________________
છે, મારા થતા અને ૩૬ 11
S '
૪૭૨] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા
વિનંતિ પત્ર પરમ પૂજ્ય, અનેક ગુણાલંકૃત, શાસ્ત્રવિશારદ, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારણહાર, મહારતના પાલનહાર તથા પ્રાણિમાત્ર ઉપર કરુણદષ્ટિ રાખનાર શ્રીમદ્દ જૈનાચાર્ય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી જવાહરલાલજી મહારાજશ્રીની પવિત્ર સેવામાં !
જલગાંવનિવાસી દાસાનુદાસ લમણુદાસ ગંભીરમલના તિખુત્તાના પાઠ સાથે ૧૦૦૮ વાર વંદનનમસ્કાર સ્વીકાર હો. આજે આ દાસ આપની સેવામાં પોતાના હૃદયની ઘણા દિવસેની અભિલાષાને પ્રાર્થનાના રૂપમાં પ્રગટ કરી રહ્યો છે. આ પ્રયત્નમાં ધષ્ટતા અને ઉડતાને પણ સંભવ છે પરંતુ જે પ્રમાણે પુત્ર પોતાના શ્રદ્ધાભા જન પિતાની સામે કાંઈ કહેવાની ધૃષ્ટતા કે ઉદંડતા કરે
અને ઉદંડતા પણ તેવા જ પ્રકારની છે, એટલા માટે તે સર્વથા ક્ષમ્ય છે, મહાનુભાવ !
આ દાસને સ્વર્ગીય પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રી શ્રીલાલજી મહારાજશ્રીની સેવા કરવાને સંગ પણ પ્રાપ્ત થયું છે, કે જેમને માટે જૈન સંસાર ચિરઋણી છે. આચાર્યશ્રીના ગુણોથી, તેમની પ્રતિભાથી અને તેમની શાસ્ત્રકુશલતાથી બધા લોકે પ્રાય: પરિચિત છે. કાઠિયાવાડનિવાસી મારા શ્રાવક ભાઈ એ પણ તેમની સેવાનો લાભ લઈ ચૂક્યા છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ પણ મારા આ કથનનું સમર્થન કરશે. એવા મહાન આચાર્યશ્રીની સેવા કરવાનું સૌભાગ્ય આ સેવકને પણ પ્રાપ્ત થયું છે અને આચાર્યશ્રીની પણ મારા ઉપર પૂર્ણ કૃપાદૃષ્ટિ રહી છે; પણ દુર્ભાગ્યવશાત્ મારી એ અભિલાષા કે જેને આપની સમક્ષ નિવેદન કરવા ચાહું છું તે અપૂર્ણ જ રહી. આચાર્યશ્રીએ આપને જ્યારે યુવાWાર્યપદ આપ્યું અને તેઓ સામ્પ્રદાયિક કાર્યથી આંશિક મુક્ત થયા ત્યારે મારી એવી ભાવના હતી કે, હવે થોડા જ સમયમાં આચાર્યશ્રીને અનુનય-વિનય કરી જલગૈવમાં લઈ જઈશ અને આચાર્યશ્રીની વૃદ્ધાવસ્થાને અન્ન સુધી આચાર્યશ્રીની સેવાને લાભ લઈશ. હું મારી આ ભાવનાને પ્રગટ પણ કરી શક્યું ન હતું એટલામાં તે આચાર્યશ્રી અસમયમાં જ સ્વર્ગ પધાર્યા. જે મહાપુરુષની આવશ્યક્તા આ ભૂતલ ઉપર રહે છે તેમને જ સ્વર્ગીય લોકે પણ પોતાની પાસે રાખવા ચાહે છે. આ જ કારણે કાલધર્મ પામીને આચાર્યશ્રીને સ્વર્ગમાં પધારવું પડયું.
આચાર્યશ્રીના સ્વર્ગગમન બાદ આ૫ આ સમ્પ્રદાયના આચાર્ય થયા. જો કે આપે જલવમાં ચાતુર્માસ કરી આ સેવક ઉપર કૃપા કરી છે, પણ આ દાસની એ ભાવના તે અપૂર્ણ જ રહી છે કે જે ભાવના સ્વર્ગીય આચાર્યશ્રીના સમયથી હૃદયમાં ઉછળી રહી છે. સદ્ભાગ્યે હવે એ અવસર આવ્યું છે કે જ્યારે મારી તે ભાવને પૂર્ણ થાય.
આપશ્રીનું શરીર હવે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયું છે. આપશ્રીએ સમ્પ્રદાયને સમસ્ત કાર્યભાર પણ વિદ્વાન અને સુગ્ય યુવાચાર્યશ્રી ૧૦૦૭ શ્રી ગણેશલાલજી મહારાજશ્રીને સેંપી દીધું છે. સા. દાયિક કાર્યથી પણ હવે આપ ઘણાખરા નિવૃત્ત થઈ ગયા છે અને આપનું વૃદ્ધત્વ પણ હવે પહેલાની માકક ઉગ્ર વિહાર કરવા માટે રેકે છે. આપશ્રીનું શરીર હવે કોઈ એક સ્થાને રહી શાન્તિ ચાહે છે. એટલા માટે હું આપને નિવેદન કરું છું કે, આપ જલગાંવ પધારી સદાને માટે ત્યાં જ બિરાજો.
જલગાંવમાં આપના બિરાજવાથી દર્શનાથી મારા શ્રાવક ભાઈઓને પણ દરેક પ્રકારે સગવડતા રહેશે. જલગાંવ ભારતના મધ્યમાં છે. એટલા માટે પંજાબ, મદ્રાસ, કલકત્તા તથા સિંધના લોકોને સમાન દૂર પડશે.
જલગાંવનું નામ જ જલગામ છે એટલા માટે ત્યાં ગરમી પણ નથી. શરીરને શાન્તિ મળે એ દષ્ટિએ પણ જલગાંવ ઉપયુક્ત સ્થાન છે.
જ્યારે આપ જલગાંવમાં બિરાજશે ત્યારે સાંપ્રદાયિક્તાને કારણે પેદા થતું દૂષિત વાતાવરણ પણ આપથી દર રહેશે. જેથી આપનું સ્વાથ્ય પણ સારું રહેશે. અને જ્યારે સામ્પ્રદાયિક કાર્યથી