________________
વદી ૩] રાજકોટ–ચાતુર્માસ
[ ૨૧૫ એક સમય એવો આવ્યું કે, પ્રજાહિતના કામ વિષે રાણજી અને નગરશેઠ વચ્ચે મતભેદ પડયો. અને એ મતભેદને કારણે બંને વચ્ચે અણબનાવ પણ થઈ ગયો. આ અણબનાવના પરિણામે નગરશેઠ પ્રેમચંદ્રજી પ્રજાજનેને સાથે લઈ નગરની બહાર ચાલ્યા ગયા. તે વખતે રાણાને ત્યાં પાયખાનું સાફ કરવા માટે કોઈ ભંગીને બોલાવવામાં આવતું હતે તે એમ કહે કે, અમે નગરશેઠની આજ્ઞા વિના કાંઈ કરી શકીએ નહિ. પ્રજાજને ઉપર નગરશેઠનો આટલો બધો પ્રભાવ પડે હતો. આખરે રાણાને નગરશેઠને નમતું આપવું પડયું અને તેમને મનાવવા પડયા. નગરશેઠે પ્રજાહિત માટે રાણા પાસે લખાણ પણ કરાવી લીધું અને ત્યારબાદ જ નગરમાં બધા દાખલ થયા.
કહેવાનો આશય એ છે કે, નગરશેઠ રાજા અને પ્રજા વચ્ચેને માણસ હોય છે. આ પદ ઘણું જ જવાબદારીભર્યું છે. રાજા અને પ્રજાએ મળીને સુદર્શનને પણ નગરશેઠનું પદ આપ્યું. સુદર્શન વિચારવા લાગ્યું કે, આ પદ લેવું તે સરલ છે પણ તેને નભાવવું બહુ જ મુશ્કેલ છે. અધિકારી બનવું એક વાત છે અને અધિકારીની જવાબદારીઓને પાર પાડવી એ બીજી વાત છે, અધિકારી સાચે તે જ છે કે, જે “અખિલ અષિ કાર્ય વાતત્તિ અધિકારી' અર્થાત–જે અધિક કાર્ય કરે તે જ અધિકારી છે, પણ જે
અધિકારનું પદ પ્રાપ્ત થવા છતાં જે ઉપકાર કરતો નથી તેના અધિકારપદમાંથી અને લેપ થતાં કાઠિત્વને પામે છે અર્થાત એનું અધિકારપદ ધિકારપદને પામે છે.
- સુદર્શન વિચારવા લાગ્યું કે, મને નગરશેઠનું અધિકારપદ મળ્યું છે તે નગરજને માટે મારે શું કરવું જોઈએ ! એ વિષે વિચાર કરવા માટે તે બાગમાં ગયે. બાગમાં તેણે જોયું કે, એક વેલ વૃક્ષ ઉપર ચડેલ છે. એ વેલમાં કુલો આવ્યાં છે. ભમરાઓ તે કુલ ઉપર ગુંજારવ કરી રહ્યા છે અને રસ લઈ રહ્યા છે. આ જોઈ સુદર્શન પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો કે, હે લતા ! હે ! વૃક્ષ ! તમે મને મારા કર્તવ્યને બેધ આપી રહ્યાં છો, અને મારી બધી ચિંતાઓને દૂર કરી રહ્યાં છે.
લતા પૃથ્વીમાંથી નીકળી ઝાડ ઉપર ચડે છે. તે જલ અને પૃથ્વીના પરમાણુઓ લઈ પિતાનામાં રાખતી નથી, પણ ફુલરૂપે પ્રકટ કરે છે. પૃથ્વીમાં જે ગંધ હોય છે, તે ગંધ લઈ લતા પુલ બનાવે છે. આ પ્રમાણે લતા પૃથ્વી પાસેથી ગંધ લઈ બદલામાં સુગંધી પુલ આપે છે. જે વૃક્ષ લતાને આધાર આપે છે તે વૃક્ષ પણ લતા પાસેથી કુલ રસ લઈ લેતું નથી પરંતુ લતા અને વૃક્ષ બન્ને પુલરસને પિતાના માટે ઉપભોગ ન કરતાં બીજાના કલ્યાણ માટે મધમાખીઓને કહે છે કે, “એ! મધમાખીઓ ! આવો અને આ મારાં પુષ્પમાંથી રસ લઈ જનપગી મધ બનાવે !"
લતાને જોઈ સુદર્શન વિચારવા લાગ્યું કે, આ લતા શું કરે છે અને અમે મનુષ્ય શું કરીએ છીએ? અમને આટલી બધી સંપત્તિ મળી છે છતાં જો અમે ખરાબ કામો કરીએ અને પિતાની સંપત્તિને સદુપયોગ ન કરીએ તે અમને ધિક્કાર છે. મને અદ્ધિ મળી છે અને રાજા તથા પ્રજાએ મળીને નગરશેઠનું પદ આપ્યું છે તે મારી એ સંપત્તિ અને એ પદવીની શોભા કેમ વધે એ મારે વિચારવું જોઈએ. આ લતાની માફક મારી સંપત્તિ જનસમાજના કલ્યાણ માટે છે અને એમાં જ મારી શોભા છે. હું બીજાની પાસેથી જે.