________________
વદ ૦)) ] રાજકેટ ચાતુર્માસ
[ પ૧૩ જૈન અને બૌદ્ધ ગ્રન્થોમાં પટનાનું ઘણું વર્ણન મળે છે. તે વખતે પટનાનું નામ પાટલિપુત્ર હતું. પંડિતા ભાગીને તે શહેરમાં ગઈ. તે રૂપવતી તે હતી જ અને એ કારણે રાજાને ત્યાં સ્થાન પણ મળ્યું હતું. એટલે તે એક વૈશ્યાને ઘેર દાસી બનીને રહેવા લાગી અને નીચ વૃત્તિથી પિતાનું પેટ ભરવા લાગી. .
રાજા ઘેર આવ્યો. તેણે દાસીને કહ્યું કે, રાણીને બોલાવી લાવે અને તેને કહે કે, જે કે તેણીએ કામ તે ઘણું જ ખરાબ કર્યું છે છતાં તે કોઈ પણ પ્રકારને ભય ન રાખે. પડેલાને પાટું મારવું ઉચિત નથી.
આજે તે પડેલાને પાટું મારવામાં આવે છે. ૩ur૪ો હિ gift એ કથનાનુસાર અપરાધીની વધારે ભત્સના કરવામાં આવે છે.
રાજાએ દાસીને કહ્યું કે, અભયાને કહે કે તે નિર્ભય રહે. જ્યારે સુદર્શને જ તેને ક્ષમા આપી છે તે પછી મારે તે તેને ક્ષમા આપવી જ જોઈએ.
દાસી રાણીને બોલાવવા માટે મહેલમાં ગઈ. મહેલમાં જઈને જોયું તે રાણી મરેલી પડી છે. દાસી મહેલમાંથી પાછી ફરી રાજા પાસે આવી અને કહ્યું કે, મહારાજ ! ગજબ થઈ ગયો. રાણી તે મરી ગઈ છે. રાજાએ પૂછયું કે, કેવી રીતે મરી ગઈ? દાસીએ કહ્યું કે, ગળે ફાંસો ખાઈ રાણુ મરી ગઈ છે. આ સાંભળી રાજા કહેવા લાગે કે, ધન્ય છે સુદર્શનને કે જેણે મને આવી ઉચ્ચ ભાવનાની શિક્ષા આપી. જે તેણે મને ઉપદેશ આપ્યો ન હોત તો રાણ મરી ગઈ છે તે પણ તેના પ્રતિ ક્રોધ કરત. જે થયું તે થયું. હવે ચાલે રાણીના શબની અત્યેષ્ટિ યોગ્યરીતિએ કરવી જોઈએ. એમાં કઈ પ્રકારને ભેદ રાખવો ન જોઈએ.
આજે તે શબ ઉપર પણ લેકે વૈર રાખે છે અને અમે તેને ઉપાડવા નહિ જઈએ એમ કહે છે; પરંતુ રાજાએ એ કોઈ પ્રકારનો ભેદભાવ ન રાખ્યો પણ રાણીની અહિ જે રીતિએ કરવી જોઈએ તે રીતિએ કરી.
સુદર્શને રાણીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેણે મને રમાને કહ્યું કે, હવે મારે સંસારની જાળમાંથી નીકળવું છે અને દીક્ષા લેવી છે.
હવે સુદર્શન કેવી રીતે દીક્ષા લે છે અને આગળ શું થાય છે તેનો વિચાર હવે પછી આગળ કરવામાં આવશે.