________________
વદ ૧૧ ] રાજકોટ–ચાતુર્માસ
[૯૭ પ્રિય લાગતા હતા તે મને કેવા પ્રિય લાગવા જોઈએ! સિદ્ધાન્તમાં કહ્યું છે કે, પશુઓ ઉપર કરુણા કરી અને તેમને છોડાવી ભગવાન લગ્નના તારણેથી પાછા ફરી ગયા. તેમણે વાર્ષિક દાન આપી દીક્ષા અંગીકાર કરી. જ્યારે આ સમાચાર સતી રાજમતિએ સાંભળ્યા તે વખતનું વર્ણન કરતાં ગણધરોએ કહ્યું છે કે, રાજમતિએ જ્યારે એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે ત્યારે તે નિરાહાસ-નિરાનન્દ થઈ ગઈ, શેકને કારણે મૂછિત થઈ ગઈ અને તેનું ચિત્ત ચિન્તાથી ચંચલિત થઈ ગયું.
સિદ્ધાન્તમાં કહેલી આ વાતનું વિશદ વર્ણન કરવામાં આવે અને તેની સાથે ભક્તોની ભાવનાને પણ સુમેળ મેળવવામાં આવે તે તે ઘણો જ આનંદ આવે પણ વિસ્તૃત વર્ણન કરવાને માટે સમયની આવશ્યક્તા રહે છે એટલા માટે એ વિષયને વધારે ન વિસ્તારતાં તેને સંક્ષેપ કરવામાં આવે છે.
રાજીમતિ શોકને કારણે મૂર્ણિત થઈ ગઈ અને નિરાહાસ તથા નિરાનંદ થઈ ગઈ, એમ સિદ્ધાન્તમાં શા માટે કહેવામાં આવ્યું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સિદ્ધાન્તમાં ઉપર પ્રમાણે જે કહેવામાં આવ્યું છે તેને ઉદ્દેશ એ જણાય છે કે, જ્યાંસુધી સંસારથી ધૃણા ન થાય તથા સંસારથી મમત્વ ન ઉતરે ત્યાંસુધી વૈરાગ્ય આવતો નથી. વૈરાગ્ય ત્યારે જ થાય છે કે જ્યારે સંસારથી મમત્વ ઓછું થાય છે અને એ કારણે વૈરાગ્ય થવાનું એક કારણ મૂછિત થવું એ પણ છે.
અહીં એક પ્રશ્ન થાય છે કે, ભગવાનને જ્યારે વિવાહ કર ન હતું તે પછી તેરણુઠાર સુધી શા માટે ગયા? તેઓ ત્રણ જ્ઞાનના સ્વામી હતા છતાં શું તેઓ એટલું પણ જાણતા ન હતા ! આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તેમને રાજીમતિની સાથે પૂર્વભવને સંબંધ હતા. એટલા માટે ભગવાન, રાજમતિને એ બતાવતા માટે આવ્યા હતા કે, આ સંસારને સંબંધ તુચ્છ છે. જ્યાં સુધી રાજીમતિ આ વાત સમજી શકી ન હતી ત્યાંસુધી તેને વિષ દ્વારા જ આનંદ મળતું હતું પણ જ્યારે ભગવાને દીક્ષા લઈ લીધી એવું તેણીએ સાંભળ્યું ત્યારે વિષયમાં આનંદ માનવાનું ચાલ્યું ગયું અને તે શેકથી મૂછિત થઈ ગઈ.
રાજીમતિને મૂછ કેમ આવી ? સાધાર્ણ રીતે સંસારમાં મૂછને અર્થ જુદો જ કરવામાં આવે છે પણ રાજીમતિને જે મૂછ આવી હતી તે જુદા જ પ્રકારની હતી. આ જ ઉત્તરાધ્યયન. સૂત્રના ઓગણીસમાં અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે, મૃગાપુત્ર મહેલના ઝરૂખામાં બેઠેલ હતા. તે સમયે તેમણે એક મુનિને જોયા. મુનિને જોતાં જ મૃગાપુત્રને મૂર્છા આવી ગઈ. મૃગાપુત્રને તે વખતે જે મૂછ આવી તે જ મૂછને કારણે તેમને જાતિસ્મૃતિનું જ્ઞાન પેદા થયું.
આજે પણ જોવામાં આવે છે કે, મેસ્મરીઝમવાળો, કોઈ વ્યક્તિને જ્યારે શક્તિવિશેષથી મૂછિત કરી દે છે ત્યારે જ તે મૂછિત વ્યક્તિ તેના પ્રશ્નોનો ઉત્તર આપે છે. જે તેને મૂછિત કરવામાં ન આવે તે તે વ્યક્તિ ઉત્તર આપી શકે નહિ. આ જ વાત મૃગાપુત્રના ચરિત્રથી પણ પ્રકટ થાય છે કે તેમને મૂર્છા આવી અને મૂછ આવવાને કારણે તેમને જાતિસ્મૃતિનું જ્ઞાન થયું. આ પ્રમાણે અવસ્થાના પરિવર્તન માટે ઈન્દ્રિયોની નિસ્તબ્ધતા આવશ્યક છે. જ્યારે ઇન્દ્રિય કાર્યથી નિવૃત્ત થઈ જાય છે તે વખતે તેની શક્તિઓ કેન્દ્રિત થઈ જાય છે.