________________
૨૧૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [શ્રાવણ તેમણે વિચાર્યું કે, પ્રેમચંદ્રજી પ્રામાણિક છે, મારા રાજ્યના કામકાજથી પણ વાકેફ છે અને વિશ્વાસપાત્ર પણ છે માટે તેને નગરશેઠના પદે નિયુક્ત કરી તેને ઉત્સાહ વધારવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરી, રાણા સ્વરૂપસિંહજીએ પ્રેમચંદ્રજીને પોતાની પાસે બોલાવ્યા અને તેમને કહ્યું કે, તમને નગરશેઠ બનાવવાને અમે વિચાર કર્યો છે. પ્રેમચંદ્રજીએ ઉત્તર આપે કે મારાથી આ કાર્ય થઈ નહિ શકે; કારણ કે, તમે જાણો છો કે, મારા ત્રણ કલાક તે ધર્મધ્યાનમાં જ પસાર થઈ જાય છે. અને આ તે રાજ્યનું કામ રહ્યું એટલે થોડી થોડી વારે રાજ્યનું કામ આવી પડે, માટે મારાથી એ કામ બની શકશે નહિ. રાણાએ ઉત્તર આપે કે, તમને યથાસમયે જ બોલાવીશું. કવખતે નહિ બોલાવીએ ! પણ તમે જે સમય આવશે તે જ સમયે બોલાવીશું.
પ્રેમચંદ્રજીએ કહ્યું કે, એ તે ઠીક છે, પણ મેં અત્યાર સુધી એવું કોઈ કામ કર્યું નથી કે જે કારણે મને આવું ઉચ્ચ પદ આપે છે ! પ્રજાનું મેં એવું કઈ હિતકારી કામ કર્યું નથી અને પ્રજા મારી તરફ આકર્ષાઈ પણ નથી; એવી અવસ્થામાં આપ મને જે ઉચ્ચ પદ આપી રહ્યા છે તે પદ સાર્થક થઈ શકશે નહિ પછી તે એ પદ ભાડુતી થઈ જશે. પ્રેમચંદ્રજીની વાત રાણાજીને ઠીક લાગી, એટલે તેમણે વિચાર કર્યો કે, પહેલાં પ્રેમચંદ્રજદ્વારા કોઈ લોકોપયોગી કામ કરાવવું કે જેથી લકે તેમના તરફ આકર્ષાય ! રાણાજી એવી તક શોધવા લાગ્યા. તે વખતે ઉદયપુરના જે નગરશેઠ હતા તે બહુ ધનવાન હતા. રાજ્ય પણ ઘણીવાર તે નગરશેઠ પાસેથી કજે રૂપિયા લેતું હતું. એ દિવસોમાં રાણાની મા મરણ પામી. રાણાએ નગરશેઠને કહેવડાવ્યું કે, મારી ભાના કારજમાં લાડવાઓ વાળવા માટે લોકોને એકઠા કરવા છે માટે તેને બંદોબસ્ત કરે. નગરશેઠે જવાબ આપ્યો કે, સીપાઈઓને મોકલે છે તે બધાને પકડી લાવશે. રાણાએ વિચાર્યું કે, જ્યારે મારી સત્તાથી જ કામ લેવું છે તે પછી નગરશેઠને રાખવાની શી જરૂર છે? આ પ્રમાણે વિચાર કરી રાણાએ લોકોને એકઠા કરવાનું કામ પ્રેમચંદ્રજીને સયું. પ્રેમચંદ્રજી પ્રજાજને પાસે જઈ તેણે બધી વાત રૂબરૂ કહી સંભળાવી અને રાજાના કામમાં સહકાર આપવા વિનંતી કરી. પ્રજાજનેએ પિતાથી બનતે દરેક પ્રકારને સહકાર આપવાની તત્પરતા બતાવી. બધા પ્રેમચંદ્રજીની સાથે ગયા. રાણાજીએ પૂછયું કે, નગરશેઠ તે લોકોને એકઠા કરી ન શક્યા અને તમે પ્રજાજનોને કેવી રીતે લાવી શક્યા ! પ્રેમચંદ્રજીએ ઉત્તર આપ્યો કે, એ બધું આપની કૃપાનું જ પરિણામ છે.
રાણાએ ઉપસ્થિત બધા નગરજનેને કહ્યું કે, પ્રેમચંદ્રજીને નગરશેઠ બનાવવામાં આવે તે તમે બધા લોકો રાજી છે ને ? બધાએ રાણાજીની વાતને વધાવી લીધી. પ્રેમચંદ્રજી કહેવા લાગ્યા કે, હું ગરીબ છું. મારાથી એ ઉચ્ચ પદ કેમ સ્વીકારી શકાય ? રાણાએ કહ્યું કે, જો તમે ગરીબ છો તે હું તમને દશ હજાર રૂપિયાની જાગીર આપું છું. દશ હજારની જાગીરનો લોભ કોને ન હોય ? પણ શેઠે કહ્યું કે, જાગીર લેવાથી તે આપને હું ગુલામ બની જાઉં, પછી પ્રજાના હિતનું ધ્યાન રહે નહિ! રાણાએ કહ્યું કે, તે પછી તારી ગરીબાઈ મારા ખ્યાલમાં છે. આ પ્રમાણે કહી-સમજાવી રાણજીએ પ્રેમચંદ્રજીને નગરશેઠનું પદ સોંપ્યું. પ્રેમચંદ્રજીએ પ્રજાહિતના ઘણું કામ કર્યા અને પ્રજાને ઘણે આરામ આપો.