________________
વદી ૮] રાજકેટ-ચાતુર્માસ
[૩૧૭ ત્યાંને રાજા શાકત હતા. દેવીને ઉપાસક હતું. આ વાત લગભગ ૧૫માં કે ૧૬મા સિકાની છે. તે વખતે દેવી પૂજાના નામે બહુ પશુવધ થતું હતું અને પંડિત પણ દેવી પૂજાના નામે થતાં પશુધનું સમર્થન કરતા હતા.
એક દિવસ રાજા જ્યારે દેવીની પૂજા કરી રહ્યા હતા ત્યારે અદ્વૈતાચાર્ય દેવીના મંદિરમાં ગયા અને દેવીને નમસ્કાર કર્યા વિના જ દેવીની સામે બેસી ગયા. અતાચાર્યને દેવીને નમસ્કાર કર્યા વિના બેઠેલા જોઈ રાજા વિચારવા લાગ્યું કે, આ મારા રાજગુરુને પુત્ર થઇને પણ આમ દેવીની ઉપેક્ષા કેમ કરે છે? રાજાએ અદ્વૈતાચાર્યને કહ્યું કે, તારી બુદ્ધિ તે ઠેકાણે છે ને ? અઢંતાચાર્યું જવાબ આપ્યો કે, હા મહારાજ ! બુદ્ધિ ઠેકાણે જ છે. રાજાએ કહ્યું કે, તો પછી તેં હમણું શું કર્યું તેનો વિચાર કર. અતાચાર્યે કહ્યું કે, મેં શું કર્યું તે આપ જ કહોને ? રાજાએ કહ્યું કે, તું દેવી માતાને નમસ્કાર કર્યા વિના જ બેસી ગયો ! અતાચાર્યે પૂછ્યું કે, આ દેવી કોની માતા છે ? રાજાએ જવાબ આપ્યો કે એ દેવી મારી માતા છે. તારી પણ માતા છે અને અખિલ સંસારની પણ તે જ માતા છે. અતાચાર્યે કહ્યું કે, “આપનું કહેવું એ ઠીક છે કે આ દેવી આખા સંસારની માતા છે, પણ જે તે સંસારની માતા જ છે તો પછી આ પશુ-પુત્રોને તે કેમ ખાઈ જાય છે? એ દેવીની પૂજાના નામે આ પશુઓનું બલિદાન શા માટે ચડાવવામાં આવે છે ? જ્યારે આ દેવી બધાની માતા છે તે આ પશુઓની તે રક્ષા કેમ કરતી નથી ! માતાનું કર્તવ્ય તે સંતાનની રક્ષા કરવી એ છે. પિતાનાં સંતાનને નાશ કરે એ માતાનું કર્તવ્ય નથી. જ્યારે આ દેવી અખિલ સંસારની માતા થઇને પણ પિતાનાં સંતાનોનો નાશ કરે છે-કરાવે છે તે પછી આ માતા છે કે રાક્ષસી ?”
અતાચાર્યનું આ કથન સાંભળી રાજા કાંઈ જવાબ આપી ન શકે. રાજા ચૂપ થઈ ગયે, પણ અદ્વૈતાચાર્યને પિતા ત્યાં બેઠા હતા, તેમણે કહ્યું કે, “પુત્ર! તું તો ભ્રષ્ટ થઈ ગયો લાગે છે. માતા વિષે એમ કાંઈ બોલાય ! માતા તે ભોગ-બલિદાન માંગે છે એટલા માટે પશુઓનું બલિદાન તેમને ચડાવવામાં આવે છે.” પિતાનું આ કથન સાંભળી અદ્વૈતાચાર્ય તેમને કહેવા લાગ્યું કે, “જ્યારે દેવી માતા પિતાના પુત્રનું જ બલિદાન માંગે છે તે પછી મારી માતા મારું બલિદાન કેમ માંગતી નથી ! આપના કથન પ્રમાણે તે મારી માતાએ મારું બલિદાન માંગવું જોઈએ અને મારે વધ કરવો જોઈએ. પણ આપ ભય અને લોભને કારણે સત્ય વાત પ્રકટ કરી શકતા નથી અને એ કારણે જ આપ આમ કહી રહ્યા છે !પુત્રનું આ કથન સાંભળી પિતા પણ ચૂપ બેસી રહ્યા.
કહેવાનો આશય એ છે કે, આશા-તૃષ્ણાને કારણે લોકો સત્ય વાતને પ્રકટ કરી શકતા નથી. તમે પણ આશા-તૃષ્ણમાં સપડાએલા છો અને તે કારણે જ તમે કામનાને પૂરી કરનાર દેવને માને છે અને પૂજે છો પણ ભકતે તે પિતાની આશા-તૃષ્ણાને દૂર કરવા ચાહે છે અને એટલા જ માટે તેઓ કહે છે કે, “હે પ્રભો ! મારી આશા-તૃષ્ણા દૂર થાય એટલા માટે જ હું આપના શરણે આવેલ છે. અત્યાર સુધી હું મારી આશાતુણાને પૂરી કરવા માટે આપના શરણે આવતો હતો એ મારી ભૂલ હતી અને તે ભૂલને