________________
૫૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
| પરમાત્માને નમસ્કાર તે તમે પણ કરતા હશે પણ ઉપરથી નમસ્કાર કરે છે કે હૃદયથી નમસ્કાર કરે છે ? આ આત્મા સંસારના પદાર્થોમાં ફસાઈ રહ્યો છે એ કારણે તે પરમાત્માને સાચી રીતે નમસ્કાર કરતા નથી. જે આત્મા એક વાર પણ સાચા હૃદયથી પરમાત્માને નમસ્કાર કરે તો તેનું કલ્યાણ થઈ જાય. પરમાત્માને સાચા હૃદયથી નમસ્કાર કરવાને એ જ અર્થ છે કે, પરમાત્માને પિતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવું. પિતાની શક્તિને ખરાબ કામમાં ન લગાડવી એ જ પરમાત્માને સર્વસ્વ સમર્પણ કરવા બરાબર છે; અને પિતાની શક્તિને ખરાબ કામમાં વાપરવી એ પરમાત્મા સાથે વૈર કરવા બરાબર છે.
જે પ્રમાણે કૈકેયીએ જંગલમાં જઈ રામની પાસે ક્ષમાપ્રાર્થના કરી હતી તે જ પ્રમાણે વ્યન્તરી પણ સુર્દશન ભગવાનને ક્ષમાપ્રાર્થના કરવા લાગી કે –
મુનિવર તુમકે મેરી લાજ, અધમ ઉધારન વિરદ તિહારે શ્રવણ સુની હૈ અવાજ;
હું તો અધમ પુરાતન કહિયે પાર લગાઓ જહાજ, મુનિ આ કવિતા એવી છે કે તેને જ્યાં ઉપયોગ કરવા ચાહે ત્યાં કરી શકાય છે કે કેયીએ રામને કહ્યું હતું કે, “રઘુવર તુમકે મેરી લાજ.” આ જ પ્રમાણે ભક્ત પણ ભગવાનને કહે છે કે, “પ્રભુજી તુમકે મેરી લાજ.” તે જ પ્રમાણે વ્યક્તરી કહે છે કે, “હે ! મુનિવર ! તુમકે મેરી લજિ.” તમે પણ પરમાત્મા પ્રત્યે એવી પ્રાર્થના કરે કે, “હે! પ્રભો! તમે અમારી લાજ રાખો.” હું વ્યાખ્યાન સંભળાવું છું તે વખતે મને જે ભાવ આવે છે તે ભાવ જે સદાને માટે ટકી જાય તે મારું કલ્યાણ થઈ જાય.
સ્મશાનમાં અને કાર્યના અન્તમાં જે વિચાર આવે છે તે વિચાર થોડી વાર પણ ટકી શકતા નથી. જે તે વિચાર ટકી જાય તે કલ્યાણ થવામાં વાર ન લાગે. એટલા માટે વ્યાખ્યાન સાંભળતી વખતે જે વિચાર આવે તે વિચારને ટકાવી રાખો અને અભક્ષ્ય-અનીતિથી બચતા રહે તે કલ્યાણ થવામાં વાર ન લાગે.
અભયા સુદર્શન મુનિને પ્રાર્થના કરે છે કે, હે ! પ્રભો ! મને ક્ષમા કરો. હું મારાં પૂર્વ પાપને યાદ કરું તે હું આપને કાંઈ કહી શકું નહિ. પરંતુ હું આપની સિવાય બીજા કેની પાસે જાઉં! એટલા માટે હું આપના જ શરણે આવી છું.”
ભગવાન સુદર્શનના ઉપદેશ–ઔષધની અસર અભયા વ્યન્તરીને થઈ અને તેથી તેને મિથ્યાત્વ તાવ ઉતરી જતાં તે કહેવા લાગી કે, “હે ! પ્રભો ! મને ક્ષમા કરે. મેં ઘણું જ પાપ કર્યું છે, અને આપ જેવા મહાપુરુષને ઘણું જ કષ્ટ આપ્યું છે. હવે હું આપના શરણે આવી છું.”
અભયાનું આ કથન સાંભળી ભગવાન સુદર્શન ત્યાં ઉપસ્થિત દેવોને કહેવા લાગ્યા કે, “મારી પ્રાર્થના કરવાની અધિકારીણી તમારા બધાં કરતાં આ પહેલી છે. ધર્મને કારણે મને જે અવસ્થા પ્રાપ્ત થઈ છે તે અવસ્થા પ્રાપ્ત કરવામાં આ માતા મારી પરમ સહાયિકા છે.” - આ પ્રમાણે કહીને ભગવાન સુદર્શને પિતાન અને અભયારે બધે હાલ સંક્ષેપમાં કહી સંભળાવ્યું અને પછી કહ્યું કે, આખરે હું એવા વિચાર પર આવ્યો કે, જે ધર્મના પ્રતાપથી શૂળીનું સિંહાસન બની ગયું છે એ ધર્મની સેવા હવે હું કરીશ. આ પ્રમાણે વિચાર