________________
૬૬૮] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક મારે અને તમારે બન્નેએ સાવધાન રહેવું જોઈએ. આ સાવધાની રાખવા માટે જ હું તમને એમ કહું છું કે, વ્યાખ્યાન સાંભળી તમારામાં જે રમતા આવે છે તે રમણીક્તાને ધારણ કરી રાખજે. ઘેર જઈ અરમણુક બની જશે નહિ. જો તમે સત્કાર્યમાં રમણુક બન્યા રહેશે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૩ કારતક સુદી ૧૪ શુક્રવાર
=
=
પ્રાર્થના વિમલ જિનેશ્વર સેવિએ ધારી, બુદ્ધિ નિમલ હેય જાય રે, જીવા! વિષય-કષાય નિવારને, તૂ તે મેહની કમ ખપાયરે;
જીવ! વિમલ જિનેશ્વર સેવિયે.
–વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રી વિમલનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થનાને વિચાર કોઈ એવો અદ્દભુત છે કે, જેને શબ્દાદ્વારા વ્યક્ત કરવો બહુ જ મુશ્કેલ છે, છતાં જ્યારે બોલવાનો પ્રસંગ આવે છે ત્યારે હું મારા આત્માને કહું છું કે, “હે! આત્મા ! તું પ્રપંચમાં પડી જઈ પિતાને ભૂલી ન જા. સંસારમાં ફસાઈ ન જ અને સાધુતાના તત્વને ભૂલી ન જા. તું કઈપણ કારણે અભિમાન ન કર. તું અભિમાન કરે છે તે કોના ઉપર? તું તારી પૂર્વ સ્થિતિને જે કે તું ક્યાં ક્યાં રહ્યો છે? આજે તને જે માન મળી રહ્યું છે તેને જોઈ જે તું તારી પૂર્વ સ્થિતિ વિષે વિચાર કરે તે તને ખરી સ્થિતિનું ભાન થશે. હે! આત્મા ! તું પૃથ્વી, પાણું, અગ્નિ આદિની સ્થિતિમાં અનંતકાળ સુધી રહ્યો છે અને આજે તને જે સન્માન આપે છે તેના હાથે ન જાણે તારી કેવી કેવી અવદશા થઈ છે ! હવે તું આગળ વધતાં વધતાં એ સ્થિતિને પ્રાપ્ત થયો છે કે, જે લોકો તારી અવહેલના કરતા હતા તે લોકો જ તારું સન્માન કરી રહ્યા છે ! એટલા માટે તું આ સન્માનને પામીને તારી પૂર્વ સ્થિતિને ભૂલી ન જ પરંતુ ભગવાન વિમલનાથના ચરણે જા.”
આ પ્રમાણે આ ઉપદેશ મારા આત્માને માટે જ છે. આ ઉપદેશ ઘણે જ પ્રેરક છે. સંસારમાં જે કોઈ વસ્તુ પ્રિય લાગે છે તે વસ્તુ આત્માને માટે જ પ્રિય લાગે છે. વસ્તુને માટે વસ્તુ પ્રિય લાગતી નથી. આ જ પ્રમાણે આત્માના માટે જ આ પ્રાર્થના પણ પ્રિય લાગે છે, એટલા માટે આ પ્રાર્થના ઉપરથી આપણે આપણી પૂર્વ સ્થિતિને વિચાર કરે જોઈએ. આજે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં બીજાની જરા પણ ધમકી સહેવાને પણ તૈયાર રહેતા નથી. પરંતુ પૂર્વ સ્થિતિમાં કેવી કેવી ધમકીઓ સહી છે એનો વિચાર કરવામાં આવે તે કોઈની ધમકી ત્રાસદાયક નહિ લાગે ! આજના વૈજ્ઞાનિકો પણ વિકાસવાદને માને છે. તેઓ જડવાદી છે એટલા માટે જડનો વિકાસ માની એમ કહે છે કે,