________________
૧૧૨]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ શ્રાવણ જ્યાં સુધી દમ છે ત્યાંસુધી આદમ છે. આદમને અર્થ મનુષ્ય થાય છે. તું આદમ છો એનું પ્રમાણ શું! એના માટે કવિ કહે છે કે, દમે દમ-શ્વાસે શ્વાસે તું હરિને ભજ. હરિ તુસાન ઇતિ હરિ અર્થાત જે દુઃખેને હરે છે તે હરિ છે. ગમે તે નામ હોય પણ જે નામ ઉપર વિશ્વાસ છે તે નામની સાથે દમ-શ્વાસનો સંબંધ જોડી દેવો જોઈએ. એક પણ ક્ષણ ન ગુમાવતાં પ્રભુ-સ્મરણ જ કર્યા કરે. એક કવિએ કહ્યું છે કે
તે સ્મરણ બિન યા કલયુગમેં, અવર નહી આધારે
મેં વારી જાઉં તે સમરણ પર, દિન દિન પ્રીતિ વધારે છે તમે લોકો પરમાત્માનું નામ ભૂલી રહ્યા છો. હું તમને પૂછું છું કે, તમે એ વિચારથી તે પરમાત્માને ભૂલી જતા નથી ને, કે, “જે અમે પરમાત્માને યાદ કરીશું તે અમારાથી છળ-કપટ કરી શકાશે નહિ અને પરિણામે અમારે રોજગાર બંધ થઈ જશે.” જે આ જ વિચારથી પરમાત્માને ભૂલી ગયા છે તે એ તમારી ભૂલ છે. જે પરમાત્માનું સ્મરણ કરતા હશે તે ખોટી વાત પણ હાથ ધરે નહિ છતાં તે ભૂખે મરે નહિ ! જે પરમાત્માનું સ્મરણ કરનાર ભૂખે મરતા હોય તો પછી તમને પરમાત્માનું
મરણ કરવા માટે કહેવામાં ન આવે. એ વાત જુદી છે કે તમારી કસોટી થાય પણ તમે ભુખે તે મારી શકો નહિ ! પરમાત્માનું નામ લેનાર કઈ ભુખે મર્યું નથી તેમ મરી પણ શકે નહિ.
સુભગને નવકાર મંત્ર ઉપર દઢ વિશ્વાસ બેઠે હતા, એટલા માટે તે એને જ જાપ કર્યા કરતો હતો. હવે તેની કસેટીને દિવસ નજદીક આવે છે.
એક દિવસ સુભગ જંગલમાં ગાયો ચરાવવા ગયો હતો, એટલામાં જંગલમાં જ મૂસળધાર વરસાદ વરસવા લાગે. સુભગ વિચારવા લાગ્યો, કે આજે મારી પરીક્ષા થઈ રહી છે. ભક્ત જોકોએ બરાબર કહ્યું છે કે –
ગરજેિ તર િપાષાણ વરસિ, પવિ પ્રીતિ પરખિ જિય જાને
અધિક અધિક અનુરાગ ઉમંગ, ઉર પર પરમિતિ પહિચાને છે ભકત કહે છે કે, આકાશ ગજે છે, વરસાદ વરસે છે, વિજળી ચમકે છે, કરા પડે છે, એ બધું મારી પરીક્ષા લેવા માટે થાય છે. મને પરમાત્માની પ્રાર્થના ઉપર વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા પણ હોવી તે જોઈએ ને ? પપૈયો સ્વતીનું જ પાણી પીએ છે, બીજું નહિ; એટલા માટે જ્યારે મેઘ ગર્જે છે અને વીજળી ચમકે છે ત્યારે તે પ્રસન્ન થાય છે કે, આ પરીક્ષા થયા પછી મને પાણી મળશે. આ મારી પરીક્ષા છે.
આ જ પ્રમાણે ભક્ત લોક સંકટના સમયે ગભરાતા નથી, પણ પિતાની પરીક્ષા થઈ રહી છે એમ સમજે છે.
સુભગ પણ મૂસળધાર વરસાદ વરસતે જોઈ વિચારવા લાગ્યું કે, આજે મારી પરીક્ષા થઈ રહી છે. સુભગના મનમાં આવા વખતે એવી શંકા પેદા થાત કે, હું નવકાર મંત્ર જાપ કરું છું છતાં મારા ઉપર આ સંકટ ક્યાંથી આવી પડયું? જે સંકટ માથે