________________
વદ ૬] રાજકેટ-ચાતુર્માસ "
[ ૩૧ તમને તમારા દે જોવામાં ન આવે તે પણ એમજ માને છે, મારામાં પહેલાનાં અનેક દેષો છે અને અનાદિકાળથી હું જ્ઞાનાવરણીયાદિ ષોથી યુક્ત છું, એમ માનીને પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરી કે, “હે પ્રભો ! હું પાપને સાગર છું, મારામાં અનન પાપ ભરાએલાં છે, પણ હવે હું એ પાપમાંથી મુક્ત થવા માટે આપના શરણે આવેલ છે માટે મને પાપથી મુક્ત કરે.”
જે પાપને પાપ અને પિતાને પાપને અપરાધી માને છે તથા તે પિતાના ગુણને નહિ પણ દેને જોવાની ઈચ્છા રાખે છે તે જ આ પ્રમાણે પરમાત્માની પાસે પ્રાર્થના કરી શકે છે. જે પોતાના ગુણની જ પ્રશંસા સાંભળવા ચાહે છે, પોતાના દેને સાંભળવા કે જોવા ચાહત નથી તે પરમાત્માની પ્રાર્થનાથી દૂર છે એમ સમજવું જોઈએ. અનાથી મુનિનો અધિકાર હવે શાસ્ત્રની વાત ઉપર આવું છું. કાલે મેં કહ્યું હતું કે,
सिद्धाणं णमो किच्चा संजयाणं च भावओ।
પસ્થિરમારું તમ મજુતિદિં મુદ્ર [ –૩૦ ૨૦-૨] આ વિશમાં અધ્યયનમાં જે કાંઈ કહેવાનું છે તે આ પહેલી ગાથામાં પીઠિકા, પ્રસ્તાવના કે ભૂમિકારૂપે કહી દેવામાં આવ્યું છે. આ ગાથાને સાધારણ અર્થ તે કરવામાં આવ્યો છે પણ એ ગાથાને વ્યાકરણની દૃષ્ટિએ એને પરમાર્થ શું છે એ અત્રે વિચારવાનું છે. આ ગાથામાં જે શબ્દો આવ્યા છે તેમાં કયા તત્વને બેધ આપવામાં આવ્યો છે એ વાત ટીકાકાર બતાવે છે.
પહેલાં મેં કહ્યું છે કે, નમસ્કારમગ્નમાં અરિહન્ત, સિદ્ધ આદિ પાંચ પદોમાં એક સિદ્ધ છે અને બાકીના ચાર સાધક છે. આ વાત એક દષ્ટિએ ઠીક જ છે પણ ટીકાકાર કહે છે કે, અરિહન્તની ગણના પણ સિદ્ધમાં કરવામાં આવે છે. આ દષ્ટિએ બે સિદ્ધ છે અને ત્રણ સાધક છે. અરિહન્તની ગણના પણ સિદ્ધમાં થઈ શકે એનું પ્રમાણુ બતાવતાં ટીકાકાર શાસ્ત્રનું પ્રમાણ ટાંકે છે કે –
ઘઉં રિક્ષા પત્તિ પરમાણું –અનુયોગઠાર અર્થાત -સિદ્ધ પરમાણુની વ્યાખ્યા કરે છે. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે, પણ સિદ્ધ તે બેલતા કે વ્યાખ્યા કરતા નથી પણ અરિહન્ત એમ કરે છે એ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે, અરિહન્તની ગણના પણ સિદ્ધમાં કરવામાં આવી હશે. આ દષ્ટિએ અરિહન્તને સિદ્ધ માની નમસ્કાર કરવામાં આવેલ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ તે સાધુ જ છે એટલા માટે એમને સાધુ ગણી નમસ્કાર કરવામાં આવેલ છે.
અત્રે બીજો પ્રશ્ન ઉભો થાય છે કે, જ્યારે અરિહન્તને નમસ્કાર કરવામાં આવ્યાં તે પછી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર શા માટે કરવામાં આવ્યાં? જ્યારે રાજાને નમસ્કાર કરવામાં આવ્યાં તે પછી શું તેની પરિષદ બાકી રહે ખરી ? અરિહન્ત રાજા છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ તેમની પરિષદ્દમાં છે, તે પછી તેમને જુદાં જુદાં નમસ્કાર કરવાની શી જરૂર છે?