________________
૪૬૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
પહેલી ઈંયાંસમિતિ છે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪ માં અધ્યયનમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. અને તેમાં ઈય્યસમિતિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિવેક બતાવવામાં આવ્યા છે અને કહ્યુ છે કે, સાધુ જ્યારે ચાલવા લાગે ત્યારે એમ જ વિચારે કે, મેં બધાં કામે છેાડી દીધાં છે; મારે કેવળ અત્યારે ચાલવાનું જ કામ કરવાનું છે. સાધુએ ચાલતી વખતે મનને એકાત્ર રાખવું જોઈએ. જે પ્રમાણે પાણીથી ભરેલા ઘડા માથે ઉપાડી પનિહારી ચાલતી વખતે સાવધાની રાખે છે તે જ પ્રમાણે મુનિએ પણ ચાલતી વખતે સાવધાની રાખવાની હેાય છે.
માના કે, એક રાજાને નોકર રાજના કામ માટે બહાર નીકળ્યા. રાજાએ તેને કહ્યું હતું કે, આ કામ જરૂરી છે એટલે જલ્દી આવજે. તે નેકર રાજાના કામ માટે બહાર નીકળ્યા પણ માર્ગમાં નાટક-ખેલ થઈ રહ્યો હતા. ત્યાં એક નટી હાવભાવથી નાચ કરી રહી હતી. તે ખેલ જોવા ચાહતા હતા. તમે તે વખતે રાજાના નાકરને શી સલાહ આપશે ? એ જ કે, નાટક–ખેલ જોવા ન રોકાતાં માલિકનું કામ પહેલાં કરવું, પણ તે નોકર તા ખેલ જોવા રાકાઈ ગયા, એટલામાં કાઈ હિતેષી આવ્યા અને તેણે પેલા માણસને કહ્યું કે, તું અહીં કેમ શકાઈ ગયા ? પહેલાં રાજાનું કામ કરી લે ા રાજા પ્રસન્ન થવાથી આવા ખેલ તા હું તારા ઘેર જ કરાવી શકે છે.
આ જ વાત મુનિના વિષે પણ સમજો. મુનિઓએ સ્વેચ્છાપૂર્વક પેાતાનું નામ ભગવાનના સેવકામાં લખાવ્યું છે. તેમણે કાઈના દબાણથી નહિ પણ પોતાની ઇચ્છાથી જ ચારિત્ર ગ્રહણ કર્યું છે. ભગવાને સાધુઓને માટે એવી આજ્ઞા આપી છે કે સાધુએ માટે લક્ષ્ય તા ત્રણ ગુપ્તિ છે. પણ પાંચ સમિતિએ તરફ પણ તેમણે જરાપણ આંખ મીંચામણી ન કરવી. ભગવાને આવી આજ્ઞા આપી છે અને આ આજ્ઞાને કારણે મુનિ સમિતિ તથા ગુપ્તિએનું પાલન કરવા તૈયાર થયા છે; પણ જો અમે મુનિએ આ આજ્ઞાને ભૂલી જઈ નાટકની માફક સંસારની ધમાલમાં પડી જઈએ તે તમે અમારા હિતૈષી થઈ અમને કેવી હિતસલાહ આપશે ? જો અમે પ્રયોસમિતિનું ધ્યાન ન રાખીએ તા તમે અમને શું કહેશે ? એ જ કે, જે પ્રમાણે રાજાના નાકર ઠેકડાં મારતા ચાલે છે તેમ ઠંકડાં મારતાં કેમ ચાલા છે ? અને અહીં તહીં નજર ફેરવતાં કેમ ચાલા છે ! ” શું સાધુ પણ આમ ચાલી શકે ખરા ? ” તમે આ પ્રમાણે શું અમને નહિ કહેા ? જો કે તમે વિનય અને નમ્રતાની સાથે કહેશે! પણ તમે અમારા હિતેષી હાવાથી તમે અમને એમ જ કહેશેા કે, “ તમે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા તૈયાર થયા છે એટલા માટે તમે મનને એકાગ્ર કરી ઈયાઁસમિતિને ધ્યાનમાં રાખી યતનાપૂર્વક ચાલા.
""
શેડ અમરચંદજી સાધુઓની ઈર્યાસમિતિનું એવું ધ્યાન રાખતા હતા કે તે જોતાં જ જાણી લેતા કે, અમુક સાધુ ઇયમિત કે ભાષાસમિતિના જાણકાર કે પાલનહાર છે કે નહિ ? જો તેમની ષ્ટિમાં કેાઈની ખામી જણાતી તે। તે સ્પષ્ટ કહી પણ દેતા હતા. પૂજ્યશ્રી શ્રીલાલજી મહારાજ વિહાર કરતાં જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને મેાતાજી મહાસતીજી મળ્યા. એ મહાસતીજીની ઈયોસમિતિ જોઇ પૂજ્યશ્રી ધણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા 'કે, આ મહાસતીજી ઈયાઁસમિતિનું બરાબર ધ્યાન રાખે છે.