________________
શુદી ૧] રાજકોટ–ચાતુર્માસ
[પ૨૩ આ દષ્ટિએ મન કરતાં બુદ્ધિ મોટી જણાય છે. તમે કેવળ બુદ્ધિની ચાલતા ઉપર જ લલચાઈ ન જાઓ પરંતુ એ જુએ કે, એ બુદ્ધિથી કેણ મોટું છે ? અને આ બુદ્ધિમાં કેની શક્તિ રહેલી છે ? બુદ્ધિમાં જેની શક્તિ રહેલી છે તે બુદ્ધિથી મોટો આત્મા છે અને તે જ સાચી વિશ્રાંતિનું સ્થાન છે. આ પ્રમાણે પદાર્થોથી ઈન્દ્રિયો મોટી છે, ઈન્દ્રિયોથી મન મોટું છે, મનથી બુદ્ધિ મેટી છે અને બુદ્ધિથી આત્મા મેટો છે. આ વાતને બરાબર સમજી આત્મતત્ત્વનું સ્વરૂપ સમજી લો. આત્મતત્વનું સ્વરૂપ સમજ્યા બાદ પરમાત્માનું સ્વરૂપ સમજવું મુશ્કેલ લાગશે નહિ. - જો કે, તમે શાસ્ત્ર આદિના પ્રમાણદ્વારા પદાર્થો કરતાં ઇન્દ્રિયો મેટી છે એ વાત જાણે છે છતાં તમે પદાર્થો ઉપર મુગ્ધ થઈ જાઓ છો અને તેના ભ્રમમાં પડી જાઓ છે, અને તેથી જ હજી તમે સાધક દશામાં છે. એટલા માટે પદાર્થોના પ્રભનમાં ન પડી જાઓ, પણ ઈન્દ્રિય અને મનની સહાયતાદ્વારા બુદ્ધિને અંતર્મુખી બનાવો. બહિર્મુખી બનવી ન દે. બુદ્ધિને અંતર્મુખી બનાવવાથી આત્મતત્વનું સ્વરૂપ સમજી શકશે અને આત્મતત્વનું સ્વરૂપ સમજી લેવાથી પરમાત્માનું સ્વરૂપ સમજી શકશે. ' . . . . ; * અનાથી મુનિને અધિકાર–૫૮
અનાથી મુનિરાજા શ્રેણિકને આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જે સંસારનાં પદાર્થોને ત્યાગ કરી પાછા ઈન્દ્રિયોના મેહમાં પડી જાય છે. અને સંસારના પદાર્થોમાં મમત્વભાવ રાખે છે તેઓ આ પ્રમાણે સનાથતામાંથી નીકળી પાછો અનાથતામાં જઈ પડે છે.
तमं तमेणेव उ से असीले, सया दुही विपरीयांमुवेइ। .. संधावई नरगतिरिक्खजोणि, मोणं विराहेत्तु असाहुरूवे ॥ ४६॥
उद्देसियं कीयगडं नियागं, न मुच्चई किंचि अणेसणिज्ज। - अग्गी वि वा सव्वभक्खी भवित्ता, इत्तो चुए गच्छइ कट्ठ पावं ॥४७॥
જે સાધુને વેશ ધારણ કરીને પણ આત્મગુણમાં રમણ કરતો નથી, તે દ્રવ્યલિંગી, દુરાચારી સાધુ જાણે અંધકારમાંથી અંધકારમાં પ્રવેશ કરે છે અર્થાત તે અજ્ઞાનમાંથી અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. સંસારનો ત્યાગ કરતી વખતે તેણે જે પદાર્થોની નિંદા કરી મુનિવ્રત ધારણ” કર્યું હતું તે જ પદાર્થોમાં તે પાછો લલચાય છે, એ તેની કેવી અજ્ઞાનતા છે ? . ! '
અનાથી મુનિ કહે છે કે, આત્મા જ વૈતરણ નદી, ફૂટશામલી વૃક્ષ, નંદનવન અને કામધેનુ સમાન છે. આ કથન ઉપર ઊંડે વિચાર કરી એવી ભાવના ભાવવી જોઈએ કે, હે! આત્મા ! જો તને વૈતરણ નદી મળે તો કેવું દુઃખ થાય ? ફૂટશાલ્મલી. વૃક્ષની નીચે તને બેસાડવામાં આવે અને ઉપરથી તલવારની ધાર જેવા તીણ પાંદડાઓ પડે ત્યારે તારી : કેવી દશા થાય! જે આત્માને આ પ્રકારની વેદનાનું ધ્યાન રહે તે શું તેનામાં કઈ પ્રકારને વિકાર રહી શકે ખરે ! હવે આ વાત એક ઉદાહરણદ્વારા સમજાવું છું – , , . એક આધ્યાત્મિક વિચારવાળો રાજા ધ્યાનમાં મગ્ન થઈ બેઠો હતો. તે વખતે એક બહુરૂપિયે તેની સામે આવ્યું અને તેણે રાજાને હસાવવાનો ઘણે પ્રયત્ન કર્યો પરંતુ રાજા હસ્યો નહિ, પણ પહેલાંની માફક જ ગંભીર થઈને બેસી રહ્યો. જ્યારે તેનું ધ્યાન પૂરું થયું.