________________
૬િ૮૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક ભરના સકળ શ્રી સંઘે મળીને યુવાચાર્યને ચૂંટાયા છે. કેઈ એક સમ્પ્રદાયે તેમને ચૂંટયા નથી. મેં વિચાર્યું કે જ્યારે સકળ સંઘને એ પસંદ છે તે પછી એમાં મને શું વાંધે ? એમ વિચાર કરીને મેં પણ તેઓને યુવાચાર્ય તરીકે સ્વીકાર્યા અને તેમને યુવાચાર્ય પદ આપ્યું. ગયા વર્ષે મને એવી સદ્દબુદ્ધિ સૂઝી કે મેં સમ્પ્રદાયના કાર્યને બધે ભાર તેમને માથે મૂકી દીધો. આ પ્રમાણે હું સ્વતંત્ર થઈ ગયો છું અને હવે હું તે શ્રી સંઘને રિટાયર્ડ સેવક છું. - પૂજ્યશ્રી શ્રી લાલજી મહારાજશ્રીએ મને કહ્યું હતું કે, બીકાનેર અને ઉદયપુર શ્રી સંઘનું ધ્યાન રાખવું. એટલા માટે બીકાનેરને ખ્યાલ મારા મનમાં છે અને પૂજ્યશ્રી મહારાજની - આજ્ઞાનુસાર મેં બીકાનેર, ગંગાસર અને ભીમાસર એમ ત્રણ ચાતુર્માસ કર્યો છે. હું રાજકોટ આવ્યું ન હતું એટલે રાજકોટ પણ આવી ગયો. હવે મારી ઉપર કોઈ પ્રકારની ખાસ જવાબદારી નથી. જવાબદારી જે છે તે યુવાચાર્યજી ઉપર છે અને તેઓ સુયોગ્ય હોવાથી પોતાની જવાબદારીને બરાબર પાર ઉતારશે એવો વિશ્વાસ છે. હવે મારે ક્યાં રહેવું, શું કરવું વગેરે વિષે હું સિંઘ, યુવાચાર્યજી વગેરેની સલાહ ભલે લઉં, પણ આ વિષે નિર્ણય કરે તે મારા અધિકારમાં છે. હું ગમે ત્યાં રહું પણ શ્રીસંઘે તો એમ સમજવું જોઈએ કે, એઓ તે સંઘથી રિટાયર્ડ છે. ' : . જે કે શ્રી સંઘે મને જે પૂજ્ય પદવી આપી હતી તે તે યુવાચાર્યજીને આપી દેવામાં આવી છે, તે પણ અત્યારે મને પૂજ્ય કહેવામાં આવે છે. અને તે કારણે મારે પણ કોઈને કેાઈ રૂપમાં થેડેઘણે ભાર પણ વહન કરવો જ પડે છે. .. . . . કે ભગવાન ધર્મનાથને આપણે ભૂલી ન જઈએ એ આપણું ધ્યેય હોવું જોઈએ. આપણે હજી ઉપાસક છીએ એટલા માટે ઉપાસ્યને ભૂલી જવા ન જોઈએ. જો આપણે ઉપાસ્યને ન ભૂલીએ તો- * * * * .
. . . . . . . . . . ' , , , , तीर्थ कुर्वन्ति ' तीर्थाणि । સાથં વન્તિ શarfm t
सत्कर्म कुर्वन्ति कर्माणि ॥ જેમના આત્મામાં પરમાત્માની ભક્તિને પૂર્ણ પ્રકાશ પ્રગટો હેય તેમનાં ચરણ જ્યાં પડે ત્યાં તીર્થ જ છે. આથી વિપરીત જે લોકે પરમાત્માને ભૂલી જઈ કામ-ક્રોધાદિના પંજામાં સપડાઈ જઈ પૈસાના લેભમાં બીજાનું ગળું રેસે છે અને ઈશ્વરને પણ ગણુકારતા નથી તે કૃતધી લોકો વિષે શું કહેવું?
જે પતિતપાવન છે એ ઈશ્વરને, પિતાના નજીવા કામની સિદ્ધિ માટે, તજી દેવા અને હૃદયમાં નીચ લાલસાને સ્થાન આપવું તે ઘણું જ ખરાબ છે. એટલા માટે એ પતિતપાવન કરનાર પરમાત્માને કદાપિ ભૂલે નહિ. જો તમે પરમાત્માને તમારા હૃદયમાં સ્થાન આપવા ચાહતા હો તો તમે જે કાંઈ કામ કરે તે તેમને અનુકૂલ જ કરે અર્થાત તમારે તીર્થય બનવું જોઈએ. કારણ કે તમે પોતે જ તીર્થ છે ભગવાને કહ્યું છે કે – . चत्तारि समणसंघे पण्णत्ते तंजहा-समणाए समणिए सावयाए सावियाए वा ।
આ પ્રમાણે તમે શ્રાવકે પણ તીર્થરૂપ છે. તીર્થરૂપ હોવા છતાં જો તમે દુષ્કૃત્યો કરે તે શું તે તમારા માટે અનુચિત નથી? તમે મને પણ તીર્થરૂપ માને છે અને