________________
વદી ૮]
રાજકેટ-ચાતુર્માસ
[૩૨૧
સત્સંકલ્પની શક્તિથી જ સુદર્શને આવા વિકટ સમયે પણ દઢ રહી શકો છો અને અભયારે માતા માની તેના પંજામાંથી બચી શકો હતા. તમે પણ એ દઢ સત્સંકલ્પ કરે તો દે પણ તમારા ગુલામ બની જશે, શાસ્ત્ર કહે છે કે –લા કિ હૈ રમવતિ ના ઘરે રજાનો' જેમનું મન ધર્મમાં હમેશાં અનુરકત રહે છે તેને દે પણ નમસ્કાર કરે છે. તમે લોકે દેવને બેલાવવા માટે અહીં તહીં ભટકે છે પણ વિચાર કરવાથી તમને જણાશે કે, તમે જ દેને ભગાડયા છે! કાલે વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી હતી પણ એટલું લેકે વિચારતા નથી કે અમે કેવી રીતે કર્તવ્યને ભૂલી જ રેવાને ભગાડી મુકીએ છીએ ? એક બાજી તો લોકો ભૂખથી મરી રહ્યા છે તે બીજી બાજી તમે લોકો નાટક-સીનેમા આદિ દુર્વ્યસનમાં પિતાનો દુરપયોગ કરી રહ્યા છો ! શું આ ઠીક છે? જે તમે લોકો તમારું કર્તવ્ય પાલન કરે તે દેવને વરસાદ વરસાવવા માટે પિકારવા નહિ પડે. દેવ તમને સામા શોધતા આવશે.
. સુદર્શને અભયાને કહેવા લાગ્યું કે, હે માતા ! મારે પાંચ માતાઓ છે તેમાં તું સૌથી મોટી માતા છે. નીતિમાં કહ્યું છે કે
राजापत्नी गुरुपत्नी मित्रपत्नी तथैव च ।
ની માતા માતા માતા કરે છે –સ્મૃતિ. સર્વ પ્રથમ રાજાની પત્ની એ પ્રજાને માટે માતાસ્વરૂપ છે. પ્રજાની રક્ષા રાજસત્તા દ્વારા જ થાય છે. જે રાજસત્તા એક દિવસ પણ ન રહે તે અરાજકતા ફેલાઈ જાય અને પ્રજા મુશ્કેલીમાં આવી પડે! આ પ્રમાણે પહેલી માતા તે રાજાની પત્ની છે.
બીજી માતા ગુરુની પત્ની છે. જેમણે એક પણ અક્ષર ભણાવ્યો હોય કે એક પણ વાત સમજાવી હોય તે ગુરુ છે. તે ગુરુની પત્નીને માતા સમાન સમજવી જોઈએ.
ત્રીજી માતા મિત્રની પત્ની છે. જે સહાયતા પહોંચાડે છે તે મિત્ર છે. તે મિત્રની પત્નીને પણ માતા સમાન સમજવી જોઈએ.
ચોથી માતા પિતાની પત્નીની માતા અથત સાસુ છે. જ્યારે સ્ત્રી પુરુષ સંસારની ગાડીમાં જોડાય છે ત્યારે તેમણે એકબીજાની માતાને પોતાની માતા માનવી જોઈએ. જે તમારી સ્ત્રી તમારી માતાની અવહેલના કરે તે શું પત્નીનું આ કાર્ય તમને ઠીક લાગશે? પત્નીને આ કાર્ય તમને પસંદ નહિ પડે. કારણ કે, માતા પહેલાં છે અને પત્ની પછી છે. એ વાત જુદી છે કે, આજના કેટલાક લોકે પત્નીને પહેલાં અને માતાને પછી ગણે છે. પણું આ પદ્ધતિ આવકારદાયક નથી. પુત્રનું કર્તવ્ય છે કે, પોતાની માતાને પહેલાં માને અને પછી સ્ત્રીને માને. આ જ પ્રમાણે વહૂનું પણ એ કર્તવ્ય છે કે, સાસુને પિતાની માતા સમાન માની તેમને આદર સત્કાર કરે. જે પ્રમાણે પતિની માતાને માતા સમાન માની આદર સત્કાર કરે એ પત્નીનું કર્તવ્ય છે તે જ પ્રમાણે પત્નીની માતાને માતા સમાન માની તેમને આદર સત્કાર કરે એ પતિનું કર્તવ્ય છે. જે જમાઈ સાસુ પ્રત્યેના કર્તવ્યનું પાલન કરતો નથી તેને માટે કામતા રામ : જમાઈ દશમે ગ્રહ ગણાય છે. સાસુને માતાતુલ્ય માનવાની જમાઈ ઉપર જવાબદારી છે. આ જવાબદારીને જે ભૂલી જાય છે તે પિતાના કર્તવ્યને અને વિવાહના સમયે કરેલી પ્રતિજ્ઞાને પણ ભૂલી જાય છે,