્ચ કાઢવા લાગી. અને પુત્રને કહ્યું કે, તારા પિતાના સ્થાને તારા પિતાના મિત્રને સમજ અને તેમની દુકાને જઈ એસ.
છોકરા દુકાને જવા લાગ્યા, તે છેકરા હેાશિયાર અને સંસ્કારી હતા. તે રત્નાની પારખં કરવા લાગ્યા. રત્નેાની પારખ કરતાં કરતાં તે રત્નાના એવા પરીક્ષક થઈ ગયા કે, એકવાર જે રત્નને કોઈ ઝવેરી પારખી ન શક્યા તે રત્નને તે પારખી ગયા. બધા ઝવેરીએ તેના ઉપર બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, આજે આપણા બધાની આણે આબરૂ સાચવી છે. તે છેાકરાના પિતાના મિત્ર પણ બહુ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, પુત્ર! તારી હાશીયારીથી બધા લાકો બહુ પ્રસન્ન થયા છે અને તારી પ્રશંસા કરે છે.
પહેલાંના લોકો કૃતજ્ઞ હતા અને ગુણાને આદર કરતા હતા. જ્યારથી કૃતજ્ઞતાને ઇર્ષ્યાભાવે કોતરી લીધી છે ત્યારથી ગુણાની કદર પણ રહી નથી.
પિતાના મિત્રની વાત સાંભળી તે છેકરાને પણ પ્રસન્નતા થઈ અને તેણે જવાબમાં કહ્યું કે, એ બધી આપની કૃપાનું જ પરિણામ છે. પિતાના મિત્રે કહ્યું કે, “તું હવે રત્નાના પરીક્ષક બન્યા છે. તેા હવે જે હીરા તારા ધરમાં છે તે હીરા કેવા છે તેની તા પરીક્ષા કર. મેં તેા અનુમાનથી જ હીરા બહુ કીંમતી છે એમ કહ્યું હતુ, પણ હવે તુ પાતે હીરાને પરીક્ષક થયા છે તેા તું તેની પરીક્ષા તેા કરી જો ! ”
છેાકરા ઘેર ગયા. તેણે પેાતાની માતાને કહ્યું કે, મા, તે હીરા મતે કાઢી આપ. માતાએ પૂછ્યું કે, શું કોઈ ગ્રાહક આવ્યા છે ? પુત્રે ઉત્તર આપ્યા કે, માતાજી, કોઈ ગ્રાહક તેા નથી આવ્યા પણ તે હીરા કેવા છે, કેટલી કીંમતના છે તેની તા પરીક્ષા કરી જોઉં ? માતાએ કહ્યું કે, હવે તે તું પાતે હીરાના પરીક્ષક થયા છે ને? છેાકરાએ જવાબ આપ્યા કે, એ પણ તારી કૃપાનું જ પરિણામ છે. તું મેહવશ મને દુકાને જવા ન દેત તેા હું પરીક્ષક અની ન શકત.
માતાએ તે ખાટા હીરા પુત્રને આપ્યા. પુત્રે હીરાને હાથમાં લેતાં જ પારખી લીધું કે, આ હીરા નથી, આ તેા કાચ છે. આ પ્રમાણે કહી તેણે તે હીરાને ફેંકી દીધા. માતા કહેવા લાગી, ખેટા આ તે શું કર્યું ? આવા કીંમતી હીરા તે શા માટે ફેંકી દીધા? પુત્રે જવાબ આપ્યા કે, તે હીરા નથી. તારા માટે તેા હું હીરા છું. તે તેા કાચ હતા. અત્યાર સુધી એ કાચને હીરા સમજી તેના આધારે આટલા દિવસે। કાઢયા એ જ ધણું છે !