________________
શુદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[ ૪૫૫ સુદર્શન અને મનેરમા ઊંચા સિંહાસન ઉપર બેઠા છે, તેનું કારણ ધન નહિ પરંતુ શીલની એવી દઢતા છે કે, પ્રાણ જાય તે ભલે જાય પરંતુ શીલ ન જાય. આ પ્રકારથી દઢતા રાખવાને કારણે જ તેમને ઉંચું આસન પ્રાપ્ત થયું છે.
લેકો શાન્ત થઈને સુદર્શનને કહેવા લાગ્યા કે, “આપ અમને અમૃત વચને સંભળાવે.” લોકોની આ પ્રાર્થના ધ્યાનમાં લઈ સુદર્શને કહેવા લાગ્યું કે, “ભાઈ એ, તમે મારા આત્માને અનુભવ મને પૂછો છો પરંતુ તે અનુભવ તે મુંગે છે અને વાણીમાં એવી શક્તિ નથી કે તે અનુભવને વર્ણવી શકે. કેવલજ્ઞાની ભગવાન પિતાના જ્ઞાનમાં જે કોઈ જુએ છે, તેને માત્ર અનંત ભાગ વાણીમાં આવે છે, પણ જે હિબાન અને શાની હે છે, તેઓ તે કેવલજ્ઞાની દ્વારા વર્ણિત અનંતમા ભાગ ઉપરથી જ તેમના જ્ઞાનની વાત સમજવાનો પ્રયત્ન કરે છે. તમે લેક વડના ઝાડને તમારા ઘરમાં લઈ જઈ શકે નહિ પરંતુ જો વેનું બીજ તમારે ઘેર લઈ જવામાં આવે અને તેને વાવવાની ક્રિયા કરવામાં આવે તે તેવું જ ઝાડ તમારે ત્યાં પણ થઈ શકે છે. આ જ પ્રમાણે વીતરાગની વાણીને
ડે અંશ પણ તમે તમારે ત્યાં લઈ જાઓ અને તેને તમારા હૃદયમાં સ્થાન આપી તદનુસાર ક્રિયા કરે તે તમને પણ તે જ લાભ થશે.”
સુદર્શન કહે છે કે, “જે અનુભવ મને થયો છે તે મુંગે છે એટલા માટે હું તેને કાંઈ કહી શકતું નથી છતાં પણ જે કાંઈ હું કહી શકું એમ છું તે ટૂંકામાં કહું છું.”–
જીગરને યાર જુદે તે, બધેક સંસાર જુવે છે, બધા સંસારથી એ ચાર, બેદરકાર જુદે છે. ગણું ના રાવ રાયાને, ગણું ન આખી કનિયાને પરંતુ જાન આ પર, પ્યારીને અખત્યાર જુદે છે. હજારે બધ મંદિરે, યહી છે ને તે ભલે છાજે
અમે મસ્તાનના ઉસ્તાદને, દરબાર બીજો છે. આ ભક્તોની વાણી છે છતાં અત્યારે એ સુદર્શનના નામે કહેવામાં આવે છે. સુદર્શન કહે છે કે, “જો તમે લેકે એટલું જાણી લે કે હૃદયને મિત્ર જુદે છે તે તમને આ અકળ સંસાર જ જુદો દેખાવા લાગશે. જ્યારે કોઈ માણસ ખોવાયેલા રત્નને શોધવા લાગે છે ત્યારે તે બીજી ચીજે ઉપર લેભા નથી, પરંતુ તે પ્રત્યેક ચીજને માટે એમ જ કહે છે કે આ રત્ન નથી. પતિવ્રતાનો પતિ ગૂમ થઈ ગયો હોય તે તે વખતે તેની સામે ભલે સંસારના બધા પુરુષો આવે તે પણ તે પ્રત્યેક માણસને એમ જ કહેશે કે તે મારે પતિ નથી. પતિવ્રતા સ્ત્રીને તે પિતાને પતિ મળશે ત્યારે જ સંતોષ થશે. બીજે પુરુષ ગમે તેટલે સુરૂપ હોય અને પોતાનો પતિ ગમે તેટલે કુરૂપ હોય છતાં તે પતિવ્રતા સ્ત્રી પિતાના પતિને જ ચાહશે. દમયંતી જયારે નલને શોધતી હતી ત્યારે ઈન્દ્ર પણ નલનું સ્વરૂપ ધારણ કરી તેની સામે આવ્યો, પરંતુ દમયંતી ઈન્દ્રના રૂ૫ ઉપર પણ મેહિત ન થઈ. તે તે એમ જ કહેતી હતી કે, જે મારા હૃદયની વાત કહી આપે, હું તેને જ મારો પતિ માની શકું. સુલતાને દેવોએ કહ્યું કે, નગરની બહાર ભગવાન મહાવીર આવ્યા છે અને આ પ્રમાણે કહી દેવોએ સમવસરણની રચના પણું બતાવી પણ સુલસાએ કહ્યું કે, મારા એ મહાવીર નથી. દમયંતી પણ એમ જ