________________
વદી ૧] રાજકેટ ચાતુર્માસ
[ ૬૭૯૯ તે કરી લે પણ સમયે રૂપિયા પાછા ચુકવે નહિ તે તે “દીવાળીઓ” કહેવાય. આ જ પ્રમાણે અમારે પણ એમ સમજવું જોઈએ કે, હે ! પ્રભુ! અમે આ શ્રાવકનું વંદન તે સ્વીકારીએ છીએ પણું જે ગુણને લીધે શ્રાવકે અમને વંદન-નમસ્કાર કરે છે તે ગુણ અારામાં ન હોય કે શ્રાવોને એ ગુણ આપી ન શકીએ તો એ પણ દીવાળું ફૂંકવા જેવું જ ગણાશે.
તમે લોકો અમને પ્રાણસંજીવની જડીબુટ્ટીની ગાંઘી દવાની સમાન માને છે. જે આવી મૂલ્યવાન દવા ઢળાઈ જાય કે તે દવાની શીશી ટૂટી-ફૂટી જાય છે તે દવાને આધારે જે લેકે સ્વસ્થતા પામતા હોય તે લેકે મુશ્કેલીમાં આવી જાય. આ જ પ્રમાણે પ્રાણુસંજીવની જડીબુટ્ટી જેવી મોંઘી દવાની જેમ મોંઘા ગણાતા જે અમે બગડી જઈએ કે કુટી જઈએ, તે અમારા આધારે જે લેકે કલ્યાણ સાધવા ધારતા હોય તે લોકોની શી દશા થાય ? એટલા માટે અમારે પણ અમારી જવાબદારી ધ્યાનમાં રાખવી જોઈએ. અને જે લેકેએ મારી પ્રશંસા કરી છે તે લેકેએ પણ પિતાની જવાબદારીનું ધ્યાન રાખવું જોઈએ.
અહીંના લેકે મને જાણતા ન હતા છતાં પણ તેઓ માસ પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કરી મને અહીં ખેંચી લાવ્યા એથી એ સ્પષ્ટ જણાય છે કે એ લેકે કેવળ મારા શરીરની સાથે પ્રેમ કરતા નથી, પણ જે ધર્મનું તેઓ પાલન કરે છે તે ધર્મ પ્રત્યે પ્રેમ છે અને તેથી જ મારા પ્રત્યે પણ પ્રેમભાવ સખે છે. આ જ કારણે તમે લેકે અમારા ઉપર આટલે બધે વિશ્વાસ રાખો છો. આમ છતાં જો અમે બગડી જઈએ, તમારે વિશ્વાસભંગ કરીએ તે તમારી શી દશા થાય? એટલા માટે અમે બગડી ન જઈએ એનું ધ્યાન અમારે પ્રતિપળ રાખવું જોઈએ.
બીકાનેર શ્રીસંઘની વિનતી હમણાં મેં અને તમે બધાએ સાંભળી. વાસ્તવમાં બીકાનેર શ્રી સંધનું ભાણું પીરસેલું હતું. કેવળ જમવાની વાર હતી, તેવી મારી તૈયારી બીકાનેર જવાની હતી. વચમાં રાજકોટ શ્રી સંધને પરસેલું ભાણું મળી ગયું. હું તે રાજકોટ અને બીકાનેરને એક જ સમજું છું અને ભાવના તથા ભક્તિ હેવાથી મારા માટે તે બનેય સ્થળ સમાન જ છે. જે કામ હું બીકાનેર કરતા તે કામ અહીં કરી રહ્યો છું. એટલા માટે બીકાનેરવાળાઓએ મારું અત્રે આવવાનું થવાથી અને બીકાનેર આવવાનું ન થવાથી દિલગીર થવાની કોઈ જરૂર નથી આ સાલ જે હું આ બાજુ આવત નહિ તે મારા માથે જવાબદારીનું ત્રણ રહી જાત. એટલે એ ઋણભાર માથા ઉપરથી ઉતારવા માટે મેં વિચાર્યું કે પછી જઈ શકાય કે ન પણ જઈ શકાય; માટે હમણાં ત્યાં જવું ઠીક છે. આ વિચારની પ્રેરણાથી અને શ્રીમલજી, સૂરજે મેલજી વગેરેને આગ્રહ થવાથી મેં ઉનાળાને પણ વિચાર ન કર્યો અને અહીં આવ્યો. હવે મારું એ જ કહેવું છે કે, મારું આ શરીર બીકાનેર, રાજકોટ કે કોઈ બીજા સ્થળે રહે પણ તમારે તે તમારા કોમ તરફ ધ્યાન અપવું જોઈએ.
મેં તે કાંઈ વિચાર્યું ન હતું તે પણ ન જાણે કઈ ભાવના કે શક્તિની પ્રેરણાથી સકળ શ્રી સથે મળીને ગણેશલાલજીને યુવાચાર્ય ચૂંટયા અને સમ્પ્રદાયના સદ્ભાગ્યે આવા ગ્ય યુવાચાર્ય સમ્પ્રદાયને મળી ગયા. મારી ઈચ્છા ન હોવા છતાં પણ અજમેરમાં ભારત* પૂજ્યશ્રીના વિહારની નેધ માટે પરિશિષ્ટ પહેલું જુએ.