________________
વદ ૮]
રાજકેચાતુર્માસ
[૪૮૧
- રાજાનું કથન સાંભળી શેઠ વિચારવા લાગ્યું કે, હવે મારે શું કરવું જોઈએ ? હું પોતે તે સંસારનો ત્યાગ કરવાનો વિચાર કરી રહ્યો છું તે પછી હું સંસારની ચીજ કેવી રીતે માંગી શકું ? પણ હા, મારે એક ચીજ તે માંગવી જ છે. મેં મારી જીભે તે, કાંઈ રાજાને કહ્યું નથી પરંતુ શુળીનું સિંહાસન થઈ જવાને કારણે મારી અભયા, માતાનું બધું પાપ ખુલ્લું થઈ ગયું છે એટલા માટે. રાજા ન જાણે, તેને શું દંડ આપશે! માટે જ્યારે રાજા પિતે જ મને કાંઈ માંગવાને અનુરોધ કરી રહ્યા છે તે પછી હું રાજાની પાસે અભયા. માતાનું કલ્યાણું જ શા માટે ન માગું?
સુદર્શન આ પ્રમાણે વિચાર કરે છે. હવે આગળ શું થાય છે તેનો વિચાર, હવે પછી આગળ કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદ ૮ ગુરુવાર
પ્રાર્થના, શ્રી મુનિસુવ્રત સાહબા, દીનદયાલ દેવ તણા દેવ છે. તરણ તારણ પ્રભુ તે ભણી, ઉજજવલ ચિત સમ નિત્યમેવકે
શ્રી મુનિસુરત સાહબા.
–વિનય છે કે ભટ ચાવી શ્રી મુનિસુવ્રતનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્મા પ્રત્યે ભક્ત શું કહે છે? તે કહે છે કે, એક બાજુ તે પરમાત્મા દેવાધિદેવ છે અને બીજી બાજુ દીનદયાળુ છે. આ ઉપરથી કોઈ એમ કહે કે, એ બનેય વાતે એક સાથે કેવી રીતે હોઈ શકે ? પણ ભક્ત, લેકે કહે છે કે, અમને એ જાણી ઘણી પ્રસુન્નતા, થાય છે કે, પરમાત્મા દેવાધિદેવ હોવા છતાં પણ દીનદયાળુ છે. જે, મહાન હેવા છતાં નાના લેકની સાથે પ્રીતિ રાખે છે તે જ જગતને ઉદ્ધાર કરી શકે છે, મહાન થઈને નાના લેકેની અવહેલના કરનાર કે તે સંસારમાં ડગલે ને પગલે જોવામાં આવે છે. એમાં, કાંઈ વિશેષતા નથી. વિશેષતા, તે એમાં છે કે, જે પોતે મહાન થઈને પણ નાના લેક્ટ, ઉપર કૃપાભાવ રાખે છે, હે ! પરમાત્મા ! તમે દેવાધિદેવ હોવા છતાં દીનદયાળુ છે,
અહીં એક પ્રશ્ન થાય છે કે પરમાત્મા, દીનદયાળુ છે એનું શું પ્રમાણુ કાણુ કે પરમાત્મા જોવામાં તે આવતા નથી એટલા માટે એનું પ્રત્યક્ષ પ્રમાણ તે નથી. આ પ્રશ્નો ઉત્તર એ છે કે, પરમાત્માના વિષયમાં લૌકિક પ્રમાણેદાચ કઈ પ્રકારનો નિર્ણય થઈ શકો નથી. પરમાત્માના વિષે મહાત્મા કોનાં વચને જ પ્રમાણભૂત છે. મહાત્માઓ. કહે છે કે, પરમાત્માના શરણે જવાથી દુઃખ મટી જાય છે. અમે ગુના મુખેથી એવું જ સાંભળ્યું છે. અને અમારા અનુભવ પણ એવો જ છે કે, પરમાત્મા દીનદયાળુ છે. તે દેવાધિદેલ, હેવા છતાં દીનદયાળુ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “પરમાત્મા જગજજીનું ઉત્પત્તિસ્થાન પણ જાણે છે. છવ સંસામાં શા માટે જન્મ લે છે. જન્મ લઈને કેવી રીતે તે કચ્ચે ભેગુ છે. અને.