________________
શુદી ૧૪] રાજકોટ-ચાતુર્માસ
[ ૬૬૯ એક પરમાણુ વિકાસ પામતે પામતે ત્યાં સુધી વધી જાય છે કે તે બુદ્ધ અને મહાવીરની જે બની જાય છે. જો કે જડની અપેક્ષા આ કથન ખોટું છે પણ વિકાસને તેઓ પણ માને છે. વાસ્તવમાં વિકાસ ચૈતન્યને થાય છે. આ આત્મા વધતાં વધતાં આજે આ સ્થિતિને પામ્યો છે. આ આત્મા અંગુલિના અસંખ્યાતમા ભાગવાળા શરીરમાં પણ અનંતજીવ રહે એવી સ્થિતિમાં રહેલ છે. આવી સ્થિતિમાંથી વિકાસ પામતાં પામતાં તે વર્તમાન સ્થિતિને પામેલ છે; એટલા માટે હવે આ સ્થિતિને પામીને પિતાની પૂર્વ સ્થિતિને ભૂલી ન જા પરંતુ ભગવાન વિમલનાથની સેવા કર. સંસારની ધાંધલ તારું કલ્યાણ કરી શકશે નહિ. ભગવાન વિમલનાથની સેવા કર તે તારી બુદ્ધિ નિર્મલ થઈ જશે અને પછી તું તારી પૂર્વ સ્થિતિને
ખ્યાલ રાખી આત્માનું કલ્યાણ કરી શકીશ. એટલા માટે તમે લોકો બીજાં કામને ત્યાગ કરી ભગવાન વિમલનાથની સેવા કરે. અનાથી મુનિને અધિકાર–૭૭
અનાથી મુનિદ્વારા સનાથ-અનાથને સદ્ધ પામી રાજા શ્રેણિક કેટલે બધે હર્ષિત થયો હશે! એટલે હર્ષ તેને રાજ્ય, ધન કે રાણીઓ પામીને થયે નહિ હોય તેટલે હર્ષ મુનિનો ઉપદેશ સાંભળીને થયો હશે! રાજા શ્રેણિકને બધા લોકો નમન કરતા હતા પણ રાજા શ્રેણિક મુનિને નમન કરી રહ્યો છે અને પ્રદક્ષિણ કરી રહ્યો છે. આ ઉપરથી આ, વાત સ્પષ્ટ વ્યક્ત થાય છે. જે તેને રાજ્યાદિથી વધારે પ્રસન્નતા મુનિના ઉપદેશશ્રવણથી થઈ ન હેત તે એમ શા માટે કરત?
આ તે રાજાની વાત થઈ. હવે મુનિનું શું થયું તે આપણે જોઈએ. જેનો અંત સારે તેનું બધું સારું અને જેને અંત ખરાબ તેનું બધું ખરાબ” એવી લોકોક્તિ છે એટલા માટે મુનિનું આખરે શું થયું તે જોઈએ. એને માટે કહ્યું છે કે –
इयरो वि गुणसमिद्धो तिगुत्तिगुत्तो तिदंडविरओ य ।
विहम इव विष्पमुक्को विहरइ वसुहं विगयमोहो ॥ ६॥ આ ગાથાનો વિસ્તારથી અર્થ કહેવાને તે સમય નથી છતાં ડામાં કહું છું. બે સિંહે માંથી એક સિંહ-રાજાની તે વાત કહી. બીજા સિંહ મુનિ કેવા હતા એ બતાવવા માટે આ ગાથામાં કહ્યું છે કે, તેઓ ગુણસમૃદ્ધ હતા. રાજા તે સાંસારિક દ્ધિથી સમૃદ્ધ હતા પણ આ મુનિ તે ગુણસમૃદ્ધિથી સમૃદ્ધ હતા. તેમનામાં કયાં ગુણો હતાં એ બતાવવા માટે કહ્યું છે કે, તેઓ ત્રિગુપ્તિથી ગુપ્ત હતા. તે મન, વચન અને કાયાના સંયમમાં લીન હતા.
બીજાં કામ કરવાં તે સરલ હેઈ શકે પણ ત્રિગુપ્તિનું પાલન કરવું બહુ જ મુશ્કેલ છે. જે પ્રમાણે કોઈ ગમે તે દિશામાં જાય પણ તે કાળથી બચી શકતો નથી તે જ પ્રમાણે કેઈ ગમે ત્યાં જાય અને ભલે જંગલમાં કે ગુફાઓમાં રહે પણ અંતરાત્મામાં રહેલા શત્રુઓથી તે બચી શકતું નથી; પણ મુનિએ ત્રિસિદ્વારા આત્માને એવા શત્રુઓથી પણ સુરક્ષિત બનાવી લીધું છે. જે તમને પણ શત્રુઓથી બચવાનું કોઈ સ્થાન મળી જાય તે શું તમે શત્રુઓથી બચવાનો પ્રયત્ન નહિ કરે ? જે બચવા ચાહશે તે પછી મન, વચન અને