________________
૪૬૨]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા મેથકુમારના ચરિત્રમાં વિયા રિસતા વગેરેના ઉલ્લેખદ્વારા લગ્નપદ્ધતિની જે વિધિ બતાવવામાં આવી છે તે વિધિ બતાવીને શું સાધુ લગ્નપદ્ધતિમાં સુધાર ન કરી શકે ? લગ્નપદ્ધતિની જ માફક ગર્ભ ક્રિયાના વિષે પણ સુધાર કરી શકાય છે. એ વિષે પણ કોઈનું ચરિત્ર સામે રજુ કરી બતાવી શકાય છે પણ સાધુએ એ વાત કહેતાં એટલું ધ્યાન રાખવું જોઈએ કે, મારે તે મારા સંયમની રક્ષા કરવાની છે એટલા માટે મારી ભાષામાં કઈ પ્રકારનું દૂષણ ન આવે તેને મારે ખ્યાલ રાખવો જોઈએ. હું સંસારના પ્રવાહમાં તણાઈ ન જાઉં પણ સંસારની પાર ચાલ્યો જાઉં એને મારે સતત ધ્યાન રાખવાનું છે.
કહવાને આશય એ છે કે, શાસ્ત્ર સાધુને બોલતાં અટકાવતાં નથી પરંતુ વિવેકથી બોલવાનું કહે છે. - ત્રીજી એષણાસમિતિ છે. સાધુઓએ આ સમિતિના પાલન કરવામાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. એષણસમિતિમાં તે જેવું મળે તેવું લઈ લેવાનું હોય છે. જેઓએ કેવળ ભક્તિ કરાવવા માટે જ માથું મુંડાવ્યું છે, તેમની વાત તે જુદી છે; પરંતુ જેઓને સાધુ તાનું પાલન કરવું છે તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાને એષણ સંબંધી જે નિયમ બતાવ્યાં છે તે કાંઈ નકામાં નથી. આત્મા સુખને ઇચ્છુક છે એટલા માટે તે હમેશાં સુખ જ શેધે છે; પરંતુ સુખની ઇચ્છાને ત્યાગ કરી, સાધુઓએ એ ધ્યાન રાખવું જોઈએ કે, ક્યાંય અમે સાધુતાથી ટ્યુત થઈ ન જઈએ.
શાસ્ત્ર એમ તે બહુ ગહન છે, પણ સાથે સાથે તે એવી સરલ અને લાભપ્રદ વાતે સરળતાથી સમજાવે છે કે, જેથી સાધારણ માણસ પણ સમજી શકે છે. જેમ માતા પિતાના બાળકને સમજાવે છે તેમ શાસ્ત્ર પ્રત્યેક વાત સમજાવે છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે.....मुहसायगस्स समणस्स सायाउलगस्स निगामसाइस्स ।
उच्छोलणापहोअस्स दुल्लहा सुगई तारिसगस्स ॥ આ ગાથામાં એમ કહ્યું છે કે, જે કઈ શ્રમણ “આમાં સુખ મળે, “અહીં સુખ મળે,” એમ સુખની પાછળ જ પડ્યો રહે છે, અને એ માટે એવી પોલીશી કરે છે કે, જેથી તેની ભક્તિ પણ ઓછી ન થાય અને સુખને માર્ગ પણ ખુલ્લું રહે. આવો સુખનો ગલી કહેવા લાગે છે કે, “એષણા સમિતિનું નામ લેવાથી તે ભક્તિ ઓછી થઈ જશે એટલા માટે જે મળે તે નિમમત્વ થઈ લઈ લેવું.” ભગવાન કહે છે કે, “આવો શ્રમણ મારે ધર્મની અવહેલના કરનાર છે અને પિતાના સુખને માર્ગ ખેલે છે, પરંતુ આ શ્રમણ આ લોકમાં પણ સુંદર પરિણામ લાવી શકતું નથી અને પરલોકમાં પણ સુંદર પરિ કૃમિ પામી શકતા નથી.”
જેમને આત્મા પિતાના વશમાં નથી અને જે રસમૃદ્ધ છે તે એષણાસમિતિને અપલાપ-વિરોધ કરે છે. પરંતુ ઉચિત તે એ છે કે, જે પિતાનાથી એષણાસમિતિનું પાલન થતું ન હોય તે એમ કહી દેવું કે, મારી એ અપૂર્ણતા છે કે હું એષણાસમિતિનું બરાબર પાલન કરી શકતા નથી. આમ કહેવાથી તેની જ અપૂર્ણતા જણાશે પણ સિદ્ધાન્તનું તે પ્રતિપાદન થશે. પરંતુ જે પોતાની અપૂર્ણતા છુપાવી રાખે છે અને એષણ પાખંડ છે એમ કહે છે તે નિન્ય પ્રવચનની અવલેહના કરે છે. આવા શ્રમણને માટે સદ્દગતિ મળવી દુર્લભ છે.