________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ અષાડ
આપે છે, કે જેના વડે મનુષ્ય જીવિત રહી શકે છે. પ્રકૃતિની રચના જ કઈ એવા પ્રકારની છે કે, જે હવા મનુષ્ય છેડે છે તે જ હવા વૃક્ષને માટે અમૃત સમાન નીવડે છે અને વૃક્ષ જે હવા છેડે છે તે મનુષ્યને માટે અમૃત સમાન નીવડે છે. આ દૃષ્ટિએ વૃક્ષ જે મનુષ્ય છોડેલી ઝેરી કારબન ગેસ પચાવીને એકસીઝન હવા છેડે નહિ તે, મનુષ્ય જીવિત કેવી રીતે રહી શકે? — -
આ પ્રમાણે વૃક્ષો મનુષ્યને માટે જીવનોપયોગી છે છતાં લોકો કહે છે કે, જીવનમાં વૃક્ષોની શી આવશ્યકતા છે? પણ વૃક્ષો ન હોત તે તમારી જીવનરક્ષા માટે ઓકિસઝન હવા પણ કોણ પૂરી પાડત? વૃક્ષો લેકેની જીવનરક્ષા કરે છે, તે પણ આજકાલ તેમની ઉપર દયા કરવામાં આવતી નથી ! પહેલાંના લોકો વૃક્ષોની આત્મીયજનની માફક રક્ષા કરતા હતા અને જે કોઈ વૃક્ષને કાપવામાં આવતું તો તેમને બહુ દુઃખ થતું હતું; પરંતુ આજના લોકોએ તે વૃક્ષોની દયા જ છેડી દીધી છે અને કહે છે કે, “અમે સુધરેલા છીએ!” જે ઝેર લઈને બદલામાં અમૃત આપે છે તેની દયા ન કરવી એ કૃતનતા છે. મહાભારતમાં વૃક્ષને અજાતશત્રુ કહેવામાં આવે છે. અજાતશત્રુ એટલે તેને કોઈ શત્રુ નથી. જે કોઈ તેને પત્થર મારે છે કે, તેની ઉપર કુહાડીને માર મારે છે તેને બદલામાં તે પોતાનાં મીઠાં ફળ કે પિતાનું સર્વસ્વ પણ આપી દે છે. આવા જીવનોપયોગી વૃક્ષની જીવનમાં આવશ્યકતા કોણ નહિ સ્વીકારે !
દિલ્હીના લોકો કહેતા હતા કે, જુની દિલ્હીમાં બહુ વૃક્ષે હતા પણ જ્યારે લૈર્ડ હાડિજ ઉપર મેઈએ ઐમ્બ ફેંકયો હતો ત્યારે ઍમ્બ ફેંકનાર પકડાય નહિ એટલે બજારના બધાં વૃક્ષો કાપી નાંખવામાં આવ્યાં. અહીં એક વિચારવાની વાત છે કે, બેંમ્બ ફેકયો કોણે અને દંડ મળ્યો કોને? જે એકિસઝન હવા આપી મનુષ્યને જીવિત રાખે છે તે વૃક્ષોને કાપવાની કૃતજ્ઞતા કરી લેકે પિતાને સુધરેલા માને છે, પણ આ સુધાર કહેવાય કે કુધાર !
આજે જંગલને કાપી વેરાન બનાવી મૂકવામાં આવે છે, પણ એને લીધે વરસાદ એ થતું જાય છે એ કોણ જાણે છે ! જ્યારે મોટાં મોટાં જંગલ અને બાગ હતાં ત્યારે કેસરી સિંહની માફક મહાત્મા લોકો પણ ત્યાં જ રહેતા, પણ હવે તે અમારે સાધુઓએ પણ નગરનું શરણ લેવું પડે છે !
રાજા શ્રેણિક, બાગને પિતાની બધી સમ્પત્તિઓમાં મોટી સમ્પત્તિ માનતે હો; અને એ કારણે તે બાગને નવપલ્લવિત રાખવા પ્રયત્ન કરતો હતે.
આ પ્રમાણે બાગના વૃક્ષોનું વર્ણન કરી, એ બાગમાં અનેક પ્રકારનાં પક્ષીઓ રહેતા હતા એમ આગળ કહેવામાં આવ્યું છે. તે બાગ અનેક પ્રકારના પક્ષીઓથી સેવિત હતા. એ કથન ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે, તે વખતે આજની માફક પક્ષીઓની હત્યા કરવામાં આવતી ન હતી. આજે તે પિતાની મોજમઝાને પૂરી કરવા માટે પક્ષીઓની પાંખ-પીછાં માટે હત્યા કરવામાં આવે છે. મેં એક લેખમાં વાંચ્યું હતું કે, યુરોપ અને અમેરિકામાં લોકોની શિકારત્તિને કારણે ત્યાં અનેક પક્ષીઓની જાતિ જ નષ્ટ થઈ ગઈ છે. આ પ્રમાણે આજના સુધારાએ અને આજની ફેશને વૈર જ પેદા કર્યું છે. પક્ષીઓની રક્ષા માટે