________________
૬૭૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
કાયાધારા આત્માને કેમ બચાવી લેતા નથી ? મન, વચન અને કાયાને સંયમમાં લગાવી દે તે તમારે આત્મા પણ આ પ્રકારનાં શત્રુઓથી સુરક્ષિત બની જશે.
તે મુનિ ત્રિગુપ્તિઓથી ગુપ્ત હતા. સાથે સાથે તેઓ ત્રિદંડથી વિમુક્ત હતા. આત્મા ત્રણ પ્રકારે દંડને પામે છે. કહેવામાં તે એમ આવે છે કે, પરમાધામ દેવ, વૈતરણ નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ કષ્ટ આપે છે, પણ શાસ્ત્ર કહે છે કે જે ત્રિદંડથી દંડિત નથી તેને કઈ કષ્ટ આપી શકતું નથી. ત્રિદંડથી વિમુક્ત આત્માને દંડવા માટે શક્રેન્દ્રના વજમાં પણ એવી શક્તિ નથી કે તેમને દંડ આપી શકે !
માનસિક દંડ, વાચિક દંડ અને કાયિક દંડ એમ ત્રણ પ્રકારનાં દંડ હોય છે. આત્મા આ ત્રણ પ્રકારનાં દંડોથી કેવી રીતે દંડાય છે એ વિષે વિચાર કરવામાં આવે તે એ વાત જાણવામાં આવી શકશે. મનથી આત્મા કેવી રીતે દંડાય છે એને માટે કહ્યું છે કે :
इमं च मे अत्थि इमं च नत्थि, इमं च मे किच्चं इमं अकिञ्च । तं एवमेवं लालप्पमाणं, हरा हरन्ति त्ति कहं पमाए ॥
-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર “આ તો મારી પાસે છે-આ નથી. મારી પાસે કર્યું તે છે પણ કંઠી નથી.” આ પ્રમાણે સંકલ્પ-વિકલ્પદ્વારા અને તૃષ્ણદ્વારા મન દંડાતું રહે છે. સંકલ્પ કરવાથી જ કામના પેદા થાય છે. મેં આ કામ તો કર્યું છે અને હવે આ કામ કરવાનું છે. આ પ્રમાણે કામ કરવાનું બાકી રહેતુ નથી; પણ જ્ઞાનીજનો કહે છે કે, તારા માથા ઉપર કાળ ભમે છે અને તારી ઉપર તેનો હુમલે કયારે થશે અને તને ક્યારે ઉખેડી ફેંકી દેશે તેને તને પત્તો નથી. દેવભદ્ર અને યશોભદ્ર પિતાના પિતાને કહ્યું કે, જ્યારે ચેર ધન હરણ કરી રહ્યા હોય અને તે ચોરો જરા ખુંખારે મારવાથી જ ભાગી જતા હોય તે શું એવા સમયે માલીક સૂતો પડ્યો રહેશે? શું તું ચોરને ભગાવશે નહિ ? પિતાએ ઉત્તર આપ્યો કે, એ સમયે માલિક જરૂર ચોરેને ભગાવશે. પુત્રોએ કહ્યું કે, એ જ પ્રમાણે અમારા ઘટમાં–શરીરમાં ચોર પેઠેલો છે. એટલા માટે અમે નિશ્ચિત સૂઈ શકતા નથી. માટે સંયમ ધારણ કરી એ ચોરને અમે ભગાવીશું. આ પ્રમાણે આપણું શરીરમાં જે ચોર પેસી ગએલે છે એને તે જોતા નથી અને સંકલ્પવિકલ્પ કરતા રહીએ છીએ. આ પ્રમાણે મનદ્વારા દંડિત થવાય છે.
અનાથી મુનિ ત્રિદંડથી વિમુક્ત હતા. તેઓએ મન, વચન અને કાયાને સંયમમાં લઈ લીધા હતાં એટલા માટે તેઓ મન દંડ, વચન દંડ અને કાયા દંડ એ ત્રિવિધ દંડથી વિમુક્ત હતા. આવા મુનિ એક જગ્યાએ બેસી રહેતા નથી પણ જગ્યા-જગ્યાએ વિચરતા રહે છે. - સાધુઓ એક સ્થાને રહેતા નથી પણ નિસ્પૃહ થઈ વિચર્યા કરે છે. સાધુઓને એક સ્થાને રાખવા એ તમારે પણ ધર્મ નથી. અનાથી મુનિને માટે પણ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તેઓ મેહરહિત થઈ વિચરતા હતા. અનાથી મુનિને એવો અહંકાર થવા સંભવિત હતા કે રાજા પણ મારા ચરણમાં પડે છે. પણ જે મુનિને એ અહંકાર આવે તે ગજબ જ થઈ જાય ને ! શાસ્ત્રના વર્ણન ઉપરથી જણાય છે કે, રાજાને મુનિની ભક્તિ કરવાથી જેમ જેમ રોમાંચ થતા હતા તેમ તેમ મુનિ પણ મેહથી સાવધાન બનતા જતા હતા કે ક્યાંય હું મેહમાં પડી ન જાઉં. તેઓ તો મેહરહિત થઈ પૃથ્વી ઉપર પક્ષી વિચરે તેમ વિચરતા હતા.