________________
વદ ૦)) ]
રાજકેટ-ચાતુર્માસ
[૩૪૯
સુભટો શેઠને પકડી રાજાની પાસે લાવ્યા. શેઠને આ પ્રમાણે પકડાયેલા જોઈ રાજાને ઘણું આશ્ચર્ય થયું. રાજાએ સિપાઈઓને પૂછયું કે, શું છે ! સિપાઈએાએ જવાબ આપ્યો કે, મહારાજ ! શું કહીએ ! કાંઈ વાત કહી શકાય એમ નથી ! વાત કહેતાં અમારી જીભ ઉપડતી નથી. રાજાએ કહ્યું કે, જ્યારે તમે શેઠને પકડી લાવ્યા છો તે શા કારણે પકડી લાવ્યા છો એ કારણ તે બતાવો !
બીજા સિપાઈએ કહ્યું કે, અમે શેઠને રાજમહેલમાંથી પકડી લાવ્યા છીએ. રાજમહેલમાં વાસ્તવિક વાત શું બની છે એ તે અમે જાણતા નથી પણ રાણીજી કહે છે કે, શેઠે મારા શીલવતને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ વાત સાચી છે કે ખોટી એ વાતને નિર્ણય આપ કરો. - રાજાએ કહ્યું કે, શેઠ જેવા ધર્માત્મા ઉપર આવું કલંક ચડાવવામાં આવે છે ? તેમને છોડી મૂકે. રાજાની આજ્ઞા મળતાં જ સિપાઈઓએ શેઠને છોડી મૂક્યા.
રાજા શેઠને એકાંત જગ્યાએ લઈ ગયા અને શું હકીકત બની હતી તે પૂછવા લાગ્યા. રાજા સુદર્શનને કેવી રીતે હકીકત પૂછે છે અને શેઠ તેને કાંઈ ઉત્તર આપે છે કે નહિ તે વિષે યથાવસરે આગળ વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત ૧૯૯૨ પ્રથમ ભાદરવા વદ ૦)) મંગળવાર
પ્રાર્થના “અશ્વસેન” નૃ૫ કુલસિલો રે, “વામા” દેવીકે ન ચિન્તામણિ ચિત્તમેં બસે રે, દૂર ટલે દુઃખ કંદ;
- જીવ રે (પાશ્વજિનેશ્વર વદ. ૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનામાં આત્મા અને પરમાત્માની શુદ્ધ નિશ્ચયરૂપે એકતા બતાવી પરમાત્મા અને આત્મા વચ્ચે જે ભિન્નતા છે તે દૂર કરવાનો ઉપાય બતાવવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આત્મા અને પરમાત્મા એક જ છે, એમ આ પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે. આ જીવ જો કે, અત્યારે માયાની જાળમાં ફસાઈ ગયા છે, કર્મકારા અશુદ્ધ થઈ રહ્યો છે અને એ કારણે પરમાત્માથી દૂર જઈ પડે છે, પણ જ્ઞાની લોકો એ જીને આશ્વાસન આપે છે કે, પરમાત્માથી જીવ ભલે ગમે તેટલે દૂર જઈ પડયો હોય, પણ જ્યારે એ જીવ પિતાના સ્વરૂપ વિષે શુદ્ધ દષ્ટિએ વિચાર કરશે ત્યારે તેને આત્મા અને પરમાત્મા વચ્ચે ભિન્નતા જણાશે નહિ, પણ એકતા જ જણાશે. આ પ્રમાણે હે! છવ ! તું તારું નિજ સ્વરૂપ જે, નિજ સ્વરૂપ જેવાથી “તું પરમાત્માનું જ રૂપ છો” એમ