________________
=
૩૭૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા આવ્યો કે, “જે મારા આ હુકમની સાથે નગરજને સહમત ન થાય અને તેઓ જે વિરોધ કરે તે ઠીક નહિ કહેવાય. નગરજનોના સહકારથી જ મારું રાજ્ય ચાલે છે એટલા માટે આ સંબંધમાં નગરજનેની પણ મારે સમ્મતિ લેવી જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી રાજાએ દૂત દ્વારા નગરમાં એ ઢંઢરે પીટાવ્યું કે, “સુદર્શન શેઠ રાતના સમયે રાણીના મહેલમાંથી પકડાયા છે અને તેમણે રાણુની આબરૂ ઉપર હાથ નાંખ્યો છે એ કારણે તેમને ફાંસીની સજા આપવામાં આવી છે. જે કોઈને આ વિષે કાંઈ કહેવું હોય તે રાજાની પાસે આવી કહે.”
પડી નગર જ ખબર લેગ સિલ, આયે રાજ દરબાર ( રાખ રાખ મહારાય ! છેકકે વિનવે વારંવાર. . ધન ૮૭
દાતારા સિર સહે સરે, પુરજન-જીવન સાર; ' ', સુદર્શન જો ચઢે શુલી તે, જીના હમેં ધિક્કાર. . ધન ૮૮ છે
દૂત દ્વારા આ ઢઢરે સાંભળી નગરજને આશ્ચર્ય કરવા લાગ્યા કે, આમ કેમ બન્યું? સુદર્શન શેઠ રાણીની આબરૂ લેવા મહેલમાં જાય એ સંભવિત નથી. ધર્માત્મા સુદર્શનને જે શૂળી ઉપર ચડાવવામાં આવે તે ગજબ જ થઈ જાય ને ?
' પ્રજાના પ્રતિનિધિ લે કે એકત્રિત થઈ રાજાની પાસે ગયા અને પૂછયું કે, “સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવવાને આપે હુકમ કર્યો છે એ વાત સાચી છે?” રાજાએ ઉત્તર આં કે, “હા, એ વાત સાચી છે.” પ્રજાના પ્રતિનિધિઓએ કહ્યું કે, “આપ એને શૂળી ઉપર ચડાવીને અમારા પ્રજાજનના પ્રાણને પણ શૂળી ઉપર ચડાવો છો! તે કેવળ એકલા જ નથી. એની સાથે સમસ્ત પ્રજા છે.” રાજાએ હસીને જવાબ આપ્યો કે “હું સારી રીતે જાણું છું કે, તમે બધા લેકે એની સાથે છે અને એટલા જ માટે મેં તેને છૂપી રીતે શૂળી ઉપર ન ચડાવતાં તમને બધાને ખબર પડે એ માટે મેં ઢંઢેરો પીટાવ્યો છે કે જેથી તમારે એ સંબંધમાં જે કાંઈ કહેવું હોય તે કહી શકે.” નગરજને રાજાને કહેવા લાગ્યા કે, “મહારાજ! પહેલાં તે સુદર્શને એ અપરાધ કર્યો જ નહિ હોય, અને કદ્ધચિત કર્યો હોય તે પ્રજાની વિનંતીને માન આપી આપ હુકમને રદ કરો અને તેમને છોડી મૂક; કારણ કે એ શેઠ દાની પુરુષોના મુગટરૂપ છે માટે એવા દાની પુરુષને શૂળી ઉપર ચડાવ ઠીક નથી.”
- દાની પુરુષને શિરમર કોને કહેવો એ જોવા માટે સર્વ પ્રથમ “દાની ' કોને કહેવો એ જાણવાની જરૂર રહે છે. આજે તે સમાચારપત્રમાં દાનવીરેની નામાવલિ બહુ જોવામાં આવે છે. લોકો ડુંક દાન કર્યું–ન કર્યું ત્યાં તે સમાચારપત્રોમાં દાનવીરેની શ્રેણિમાં પિતાનું નામ છપાવવાને પ્રયત્ન કરે છે. પણ સાચા દાનવીર બનવા તેઓ ચાહતા નથી. સાચો દાનવીર તે છે કે જે દાન દેવામાં કઈ દિવસ પાછી પાની કરતા નથી અને પિતે દાન આપ્યું છે તેની બીજાને ખબર પણ પડવા દેતા નથી. ફારસીમાં એક એવી કહેવત છે કે, “દાન એવી રીતે આપવું જોઈએ કે જેમણે હાથે આપેલા દાનની વાત ડાબા હાથને પણ માલુમ ન પડે.” દાન બીજાને સહાયરૂપ થવા માટે દેવામાં આવે છે, બીજાની આબરૂના કાંકરાં