________________
વદ ૪ ]
રાજકાટ-ચાતુર્માસ
[ ૨૩
રુચિ હાય, તે મનને સ્વચ્છ કરીને ધર્મોપદેશ સાંભળવા જોઇએ. મારી ઉપર તમારા મનરૂપી કપડાંનો મેલ ઉતારવાના ભાર મૂકા નહિ. ધેાખીનું કામ ધેાખી કરે છે અને રંગવાનું કામ રંગરેજ કરે છે. હું તમારી ઉપર સિદ્ધાન્તરૂપી ધર્મને રંગ ચડાવવા ચાહું છું અને તે રંગ ત્યારે જ ચડી શકે કે, જ્યારે તમારું મનરૂપી કપડું સાફ હાય. તમારી જ માફ્ક મારામાં પણ જો માન–પ્રતિષ્ઠાની ઇચ્છા રહી તે હું પણ તમને સાચે ધમ કહી ન શકું'. સત્યધર્મ કહેવા માટે મારે પણ સાફ થવું જોઇએ અને સાંભળવા માટે તમારે સાફ થવું જોઇ એ.
આ અધ્યયનના વિષય શું છે તે તે બતાવવામાં આવ્યું પણ તેનું પ્રયાજન શું છે એ અત્રે જોવાનું છે. આ અધ્યયનનુ પ્રયેાજન ધર્મમાં ગતિ કરવાનું છે અર્થાત્ સાધુજીવનની શિક્ષા આપવાની છે.
તમે કહેશેા કે, સાધુજીવનની શિક્ષાની આવશ્યકતા તા સાધુએને જ હાય છે પણ અમને ગૃહસ્થાને એ શિક્ષાની શી જરૂર છે? પણુ આ શિક્ષાને સાંભળવાની તમને પણ જરૂર છે કે નહિં તે વિષે તમે વિચાર કરો. તમે ગૃહસ્થાશ્રમમાં છે અને સાધુ સાધુઆશ્રમમાં છે. પેાતપેાતાના આશ્રમમાં બધી ક્રિયા પોતાના આશ્રમાનુસાર જ થાય છે. પણ ગૃહસ્થ હાવાનેા અર્થ એ નથી કે, ગૃહસ્થ ધર્મે પાળી જ શકતા નથી. જો ગૃહસ્થ ધર્મ પાળી શકતા ન હોય તેા પછી ભગવાન જંગ દ્ગુરુ કહેવાત નહિ પણ સાધુએના જ ગુરુ કહેવાત. ભગવાન જગદ્ગુરુ કહેવાય છે એટલે જગતમાં ગૃહસ્થાને પણ સમાવેશ થઈ જાય છે, માટે ગૃહસ્થા પણ ધર્મ પાળી શકે છે. શ્રેણિક જેવા રાજા પણ સાધુજીવન ધારણ ન કરવા છતાં પણ તેની શિક્ષા સાંભળીને ગૃહસ્થ હોવા છતાં તીર્થંકર ગેાત્ર બાંધી શક્યા તે પછી તમને એ શિક્ષાની કેમ જરૂર ન હોય ! તમે પણ અત્રે ધન-ધાન્યાદિ માટે નહિ પણ ધર્મના પ્રેમને લીધે આવેા છે. આ પ્રમાણે આ શિક્ષાનું પ્રયેાજન તમને પણ છે. જો કેવળ સાધુએ માટે જ આ શિક્ષા હાત તે! સાધુએ આ શિક્ષાને ધારણ કરી એક બાજુ બેસી જઈ ચર્ચા કરી લેત, અને ગૃહસ્થાની સામે એ વિષે ચર્ચા ન કરત; પણ આ શિક્ષાની ગૃહસ્થાને પણ જરૂર છે. રાજા શ્રેણિક તા એક નાકારી પણ કરી શકયા ન હતા છતાં આ શિક્ષાના પ્રતાપે તેઓ તીર્થંકર ગાત્ર બાંધી શકયા હતા. આ પ્રમાણે તમને ગૃહસ્થાને પણ સાધુજીવનની શિક્ષાની જરૂર છે.
અધ્યયનના પ્રયાજન વિષે વિચાર કરવામાં આવ્યા. હવે તેના અધિકારી કાણુ છે એ વિષે વિચાર કરીએ. જે પ્રમાણે સૂર્ય બધાને છે અને બધા તેના પ્રકાશ ઝીલી શકે છે, કેાઈ ને એની મના નથી, તેમ છતાં પ્રકાશ તા તે જ ઝીલી શકે છે કે, જેમને આંખા છે. જેમને આંખેા જ નથી અથવા જેમની આંખેામાં ઘુવડની માફક કોઈ વિકૃતિ આવી છે તેવા લેાકેાની સિવાય બધા સૂર્યના પ્રકાશના લાભ લઈ શકે છે. આ પ્રમાણે જેમનાં હૃદયનાં ચક્ષુ ખુલ્લાં છે તે દરેક આ શિક્ષાના લાભ લઈ શકે છે. કેાઈના હૃદયની આંખા ખુલેલી હાય છે તે કોઇની આંખા ઉપર આવરણ હેાય છે તેમ છતાં જે તે આવરણને દૂર કરવા ચાહે છે તે પણ આ શિક્ષાના લાભ લઈ શકે છે. તે પણ શિક્ષાના અધિકારી છે. આ શિક્ષા હૃદયચક્ષુના આવરણને પણ દૂર કરે છે પણ જો આવરણ દૂર