________________
વદ ૩ ] રાજકેટ-ચાતુર્માસ
[ ૧૯ જોડાએલો છે. ક્ષેત્રવિપાકી પ્રકૃતિ સૂત્રમાં પણ આવે છે. જેમકે એક ભારતને નિવાસી છે અને બીજે યુરોપને છે. ક્ષેત્રવિપાકી ગુણ બનેમાં રહે છે જ. કેઈ એ ગુણને વિકસાવે એ જુદી વાત છે, પરંતુ સાધારણ રીતે ક્ષેત્રવિપાકી ગુણ રહે છે જ. મનુષ્ય અને પશુમાં જે ભેદ છે તે ક્ષેત્રને લીધે છે. બાકી બન્નેના આત્મા સમાન જ છે. મનુષ્ય અને પશુને ક્ષેત્રી આત્મા તે સમાન જ છે; આ ક્ષેત્રવિપાકી ગુણને કારણે કોઈ મનુષ્યને પશુ અને પશુને મનુષ્ય કહી શકતું નથી.
તમે ભારતમાં જન્મ્યા છે એટલે તમારામાં ભારતને ક્ષેત્રવિપાકી ગુણ હોય એ સ્વાભાવિક છે. છતાં તમારા અત્યારના રંગઢંગ, ખાનપાન તથા પહેરવેશ કેવા પ્રકારનાં છે તે જુઓ. તમે ભારતીય છે. પણ શું તમને ભારતીય ભાષા પ્યારી લાગે છે? જે પ્રિય નથી લાગતી તો તે તમારું અભાગ્ય જ છે ને ? પરદેશીએ ભારતની પ્રશંસા કરે અને તમે પિતે ભારતીય હોવા છતાં ભારતની અવહેલના કરે, એ કાંઈ ઓછા દુર્ભાગ્યની વાત નથી. અત્યારે ભારતીયો પરદેશની અનેક લોભાવનારી ચીજે ઉપર મુગ્ધ થઈ પિતાના ભારતદેશને જ ભૂલી રહ્યા છે, પણ એટલું જોતા નથી કે અમે જે વસ્તુ ઉપર મુગ્ધ બનીએ છીએ એ વસ્તુ કયાંની છે ? એ વસ્તુ ભારતની જ છે પણ ભારતીય પિતાનું ઘર જોઈ શકતા નથી. એ તે એના જેવી વાત થઈ કે, એક માણસ બીજા માણસના ઘેરથી થોડાં બીજ લઈ આવ્યો અને પોતાના ખેતરમાં વાવ્યાં. એક દિવસ બીજો માણસ પે'લા માણસને ત્યાં આવ્યો અને તેના ખેતરમાં સુંદર ફુલવાળા વૃક્ષને જોઈ કહેવા લાગ્યો કે, આપ તે બહુ ભાગ્યશાળી છે કે, આપના ખેતરમાં આવાં સુંદર કુલ ઊગે છે ! પેલા માણસે કહ્યું કે, એ બધું આપનું જ છે. બીજા માણસે કહ્યું કે, મારા ભાગ્યમાં એવું ક્યાંથી ? ત્યારે પેલા માણસે કહ્યું કે, અમુક સમયે હું આપને ઘેર આવ્યું હતું ત્યારે તમારા ઘરમાંથી રખડતાં ચેડાં બીજને હું લઈ આવ્યો અને ખેતરમાં વાવ્યાં, અને એ બીજમાંથી આ કુલ થયાં છે ! આ સાંભળી બીજે માણસ પોતાને ઘેર પડેલાં બીજની કીંમત સમજી શકો.
. આ જ પ્રમાણે જે તત્ત્વ વિદેશમાં આજે જોવામાં આવે છે, તે તત્વ ભારતનું જ છે. હા, પરદેશીઓએ એ તની વિશેષ શોધ અવશ્ય કરી છે, પણ બીજરૂપે તો એ તવ ભારતનું જ છે. એટલા માટે પરદેશની લોભાવનારી ચીજે ઉપર મુગ્ધ ન બનતાં તમે તમારા ઘરને ભૂલી ન જાઓ, પણ તમારા ઘરમાં કઈ કઈ ચીજ આડીઅવળી રખડે છે તેની તપાસ કરે.
સુદર્શન ચંપાનગરીને રહેવાશી હતે. જન અને બૌદ્ધ સાહિત્યમાં ચંપા વિષે બહુ વર્ણન મળી આવે છે. ચંપાનું વિસ્તૃત વર્ણન ઉવવાઈ સૂત્રમાં છે પણ તેમાં કહેવામાં આવેલી મુખ્ય ત્રણ જ વાત ઉપરથી ચંપા નગરી કેવી હતી તેનો હાલ જાણી શકાય છે. ચંપાના વર્ણનમાં કહેવામાં આવ્યું છે કે, तेणं कालेण तेण समयेणं चम्पा नाम नगरी होत्था, रिढोए ठिम्मिए समिद्धे ।
–શ્રી ઉવવાઈ સૂત્ર