________________
શુદી ૫]
રાજકેટ-ચાતુર્માસ
[ ૧૪૫
અંધારી રાતે પણ કેવળ હાથથી સ્પર્શ કરતાં કહી દે કે, આ છીંટ આટલા વાર ઓછી છે અને આ છીંટ આટલા વાર વધારે છે ! '
કહેવાનો આશય એ છે કે, જે ખરે પરીક્ષક હોય છે તે મુખાકૃતિ જોતાં જ પારખુ કરી લે છે. રાજા પણ પરીક્ષક હતું એટલે મુનિને જોતાં જ આ મુનિ ક્ષમાશીલ અને નિર્લોભી છે તે જાણી લીધું. તે મુનિ રૂ૫ અને વર્ણમાં અનુપમ હોવા છતાં કામભેગથી વિરક્ત હતા, એ પણ આશ્ચર્યજનક છે !
અહીં એક પ્રશ્ન થાય છે કે, જ્યારે રાજાએ મુનિને ક્ષમાશીલ અને નિર્લોભી કહ્યા છતાં તેમને ભોગોથી અસંગતિ અર્થાત કામગોથી વિરક્ત હતા એમ શા માટે કહ્યું ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સર્વથી નહિ તે દેશથી ગૃહસ્થા પણ ક્ષમાશીલ અને નિર્લોભી હોઈ શકે છે; પણ આ તો ગૃહસ્થ નહિ પણ મુનિ હતા એ સ્પષ્ટ કરવા માટે ક્ષમાશીલ અને નિર્લોભીની સાથે કામગોથી વિરકત આ મુનિ હતા–સંયમના ધારક હતા–એમ રાજાએ કહ્યું.
રાજાને, મુનિને કામભોગને ત્યાગ એટલો બધો આશ્ચર્યજનક એટલા માટે લાગે કે તે ભોગોને ત્યાગ કરવો બહુ મુશ્કેલ માનતા હતા. જેમકે તમને ધન બહુ પ્રિય છે એટલે ધનને ત્યાગ કરવો મુશ્કેલ લાગે છે, અને તેથી કોઈ માણસને લાખ રૂપિયાને ત્યાગ કરતા જુઓ, તે તમારા આશ્ચર્યને પાર રહેતા નથી. આ જ પ્રમાણે રાજા પણ કામભેગેને પ્રિય માનો હતો અને તેને ત્યાગ કરે મુશ્કેલ સમજતું હતું અને તેથી મુનિને કામભેગોથી વિરક્ત થએલા જોઈ તેના આશ્ચર્યને પાર રહ્યું નહિ.
રાજામાં પણ સ્વાર્થને માટે પણ થોડા ઘણા અંશમાં ક્ષમા અને નિર્લોભતાના ગુણ વિદ્યમાન હશે, પણ જ્યારે મુનિમાં નિઃસ્વાર્થ ક્ષમા અને નિર્લોભતાનાં ગુણો જોયાં ત્યારે તે પિતાનામાં રહેલાં ક્ષમા અને નિર્લોભતાનાં ગુણો ભૂલી ગયો અને “આ મુનિ તે સાક્ષાત ક્ષમા અને નિર્લોભતાના મૂર્તિમાં છે અને મારામાં તે કાંઈ નથી,” એમ પ્રશંસા કરવા લાગ્યા.
રાજાએ જેમ મુનિની સાથે સંબંધ જોડી લીધે તેમ તમે પણ ગુણીજનની સાથે સંબંધ જોડે અને તમે કદાચ ગુણોને જીવનમાં અપનાવી શકે નહિ, તે જેઓ ગુણોને જીવનમાં અપનાવતા હોય તેમની પ્રશંસા કરે તો પણ કલ્યાણ છે. ગાડીને ખેંચી જવાની શક્તિ તે કેવળ ઍન્જિનમાં જ હોય છે, બીજા ડબાઓમાં એ શક્તિ હોતી નથી, તેમ છતાં ઍન્જિનની સાથે જે ડબાઓ જોડાએલાં હોય છે, તે ડબાઓમાં દોડવાની શક્તિ ન હોવા છતાં, ઍનિજીનની સાથે જોડાએલાં હેવાને કારણે ઐજીિન જે સ્ટેશને જાય છે તે સ્ટેશને જઈ શકે છે, તે જ પ્રમાણે તમે પણ મહાત્મા કોની સાથે સંબંધ જોડશે તે તેમની સાથે તમારું પણ કલ્યાણ થઈ જશે !
રાજા ક્ષત્રિય હતા. તે વાણીયાઓની માફક પ્રસન્ન થઈને કેવળ મૌખિક પ્રશંસા જ કરી જાણતા ન હતા, એટલે તેણે વિચાર્યું કે જ્યારે મેં આ આય મુનિમાં ગુણો જોયાં છે તે તેમને નમસ્કારાદિદ્વારા વિવેક પણ કર જોઈએ. જ્યાં સુધી ગુણો જાણ્યા નથી