________________
-
--
-
વદી ૪]. રાજકેટ-ચાતુર્માસ
[ ૨૯૩ આવે કે તેણે પૂર્વ પાપનું ફળ ભોગવ્યું જેને ત્યાં ચોરી થઈ છે, તેણે તે પૂર્વ પાપનું ફળ ભોગવ્યું પરંતુ એ ચેરી તો પરમાત્માએ કરાવીને ? એટલા માટે “પરમાત્માએ ચોરીઠારા તેના પૂર્વકત પાપનું ફળ ભોગવાવ્યું' એમ માનવું તે ઠીક કહી શકાય નહિ. જ્ઞાનીજને કહે છે કે, “તે ચોરી કરીને પૂર્વ કર્મને ભોગવે છે અને નવાં કર્મો બાંધે છે. જ્યારે સંવરધારા નવા કર્મો બાંધે નહિ ત્યારે જ તે પાપથી મુક્ત થઈ શકે છે.”
મુનિ કહે છે કે, હે રાજન ! મારી અનાથતા વિષે વિચાર કરતાં મને જણાયું કે, મારા સંકલ્પને કારણે જ મારે દુઃખ ભોગવવું પડે છે.”
અહીં એક પ્રશ્ન થાય છે કે, “આત્મા સુખને સંકલ્પ ત કરે છે, પણ દુઃખને સંકલ્પ કોણ કરે? વળી, આત્મા જે અજ્ઞાન છે તે તે નિયામક કેવી રીતે બની શકે ? જે પ્રકૃતિ વ્યવસ્થા કરે છે એમ કહેવામાં આવે તો તે તે જડ છે. જ્યારે તે પોતે પોતાને જાણી શકતી નથી તે પછી તે બીજાની વ્યવસ્થા કેવી રીતે કરી શકે? એટલા માટે આત્માને કોઈ નિયામક તે હોવો જ જોઈએ.”
આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે, “દૂધને એ જ્ઞાન હોતું નથી કે, મારામાં કેટલો રસભાગ છે અને કેટલો ખલભાગ છે. તથા પેટમાં જઈને હું કયા રૂપમાં પરિણત થાઉં છું.” આ જ પ્રમાણે તમને પણ એ જ્ઞાન નથી કે એ દૂધ અમારા પેટમાં જઈ કેવી રીતે રસ ભાગ અને ખલ ભાગમાં પરિણત થાય છે. આમ હોવા છતાં દૂધજ્યારે પેટમાં જાય છે ત્યારે તેનો રસ ભાગ અને ખલ ભાગ જુદો જુદો થઈ જાય છે, અને રસ ભાગમાંથી જેટલો ભાગ આંખને મળવું જોઈએ તેટલો આંખને, જેટલો ભાગ કાનને મળવો જોઈએ તેટલો કાનને અને એ પ્રમાણે પ્રત્યેક અંગને રસ ભાગ પ્રમાણમાં મળે જ છે. આ પ્રમાણે પ્રકૃતિ જ એવી બની છે કે, બધાં કામે પિતાની મેળે જ નિયમિતરૂપે થયાં કરે છે. જો તમે પ્રકૃતિદ્વારા થતાં બધાં ખેલો બરાબર જુઓ અને જાણો તે તમે પૂર્ણ જ થઈ જાઓ. તમે જાણતા નથી કે આ બધું કેમ બને છે ! પણ પ્રકૃતિ તે પિતાને બધો ખેલ બરાબર ભજવે છે, અને આત્મા પ્રકૃતિના આ ખેલને કારણે જ પોતાના કર્મનું ફળ પિતે જ ભોગવવા વિવશ થઈ જાય છે. આ પ્રમાણે કર્મનું ફળ ભોગવવા માટે પરમાત્મા કે બીજા કોઈને નિયામક માનવાની જરૂર જ રહેતી નથી. | મુનિ કહે છે કે, “હે રાજન ! મારી આત્માની સ્થિતિ જોતાં હું એ નિશ્ચય ઉપર આવ્યો કે આ રોગ મારા પિતાના સંકલ્પથી જ પેદા થયો છે. તે આ રોગ હાય ય કરવાથી એમ મટી શકે એમ નથી. હું અનેકવાર વેદના સહી ચૂક્યો છું. જે વેદના દૂર થઈ શકતી ન હોય તો પહેલાંની વેદના કેમ દૂર થઈ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વેદના દૂર થઈ શકે છે. તે પછી આ વેદના કેમ દૂર થતી નથી ? આ વિષે વિચાર કરતાં હું એ નિશ્ચય ઉપર આવ્યું કે, મેં મારા પિતાના સંકલ્પથી જ આ વેદનાને બોલાવી છે અને મારા પિતાના સંકલ્પથી જ એ વેદનાને દૂર કરી શકાય છે.”
સંકલ્પને અર્થ નિશ્ચય થાય છે. સુખ કે દુઃખને આત્માએ પોતાના નિશ્ચયથી જ પકડી રાખ્યાં છે.