________________
વદ ૨] - રાજકેટ-ચાતુર્માસ
[૪૬૧ જેમ સેનાનું ચિહ્ન નિશાન માનવામાં આવે છે તેમ ઈસમિતિ એ સાધુઓનું ચિહ્ન છે. એટલા માટે સાધુ-સાધ્વીઓએ ઈસમિતિ વિષે બહુ જ સાવધાની રાખવાની આવશ્યક્તા રહે છે. સાધુ-સાધ્વીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, અમે સંસારની ધમાલ જવામાં કે કોઈની સાથે વાતો કરવામાં ઈર્યાસમિતિની અવહેલના કરી ન નાંખીએ. જે અમે સંસારની આ પ્રકારની ધમાલ જોવામાં ન પડીએ પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં ધ્યાન રાખીએ તે રાજાની આજ્ઞાનું પાલન કરવાથી નેકરને જેવો લાભ થાય તેથી અધિક લાભ અમને પણ થાય.
આજે પ્રાયઃ એવું બને છે કે, સાધુઓને કેઈ કાંઈ કહે છે તે તેઓ સામા દબાવવા લાગે છે. કેઈ સાધુને જો એમ કહેવામાં આવે કે, તમારામાં આ ભૂલ છે; તે એ ભૂલને ભૂલ માની જે સાધુ પ્રતિક્રમણ કરી શુદ્ધ થઈ જાય અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે છે તે ઠીક છે, પણ જો કોઈ સાધુ એમ કહેવા લાગે કે, અમને સાધુને કહેનાર તમે કોણ છો અને આ પ્રમાણે કહીને નારાજ થઈ જાય તે સાધુ સુધરી શકતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુને જે કોઈ ત્યાગેલા ઘરની પાણી ભરનારી દાસી પણ શિક્ષા આપે તે તેને પણ માનવી, પરંતુ તેની અવહેલના ન કરવી. તું અમને કહેનાર કોણ છે એમ તેને પણ કહી શકાય નહિ.
તમે કહેશે કે, સાધુ જે ઈસમિતિનું ધ્યાન ન રાખે અને કહેવું ન માને તે એવી દિશામાં શું કરવું ? સાધુઓ વિના તે કામ પણ ચાલી શકતું નથી. તેમની આવશ્યક્તા તે છે જ. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જો તમે તમારા આત્માને શુદ્ધ રાખે અને દઢતા ધારણ કરી રાખો તે સાધુઓએ પણ માર્ગ ઉપર આવવું જ પડશે. તમે કોઈ સાધુને કહે અને તે તમારું કહ્યું ન માને તે તમારે એમ સમજી લેવું જોઈએ કે, એ સાધુઓ ઈભાષા સમિતિનું પાલન કરનાર નથી પણ અનાથતામાં પડી રહ્યા છે. આ પ્રમાણે તમે તમારા આત્માને દઢ રાખે તો સાધુઓ માટે સુધરવા સિવાય બીજો એકેય માર્ગ નથી.
બીજી ભાષાસમિતિ છે. બીજાને દુઃખ થાય એવી કટુ અથવા સાવદ્ય ભાષા સાધુ બોલી શકે નહિ. આજે સાધુઓમાં ભાષાને વિવેક બહુ ઓછા જોવામાં આવે છે. સાધુઓના લેખ જુઓ તે તેમની ભાષાથી એ જાણવું મુશ્કેલ થઈ પડે કે એ લેખ સાધુઓને હશે કે ગૃહસ્થને ? કદાચ એમ કહે કે, મુનિને આશય સારે છે પણ શું ગૃહસ્થનો આશય ખરાબ હોય છે ? પહેલાં ગુપ્તિને જેવી કે સમિતિને ? આશય સારે હોવા છતાં પણ શું ભાષાનું ધ્યાન ન રાખવું ? શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી પજવણું સૂત્રમાં મુનિઓએ કેવી ભાષા બેલવી અને કેવી ભાષા ન બોલવી એ વિષે ઘણો વિચાર કરવામાં આવ્યો છે.
- સાધુ જે ભાષા સમિતિના જાણકાર હોય તો તેઓ પોતાના સંયમની રક્ષા કરવાની સાથે સંસારને સુધાર પણ કરી શકે છે. જેમકે કોઈ કહે કે, સાધુ લગ્નપદ્ધતિમાં સુધાર કરી શકે કે નહિ ? સાધારણ રીતે તે લગ્નના વિષે સાધુ એમ જ કહેશે કે લગ્નથી સાધુઓને શું મતલબ ? પણ જાણકાર સાધુ તે લગ્નપદ્ધતિને સુધાર કરવા માટે તમારી સામે મેઘકુમાર જેવા કેઈનું ચરિત્ર રજુ કરશે કે જે દ્વારા લગ્નપદ્ધતિમાં આ સુધાર કરી શકાય છે.