________________
૬૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ કારતક
સાથે કષ્ટા સહન કરવા માટે જ સબંધ જોયેા ન હેાય ! સીતાએ તેા રામની સાથે કો સહેવા માટે સંબંધ જોડયા હતા પણુ આજના લેાકેા રામની સાથે શા માટે સંબંધ જોડે છે એ જુએ. શું એટલા માટે તે લેાકેા રામની સાથે સબંધ જોતા નથી કેઃ—
૮ મને રોટલેા આપે। રામ, જિદ્દ લઉં તમારું નામ ’
આ પ્રકારની સ્વાસિદ્ધિ માટે પરમાત્માની સાથે સબંધ જોડા નિહ પણ સીતાએ રામની સાથે જેવા સબધ જોડયા હતા તેવા સંબંધ તમે જોડા. સીતા કષ્ટમાં પણ રામને ભૂલી ગઈ ન હતી એવી તેનામાં ધગશ હતી. તમે પણ પરમાત્મા પ્રતિ એવી ધગશ રાખા તે તમારાં બધાં પાપા ભસ્મીભૂત થઈ જશે અને તમને અપૂર્વ આનંદ મળશે.
અનાથી મુનિના અધિકાર—૭૨
રાજા શ્રેણિકને પણ અનાથી મુનિ પ્રતિ એવી જ ધગશ હતી. તે અનાથી મુનિની ગુણપ્રશ'સા કરી રહ્યો છે. જે મુનિના ગુણાનું વર્ણન કરવામાં શ્રેણિક જેવા રાજા પણ થાકી ગયા એ મુનિના ગુણા વર્ણવવામાં આપણે સમં કેમ બની શકીએ? પણ એ વિચારથી આપણે નિરાશ થવું ન જોઈએ; પણ રાજાએ મુનિની પ્રશ ંસામાં જે શબ્દો કહ્યા છે એ શબ્દોને હૃદયમાં ઉતારી મુનિની સાથે સંબંધ જોડી લેવા જોઈએ. આમ કરવાથી જે પ્રમાણે રાજા શ્રેણિક પોતાનું કલ્યાણ સાધ્યું તે પ્રમાણે આપણે પણ આત્માનું કલ્યાણ સાધી શકીએ છીએ. રાજા શ્રેણિક મુનિને કહે છે કેઃ—
तंसि नाहो अणाहाणं, सव्वभूयाण संजया ! |
खामेमि ते महाभाग ! इच्छामि अणुसासिउं ॥ ५६ ॥ पुच्छिऊण मए तुब्भं, झाणविग्घो जो कओ । निमंतिया य भोगेहिं तं सव्वं मरिसेहि मे ॥ ५७ ॥
આ ગાથાઓની પહેલાંની ગાથામાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જ વર્ણન આ ગાથાઓમાંની પ્રથમ ગાથામાં પણ કરવામાં આવ્યું છે અર્થાત્ પહેલાં વર્ણવવામાં આવેલું વર્ણન જ અત્રે ફરીવાર કહેવામાં આવ્યું છે. આ ઉપરથી કાઈ એમ કહે કે, આમાં પુનરુક્તિ દોષ છે કારણ કે કાવ્યમાં પુનરુક્તિ આવે એ દેષ માનવામાં આવે છે. આ પ્રશ્નનેા ઉત્તર એ છે કે, કાવ્યમાં પુનરુક્તિ દેષ માનવામાં આવે છે છતાં ગુણાનુવાદ, સ્તુતિ કે નિંદામાં એક જ વાત વાર વાર કહેવામાં દોષ નથી. રાન્તએ જે કાંઈ કહ્યું છે તે સ્તુતિ કે પ્રશંસારૂપે છે. એક જ વાતને વારવાર કહેવી એ દોષ નહિ પણ ગુણ છે. એટલા જ માટે રાજાએ ‘ તુમે સળાહા ૨ ’ ગાથામાં જે કાંઈ કહ્યું છે તે જ તંત્તિનાì' એ ગાથામાં ફરીવાર કહેવામાં આવ્યું છે.
રાજા શ્રેણિક કહે છે કે, “ હે ! મુનિ ! જે અવસ્થાને પામી ખીજા લેાકા મેહમાં પડી જાય છે એ અવસ્થાને પ્રાપ્ત થવા છતાં પણ તમે મેાહમાં ન પડચા પણ જાગ્રત થઈ સંયમમાં સંલગ્ન થઈ ગયા. એટલા માટે તમે જ સનાથ છે. તમે અનાથના નાથ છે. સંયમ લીધા પહેલાં તે તમારા આત્મા અનાથ હતા પણ હવે સનાથ છે; અને જે પેાતાના નાથ બની