________________
૪૩૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
દંડ મળશે અને અમે બચી જઈશું. આ પ્રમાણે વિચાર કરી સુદર્શન બધી હકીકત કહી શકતા હતા પણ તેમની પાસે વાણિયાશાહીને હિસાબ ન હતો કે તેઓ એમ કરી બેસે. તેઓ તે એમ જ વિચારતા હતા કે, ગમે તે થાય પણ મારી માતાને તે કષ્ટમાં નહિ જ પાડું.
ઈસી મત્ર કે ધ્યાન શેઠને, તજે પૂર્વ ભવપ્રાણ; ડિગે દેવ સિંહાસન ઉસસે, મહિમા.મંત્રકી જાન. તે ધન૧૦૬ શીલ, સત્ય અર દયા સાધના, લગી મંત્ર કે સાથ;
હિયે હુલાસાયે દેવ ગગનમેં, આયે જેડે હાથ. ધન- ૧૦૭ કાલે કહ્યું હતું કે, સુદર્શન શેઠે સાગારી સંથારો કર્યો, અને જાણે તેમણે જિનમુદ્રા ધ્યાનઠારા પ્રગટ કરી હોય એમ લાગતું હતું.
જે શરીર, અરિહંતો, ગણધરો, મોટો મેટા મુનિવર તથા મોટા મોટા શ્રાવકોને મળ્યું હતું તે જ શરીર તમને પણ મળ્યું છે. ધ્યાનપૂર્વક જાઓ તે તમને જણાશે કે, આ શરીરમાં કેવી સુંદરતા છે! જે આ શરીરને સદુપયોગ કરવામાં આવે તે પરમાત્મા અને આત્માની એકતા થવામાં વાર ન લાગે. આવું શરીર મળ્યું એ કેટલાં પુણ્યનું ફળ છે! છતાં આ શરીરને પરમાત્માની સાથે એકતા કરવામાં સદુપયોગ ન કરે અને નીચ ભાવનાને પોષવામાં તેને દુરુપયોગ કરે, એ ક્યાંસુધી ઠીક છે? તેનો વિચાર કરે. શું આ શરીર માટે એમ કહેવું ઠીક છે કે, કાલુક કસાઈને મળ્યું હતું તે જ શરીર તમને મળ્યું છે ? જો આમ કહેવું ઠીક ન હોય તે પછી એ વાતને તમે બરાબર ખ્યાલ રાખો કે, આ શરીર ક્યાંક કાલુક કસાઈના શરીર જેવું બની ન જાય! પદ્માસન લગાવી, આંખને નાસિકા ઉપર કેન્દ્રીભૂત કરી ધ્યાન ધરે તે શું આ શરીરમાં જિનમુદ્રા પ્રગટાવી ન શકાય! જો તે શક્ય છે તે પછી જિનમુદ્રા ન પ્રગટાવતાં રાક્ષસી મુદ્રા પ્રગટાવવામાં આ શરીરનો દુરુપયેગ કરે તે. એ કેવી ગંભીર ભૂલ કહેવાય ?
શેઠ જિનમુદ્રા ધારણ કરી, જાણે પરમાત્મામય બની ગયા. આ શરીર જ જિનમંદિર છે. તમે બીજા દેવળોને જોવા કરતાં આ શરીરરૂપી દેવળને જ જુઓ. આ શરીર દેવળમાં જે ચૈતન્યપ્રભુ બેઠા છે તેમને ન ભૂલો પણ તેમની આરાધના કરે. - શેઠ તે પિતાને ધ્યાનમાં મશગૂલ હતા, અને સુભટે શહેરના ચૌટે ચૌટે ફેરવતાં શેઠને તેના ઘરની સામે લાવવામાં આવ્યું અને કહ્યું કે, “શેઠ આ તમારું ઘર આવ્યું છે !” રાજાના સુભ શેઠને આમ કહેતા હતા પણ શેઠ તે વિચારતા હતા કે, મારું ઘર તો બીજું જ છે.
શેઠને તેના ઘરની સામે ઊભો કરવામાં આવ્યા છતાં શેઠે ઘરની તરફ દૃષ્ટિ પણ ન કરી. લેકે કહેવા લાગ્યા કે આ કેવો ધર્મઢોંગી છે. તેને પિતાના ઘર તરફ પણ પ્રેમ નથી. કેટલાક લેકે એમ કહેતા હતા કે આવા ધર્મથી તે દૂર રહેવું એ જ સારું; ત્યારે કેટલાક લેકે એમ કહેતા હતા કે, ધન્ય છે મનોરમાને કે જે આવા સમયે પણ ધ્યાનમાં બેઠી છે. લેનો ઘંઘાટ સાંભળી તે સારી રીતે જાણે છે કે મારા પતિ બહાર આવ્યા છે, છતાં પણ જાણે તેને ધ્યાન્યજ્ઞમાં આહુતિ હોમવામાં આવી ન હોય તેમ તેનું ધ્યાન વધારે પ્રજ્વલિત બન્યું છે. કોઈ એમ કહેતા હતા કે, શેઠાણીને તે જુઓ કે પતિને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવે છે, અને ઘરની સામે પતિ ઉભા છે, છતાં શેઠાણી ઘરની બહાર પણ