________________
૩૫૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [પ્રથમ ભાદરવા તને જણાશે. તું અને પરમાત્મા એક જ છે પણ પુગલોના ભ્રમમાં પડી જઈને તું એ વાત ભૂલી ગયા છે, તું ભગવાન પાર્શ્વનાથના શરણે જઈ તારા નિજસ્વરૂપનો વિચાર કરીશ તે તારા આત્મામાં અને પરમાત્મામાં શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ કાંઈ અંતર નથી એ તને સ્પષ્ટ જણાશે; કેવળ ઉપાધિને કારણે જ અંતર પડી રહ્યું છે.
“વહેમી ભય મને જથા રે, સૂને ઘર વૈતાલ;
મૂરખ આત્મ વિષે રે, મા જગ ભ્રમજાલ.” જ્ઞાનીજને કહે છે કે, “હે જીવ! તું અને પરમાત્મા નિશ્ચયનયની દૃષ્ટિએ એક જ છો, કાંઈ અંતર નથી, પરંતુ જે પ્રમાણે વહેમી માણસ સૂના ઘરમાં ભૂતની કલ્પના કરે છે અને પિતાની ભૂતની કલ્પનાથી જ ભય પામે છે, તે જ પ્રમાણે તું પણ તારી કલ્પનાના ભયને કારણે જ પરમાત્માથી દૂર જઈ પડ્યો છે. તે ભગવાન પાર્શ્વનાથના શરણે જા તે તારાં બધાં ભ્રમે મટી જશે. તું પાંચ ભૂતના પ્રપંચમાં પડી રહ્યો છે અને તે કારણે જ ભગવાનથી દૂર જઈ પડ્યો છે. જે તું આ પ્રપંચમાંથી નીકળી જા તે પછી પરમાત્મા પણ તારાથી દૂર ન રહે. તું ચૈતન્ય છે. ચૈતન્ય થઈને તું કયા ભ્રમમાં પડી રહ્યો છે? અને તારા ધર્મને કેમ ભૂલી રહ્યા છે? વિચાર કર, કે જડ પદાર્થો પણ પિતાને ધર્મ સ્વભાવ છોડતા નથી. પૃથ્વી ગંધમય છે, પાણી રસમય છે, પવન સ્પર્શમય છે, અગ્નિ તેજોમય છે, અને આકાશ અવકાશમય છે. આ જડ પદાર્થો પણ પોતપોતાના ધર્મમાં સ્થિર રહે છે તે પછી તું ચૈતન્ય થઇને પણ પિતાના ધર્મને કેવી રીતે ભૂલી રહ્યો છે તેને વિચાર કર. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે,
न वण्णे न गन्धे न रसे न फासे । અર્થાત-આત્માને કોઈ પ્રકારનો વર્ણ નથી, તેને ગંધ નથી, તેને રસ નથી, તેમ કઈ પ્રકારને તેને સ્પર્શ નથી. તે એ બધાથી રહિત છે. આ પ્રમાણે હે જીવ ! તું તારા નિજસ્વરૂપને વિચાર કેમ કરતે નથી? નિજસ્વરૂપ વિષે વિચાર કરતાં તને જણાશે કે, “કર્મને કારણે, બહારની ઉપાધિને કારણે હું પરમાત્માથી જુદે થઈ રહ્યા છે, પણ જો હું કર્મરૂપ ઉપાધિને નિજસ્વરૂપ સમજીને દૂર કરી નાંખ્યું તે પરમાત્મારૂપ બની શકું છું.”
જ્ઞાનીજનો કોઈ પણ વસ્તુને કેવળ ઉપરથી જ જોતા નથી પરંતુ તેના વાસ્તવિક રૂપને પણ જુએ છે. વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તેમની સમજમાં આવી જાય છે તે તેને હમેશાંને માટે હૃદયમાં સ્થાન આપી દે છે અને પછી તેનો કદાપિ ત્યાગ કરતા નથી. આ જ સાચું સમકિત છે. વસ્તુના સ્વરૂપને કોઈ પણ સમયે, કઈ પણ કારણે ન ભૂલવું એજ સમકિત છે. - જ્ઞાનીઓ કહે છે કે, હે જીવ! તું અનંતકાળથી કર્મના સારા-નરસા ફલને ચાખ આવ્યો છે છતાં તું નિજસ્વરૂપને જાણું શકયો નથી અને તેથી તને કશે લાભ પહોંઓ નથી; માટે તું નિજસ્વરૂપ જાણવા માટે પરમાત્માની પ્રાર્થના કર.
( પરમાત્માની પ્રાર્થનાને જે ઉદ્દેશ બતાવવામાં આવ્યું છે તે ઉદ્દેશને શાસ્ત્રમાં અનેક રીતિએ બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે બધાની સમજમાં આવી